Book Title: Jain Satyaprakash 1937 06 SrNo 23
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 41
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૩ તરંગવતીની કથા * ૫૯ જેમ પ્રકાશ રહ્યો. બંને જણાને એ નિષ્ફર ચાંચીએ તે વખતે ખુબ માર માર્યો. તરંગવતીએ ચાંચીઆના સરદારને કહ્યું: “તમારે જે કરવું હોય તે મને કરો, પણ મારા કમળના ડાંડલાસમ કમળ પતિને કાંઈ પણ દુઃખ ન આપતા.” પણ એ પથ્થરહૃદયી ચાંચીને તેનાં વચનોની કાંઈ કિંમત ન હતી. ચાંચીઆના સરદારે આ પુણ્યશાળી યુગલને બત્રીસ લક્ષણે સમજી પિતાની માતા–કાળકાદેવીના ભાગને યોગ્ય માની સખત ચેકીપહેરા નીચે બાંધી રાખ્યું. જે વખતે બન્નેને વધ– ભોગને ગોગ્ય ઠરાવી બાંધ્યાં, તે વખતનું તરંગવતીનું હૃદયભેદક રૂદન પથ્થર પણ પિગળાવે તેવું હતું. (આ વખતે રાવણ સીતાજીને હરી જતો હવે તે વખતનું સીતાજીનું હૃદયભેદક રૂદન અને રામચંદ્રજી જ્યારે પ્રથમ જાણે છે કે આખી પંચવટીમાં ક્યાંય સીતાજી નથી ત્યારે જે વિલાપ કરે છે તે યાદ આવે છે.) તરંગવતી સાથેના બીજા કેદીઓએ તેને આશ્વાસન આપતાં તેમનું મૂળ જીવન પૂછયું. તરંગવતીએ પિતાના પૂર્વ ભવથી માંડી બધી કથા હૃદયદ્રાવક રીતે કહી સંભળાવી. આ હદયદ્રાફક કથા સાંભળી પથ્થરહૃદયી ચોકીદાર પણ ગળગળો થઈ ગયો, તેના હૃદયમાં દયાના અંકુર પ્રગટ થયા. તેને પોતાના પાપી જીવન ઉપર તીરસ્કાર છૂટયો, અને એ બન્ને નિર્દોષ જીવોને છોડી દેવાનું મન થયું. તેણે વિચાર્યું “અરેરે આવાં ઘોર પાપ કરી, આવા નિર્દોષ જીવોનો ભોગ લઈ હું કેવો પાપી બનું છું.” તેણે તરંગવતીને ખાનગીમાં બોલાવી આશ્વાસન આપી પોતે લાગ મળતાં તેમને છોડી દેવાનું કહ્યું. યોગ પણ બરાબર મળી ગયો. રાત્રે બધા ચાંચીઆ દારૂમાં ચકચૂર બન્યા હતા. એ સમય સાધી ત્રણે જણ (પતિ, પનિ અને ચોકીદાર) ત્યાંથી નાશી છૂટયાં. ચોકીદાર તેમને ગાઢા જંગલમાંથી પરિચિત માગે બહાર કાઢી માર્ગે ચઢાવી એક ગામ પાસે મૂકી આવ્યો. બન્ને જણ પાસેના ગામમાં આનંદથી ગયાં. ત્યાં તે તેમનાં માબાપ તરફથી શોધવા નીકળેલ એક માણસ પત્ર સાથે તેમને મળે. પત્ર વાંચી બન્ને જણા રથમાં બેસી ઘર તરફ રવાના થયાં. પાછા ફરતાં રસ્તામાં એક સુંદર શિખર નિહાળ્યું, એની ઉપર હજારે પંખીઓ સુંદર ગાન – પ્રભુ સ્તુતિ કરી રહ્યાં હતાં. તેઓ ત્યાં ગયાં અને એ શું છે એમ પૂછતાં માલમ પડયું કે “આપણું ધર્મના અતિમ પ્રચારક – પ્રવર્તક શ્રી વર્ધમાન સ્વામી સંસારનો ત્યાગ કરીને જ્ઞાન પામ્યા પૂર્વે અહીં એમણે વાસ કર્યો હતો અને તેથી આ જગ્યાનું નામ વાસાલિક પડયું; જિનેશ્વર ભગવાનના સ્મરણમાં હજારો દેવ, કિન્નર ને માણસો આ વડની પૂજા કરે છે.” આવા તરણતારણ તીર્થનાં વંદન કરી, આત્મિક શાંતિ મેળવી તેઓ આગળ વધ્યા. અનુક્રમે તેઓ પોતાના ગામ આવી પહોંચ્યાં. માબાપને પણ આ સમાચાર સાંભળી ખૂબ હર્ષ થયો. ઘેર આવી પોતપોતાની આપવીતી કહી સંભળાવી. બન્નેનાં માબાપ આ હદયદ્રાવક કથની સાંભળી ખૂબ દુ:ખી થયાં. થોડા સમય પછી તરંગવતીએ પિતાની સખીને પોતાની પાછળ શું બન્યું તે પૂછતાં ટૂંકમાં સખીએ બધે વૃત્તાંત કહી સંભળાવ્યો અને છેવટે કહ્યું “તારી માએ શેક કરતાં તને જ દોષ આપતાં કહ્યું હતું કે – નદી જેમ પોતાના કિનારાને જ ડુબાડે છે તેમ ભ્રષ્ટ નારીઓ પિતાના કુળની આબરૂને ડુબાડે છે. અશુદ્ધ પુત્રી ઊંચા અને ધનવાન કુળને હાનિ કરે છે, અને પિતાના For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44