________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેઠ
૫૫૮
શ્રી જન સત્ય પ્રકાશ પ્રશ્ન–આથી તો એમ સાબીત થાય છે કે, શ્રદ્ધા અને સમ્યકત્વને કાર્ય કારણ ભાવ છે. જેથી બંને પદાર્થો અપેક્ષાએ જુદા જુદા માનવા જોઈએ. તે શ્રદ્ધાનું અને સમ્યવનું અલગ અલગ સ્વરૂપ શું સમજવું?
ઉત્તર–અમુક જાતની માનસિક ભાવનાનું નામ શ્રદ્ધા છે. એટલે રાગ, દ્વેષ, અજ્ઞાન એ ત્રણ મુખ્ય કારણથી અસત્ય બોલાય છે. રાગને લઈને માનવજાત મિત્રાદિના દેવ છુપાવવા જૂઠું બોલે છે, અને દ્વેષને લઈને શત્રુમાં અછતા દેશને આરેપ કરી જજૂ હું બોલે છે, તેમજ પિતે વસ્તુ સ્વરૂપ ન જાણે તેથી પણું (રાગદ્વેષ ન હોય તો પણ) જ બોલે છે. આ ત્રણે કારણોને નિમૂલ નાશ કરનાર શ્રી જિનેશ્વર પ્રભુએ કહેલી છવાદિ તોની બીના સાચી જ છે, અને તેમણે કહેલ ત્રિપુટી શુદ્ધ દયા પ્રધાન ધર્મ, આ ભવમ અને પરભવમાં પરમ કલ્યાણકારી છે, વાસ્તવિક શાશ્વત સુખને દેનાર છે, બાકીના સ્ત્રી કુટુંબ કબીલા દેલત–જે હું જમતા સાથે લાવ્યા નથી, મરતી વખતે લઈ જવાના નથી એ તમામ સ્ત્રી આદિ પદાર્થોની મમતાથી કેવલ દુઃખ જ ભેગવવાનું છે. પરભવમાં પણ સુખનું સાધન પ્રભુદેવે કહેલ એક ધર્મ જ છે. મારા અરિહંત તે દેવ છે. કંચન કામિનીના ત્યાગિ મુનિવરો એ મારા એકાંત હિતકારી ગુરુ છે. આવી જે મનની દઢ ખાતરી એ શ્રદ્ધા કહેવાય.
આથી જૂદુ અમુક જાતના આત્મ પરિણામ એ સમ્યકત્વ કહેવાય. એટલે પૂર્વે કહ્યા મુજબ અનંતાનું બંધિ-૪ અને સમ્યકત્વ મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય એમ સાતે પ્રકૃતિઓના ક્ષય, ઉપશમ અથવા સોપશમથી પ્રકટ થયેલ અને પ્રશમ (ક્ષમાઉપશમ-ક્રોધ નહિ કરે તે), સંવેગ (મોક્ષની ઈચ્છા), નિર્વેદ (સાંસારિક વિવિધ ઉપાધિથી કટાળી જવું તે), અનુકંપા (દયા), અને આસ્તિક્યથી જાણી શકાય એવો આત્માને જે શુભ પરિણામ તેનું નામ સમ્યકત્વ કહેવાય, જુઓ એ જ બીના આવશ્યક નિર્યુક્તિમાં પણ કહી છે. “સે ન મરે 19 મંત્ત એgr Highવનમ खय( खओवसम )समुत्थे पसमसंवेगाइलिंगे सुहे आयपरिणामे पण्णत्ते".
આ પ્રમાણે સમ્યકત્વનું સ્વરૂપ કહેલું હોવાથી, રહસ્ય એ નીકળે છે કે જ્યાં જ્યાં શ્રદ્ધા હોય ત્યાં ત્યાં સમ્યકત્વ જરૂર હોય. દૃષ્ટાંત એ કે જેણે મન:પર્યાપ્તિ પૂરી કરી છે એવા કરણપર્યાપ્તા અને દશે પ્રાણોને ધારણ કરનાર શ્રદ્ધાવાળા તીર્થંકર આદિ મહાપુરૂષને સમ્યકત્વ જરૂર હોય છે. આ બાબતમાં ન્યાય પણ એમ જ સ્પષ્ટ જાહેર કરે છે કે –રડાને દ તે જ્યાં ધૂમાડે હોય ત્યાં અગ્નિ જરૂર હોય જ, પરંતુ જેમ તપાવેલા લોઢાને ગોળા આદિમાં ધૂમાડા વિના પણ અગ્નિ દેખાય છે, અને રસેડ આદિમાં ધૂમ સહિત અગ્નિ દેખાય છે, તેમ જ્યાં સમ્યકત્વ હોય ત્યાં (તે જીવને ) શ્રદ્ધા હોય અથવા ન પણ હોય . જુઓ, જેઓ પાછલા ભવનું સમ્યકત્વ લઈને માતાના ગર્ભમાં ઉપજે એવા શ્રી તીર્થંકર વગેરે મહાપુરૂષોને મનઃ પર્યાપ્તિ પૂરી થયા પહેલાં એકલું સમ્યકત્વ હોય છે, અને તે પર્યાપ્તિ પૂરી થયા પછી બંને (સમ્યકત્વ અને શ્રદ્ધા) હોય છે. આથી સાબીત થયું કે ખરી રીતે સમ્યકત્વ અને શ્રદ્ધા એ બંને અલગ છે, છતાં ઔપચારિક ભાવથી સમ્યકત્વરૂપ (શ્રદ્ધાના) કારણમાં શ્રદ્ધા (રૂપકાર્ય ) નો ઉપચાર કરીએ તે બંને એક પણ કહી શકાય, એમ શ્રી ધર્મસંગ્રહ ટીકામાં શ્રી યશોવિજયજી મહારાજનાં વચનોથી જાણી શકાય. તાત્પર્ય
For Private And Personal Use Only