Book Title: Jain Satyaprakash 1937 06 SrNo 23
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૫૯ ૧૯૯૩ સમ્યગદર્શન એ કે–શ્રદ્ધાન એ માનસિક અધ્યવસાયરૂપ છે. તેથી એકાતે શ્રદ્ધા અને સભ્યત્વ એક જ માનવામાં ઉપર જણાવેલા અપર્યાપ્ત જીવોમાં અને સિદ્ધ પરમાત્મા વગેરેમાં પણ સમ્યકત્વનું લક્ષણ ઘટશે નહીં. કારણકે તેઓને મન નથી, તો શ્રદ્ધારૂપ સમ્યકત્વ પણ હોઈ શકે નહિ, અને પ્રભુશ્રી તીર્થકર દેવે તે તેમને સમ્યકત્વ હોય એમ કહ્યું છે. જેથી આ ગુંચવણ દૂર કરવા માટે શ્રીભદ્રબાહુ સ્વામીજીએ આત્મપરિણામરૂપ સવ છે એમ ફરમાવ્યું. આ લક્ષણ સર્વત્ર વ્યાપક છે એમ સમજવું. વળી એ ધ્યાનમાં રાખવું કેજીવ, અજીવ, પુષ્ય, પાપ, આશ્રય, સંવર, નિર્જર, બંધ અને મોક્ષ એમ નવ તને જાણનારા જીવને સમ્યકત્વ હોય છે. વાવાળvયત્વે તાર શ્નર (જે ભવ્ય જીવ, જીવ વગેરે નવ ત ને જાણે તેને સમ્યકત્વ હોય છે.) આ પ્રસંગે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે – જે તત્ત્વજ્ઞાનથી સમ્યકત્વ પ્રકટે છે, તે પછી “ મન સદંત કથામાળે વ =” એટલે જે જીવ તત્ત્વજ્ઞાની ન હોય, પણ ભાવથી પ્રભુદેવે કહેલ પદાર્થ સ્વરૂપની યથાર્થ શ્રદ્ધા રાખે, તે જીવ સમ્યગ્દષ્ટિ કહેવાય, આ વાત કેવી રીતે સંભવે ? આને ઉત્તર એ છે કે “થ ળે વિ જન્મત્ત' આ પદ – જ્ઞાનના અભાવને કહેતું નથી, પરંતુ વિસ્તારપૂર્વક મેળવેલા તત્ત્વજ્ઞાનની અપેક્ષાએ અજ્ઞાન એટલે અલ્પજ્ઞાનરૂપ અર્થને કહે છે. એટલે જે જીવે જ્ઞાનાવરણીયાદિ કર્મોના ઉદયથી વિસ્તારથી તને ન જાણ્યાં હોય, તો પણ જે તે પ્રભુએ કહેલાં તોની યથાર્થ શ્રદ્ધા રાખે, તો તે છવ સમ્યગ્દષ્ટિ કહેવાય. જુઓ આ બાબતમાં દષ્ટાંત પણ એ છે કે-જેમ ઘણી લક્ષ્મીવાલા માણસની અપેક્ષાએ ઓછી ઋદ્ધિવાલો માણસ નિર્ધન કહેવાય, તથા તુચ્છ જીણું વસ્ત્રવાલો માણસ પણ વિશિષ્ટ (ઉત્તમ) વસ્ત્રોના અભાવે (તેવાં લુગડાં ન હોય ત્યારે) વસ્ત્ર રહિત કહેવાય, તેવી રીતે કદાચ કર્મોદયની પ્રબલતાથી તત્ત્વોનું વિસ્તારથી જ્ઞાન ન હોય, તો પણ શ્રીજિનેશ્વરદેવે સકલ જીવોપકારિણિ, દેશના દ્વારા કહેલા પદાર્થોની બીના સાચી અને નિઃશંક છે, અને નિગ્રંથ પ્રવચન તે જ સત્ય અને પરમાર્થ છે, શેષ તમામ સાંસારિક પદાર્થો તે દુઃખદાયક છે ઇત્યાદિ શુભ ભાવના જન્ય (ઉપજવા લાયક) શ્રદ્ધાનવાલા જીવને સમ્યગ્દષ્ટિ ખૂશીથી કહી શકાય. અને જો તેમ ન માનીએ તે શ્રદ્ધાના અભાવે જ્ઞાન, અને જ્ઞાનના અભાવે ચારિત્ર પણ ન સંભવે અને પરંપરાએ મોક્ષપદ પણ કેવી રીતે મેળવી શકાય ? માટે ઉપર જણાવેલા શ્રદ્ધાનંત જીવને સમ્યકત્વ જરૂર હોય. એમ અંગીકાર કરવાથી જ જેમને વિસ્તારથી તનું જ્ઞાન ન હતું એવા તે શ્રીમાનુષ આદિ મુનીશ્વરની પ્રવચનમાં કહેલી મુક્તિ ઘટે છે. અપૂણ ૧ શ્રીભદ્રબાહસ્વામી યશોભદ્રસૂરિના પ્રથમ ૫ટ્ટધર અને લિભદ્ર સ્વામિના કાકાગુરૂ થાય. દશપૂર્વ પાઠક, આવશ્યકાદિ (દશ) સૂત્રોની ઉ૫ર નિયુક્તિ બનાવનાર, ઉવસગ્ગહરસ્ત્રોત્ર, સામુદ્રિકશાસ્ત્ર, ભદ્રબાહસંહિતા, તીર્થયાત્રા પ્રબંધ, આદિ ગ્રંથોને કર્તા એવા શ્રીભદ્રાબાહુસ્વામી ૧૪ પૂવ ધર અને છ શ્રત કેવલિમાંના એક હતા. તેમણે ૪૫ વર્ષ વીત્યાબાદ સ યમ લીધું. ૧૭ વર્ષના દીક્ષા પર્યાયે યુગપ્રધાન થયા, ૧૪ વર્ષ સુધી યુગપ્રધાન પદવીમાં રહ્યા. સર્વાયુ ૭૬ વર્ષ વીત્યા બાદ સ્વ પધાર્યા. વિશેષ બીના પરિશિષ્ટ પર્વમાંથી મલી શકશે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44