Book Title: Jain Satyaprakash 1937 06 SrNo 23
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દિગંબરોની ઉત્પત્તિ લેખક: - આચાર્ય મહારાજ શ્રીમત સાગરાનંદસૂરિજી છે ( ક્રમાંક ૨૧થી ચાલુ) શ્વેતામ્બર જૈનોએ અજ્ઞાનાદિક દે ન હોય ત્યાં કુદેવત્વ ન હોય એમ જણાવી અજ્ઞાનાદિ દોષની સાથે કુદેવત્વની વ્યાપ્તિ માની અજ્ઞાનાદિને અભાવ જ્યાં હોય ત્યાં કુદેવપણું ન હોય એમ જણાવતાં કાર વિષ્ણુના નમામિ દેવાદિહે હૈં' એમ કહી, સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે દેવાધિદેવમાં કુદેવત્વના વ્યાપક એવા અઢાર અજ્ઞાનાદિ દે હેતા નથી અને તેથી તે દેવાધિદેવ ગણાય એટલે તેમને હું નમસ્કાર કરું છું. દોષરહિતપણા માત્રથી દેવત્વ ન આવે: આવી રીતે માન્યતા હોવાથી શ્વેતામ્બરોના હિસાબે જયાં જ્યાં અજ્ઞાનાદિ અઢાર દોને અભાવ હોય ત્યાં ત્યાં દેવત્વનો અભાવ છે એમ માન્યું પણ વેતામ્બરના શાસ્ત્રો પ્રમાણે જ્યાં જ્યાં અઢાર દોષને અભાવ છે ત્યાં ત્યાં સુદેવત્વ છે એમ અઢાર દેષના અભાવની સાથે સુદેવત્વની વ્યાપ્તિ લીધેલી નથી. અને તેથી જ ભગવાન જિનેશ્વર સિવાયના સામાન્ય કેવલજ્ઞાની મહારાજાઓ અજ્ઞાનાદિક અઢારે દેએ કરીને રહિત હોય છે તે પણ તે ગુરુતત્વમાં ગણાય છે, પણ દેવતમાં ગણાતા નથી. વઢિનો પરમદિ विउलमईसुयहरा जिणमयम्भि आयरिय उवज्झाया ते सव्वे साहुणो सरणं આ પ્રમાણે ભગવાનું વીરમહારાજના હસ્તકમલથી દીક્ષિત થયેલા વીરભદ્ર મહારાજે “ચતર પગન્ના'માં કેવલજ્ઞાની મહારાજને પણ, જે તે જિન નામકર્મના ઉદય વગરના હોય તો તેમને, સાધુપણામાં જ લીધેલા છે. જૈન જનતા સારી રીતે જાણી શકે છે કે જૈન શાસ્ત્ર પ્રમાણે ચાવીસ તીર્થકરોને જ શરીરવાળા દેવ તરીકે ગણવામાં આવે છે. એક અવસર્પિણી કે એક ઉત્સર્પિણીમાં ભગવાન જિનેશ્વર મહારાજની સંખ્યા ચોવીસની જ હોય છે અને તેથી જ એવી સી એમ કહેવાય છે. પણ કેવલજ્ઞાની મહારાજાઓની સંખ્યા તો દરેક ઉત્સર્પિણી કે અવસર્પિણીમાં અસંખ્યાતની હોય છે અને તેથી જે કેવલી મહારાજ કે જેઓ અજ્ઞાનાદિક અઢારે એ કરીને રહિત છે, તેઓને જે દેવ તરીકે ગણવામાં આવે તે ઉત્સર્પિણી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44