Book Title: Jain Satyaprakash 1937 06 SrNo 23 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમ્યગ્દર્શન લેખક આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયપધ્ધસૂરિજી Oા તીર્થંકર દેવે સુખાભિલાષવાળા છતાં લીન સમજણથી કલેશમય ચાર ગતિરૂપ સંસારમાં ભમતા સર્વ ભવ્ય જીવોના કલ્યાણને માટે ફરમાવેલા મુક્તિરૂપિ મહેલમાં ચઢવાને નીસરણી જેવા રૂડા (૧) દર્શન, (૨) જ્ઞાન અને (૩) ચારિત્રમાં જે દર્શન ગુણની પ્રધાનતા જણાવી છે, તે ઉચિત છે, કારણ કે સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ (પતિત) થયેલો જીવ સર્વ ગુણોથી ભ્રષ્ટ થયો, એમ કહેવાય. તેવા જી નિર્વાણ પદ ન જ પામે. (દ્રવ્યથી) ચારિત્ર વિનાને જીવો મુક્તિ પદ પામે, પણ દર્શન વિનાના છો તે ન જ પામે, જુઓ : दसण भट्ठो भठ्ठो, दंसणभट्ठस्स नत्थि निव्वाणं ॥ सिझंति चरणरहिया, दंसणरहिया न सिझंति ॥१॥ મિથ્યાત્વમેહનીય અને અનન્તાનુબંધિ ક્રોધ, માન, માયા, લોભના ઉદયથી દરેક છદ્મસ્થ સંસારી જીવને અનાદિ સંસારમાં અનંતીવાર ભટકવું પડયું છે. તેમાં કેટલા એક ભવ્ય જીવો, આત્મવીર્યની પ્રબળતા, ભવ્યત્વ દશાને પરિપાકકાલ, સાત પ્રકૃતિના ક્ષપશમ, ક્ષય, ઉપશમ, વગેરે કારણોઠારા યથાપ્રવૃત્તિ આદિ ત્રણ કરણો કરી સમ્યદર્શનરૂપ ભાવ રત્ન પામે છે. આ ગુણથી, “શ્રીવીતરાગ પ્રભુએ કહેલા પદાર્થો સત્ય છે, અને શંકારહિત પણે માનવા લાયક છે ” આવી શ્રદ્ધા પ્રકટે છે. આ બાબત વ્યાખ્યા પ્રાપ્તિ (શ્રીભગવતીજી) સૂત્રમાં કહ્યું છે: “તમેય સર્વ ાિરસ નિર્દિ વે" આવા જીવોને અર્ધ ૧ પુદગલપરાવર્ત કાલથી અધિક સંસાર હોતું નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે સમ્યગ્દર્શન ગુણથી પતિત થયેલા છ દર્શન ગુણની સાથે રહેનારા, જ્ઞાન અને ચારિત્રથી પણ પતિત થાય છે. એ સમ્યગ્દર્શન વમીને મિથ્યાત્વભાવને પામેલા જીવોને યથાર્થ જ્ઞાન કે ચારિત્ર સંભવતાં નથી. માટે જ તેઓ નિર્વાણ પદ ન જ પામે એમ કહેવું યોગ્ય છે. અને દ્રવ્ય ચારિત્ર (મુનિને વેષ વગેરે) રહિત જીવો શ્રીરત જ ચક્રવર્તિ આદિની માફક મુક્તિ પદ પામે, પરંતુ તત્ત્વભૂત પદાર્થોની ઉપર શ્રદ્ધા વિનાના છો અંગાર મર્દક, વિયરન, સંગમક દેવ, કપિલા દાસી, વગેરેની માફક નિર્વાણપદ પામી શકતા નથી. જુઓ આ જ નિર્મલ દર્શન ગુણના પ્રતાપે કૃષ્ણ અને શ્રેણિક મહારાજા જેવા જીવો પણ “સમ્યગ્દષ્ટિ શ્રાવક (૧) અને (૨) દેશવિરતિશ્રાવક ” એમ બે પ્રકારના શ્રાવકો પૈકી સમ્યગ્દષ્ટિ શ્રાવક તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા. આટલા કથન ૧. આનું સ્વરૂપ શ્રીપંચમ કમગ્રંથથી જાણી શકાય. ૨. આયુ ૮૪ લાખ પૂર્વનું, કાયા ૫૦૦ ધનુની. ૩. ૧૬-કુમારપણામાં, ૫૬-મંડલિકપણમાં ૯૨૮-વાસુદેવપણામાં. કૃષ્ણનું ૧૦૦૦ વર્ષોનું આયુષ્ય હતું. તે મરીને ત્રીજી નરકે ગયા અને આવતી ચોવીશીમાં બારમા “અમમ” નામના તીર્થંકર થશે. ૪. આની વિશેષ બીના તૃતીયાંગ શ્રીસ્થાનાંગ સૂત્રના નવમા અધ્યયનથી જાણી શકાય. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44