________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતની જૈનાશિત કળા
લેખક-શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ
(ગતાંકથી ચાલુ) ગજરાતની આ જૈનાશ્રિત કળાને સંપ્રદાય ભારતીય ચિત્રકળાના ઈતિહાસ માટે
બહુ જ મહત્ત્વનો છે. તેનું એક કારણ એ છે કે આ ચિત્રકળાના નાના અગર મોટા દરેક ચિત્રે કેટલાયે સૈકાઓ સુધી અજંતા, બાઘ અને એલોરાની ગુફાઓનાં ભિત્તિચિત્રોની પરંપરા જાળવી રાખી છે. બીજી બાજુ એ કે સ્વચ્છતા અને સુંદરતામાં ઘણી જ આગળ પડતી અને પ્રખ્યાતિમાં આવેલી રાજપુત અને મુગલ કળાની તે જન્મદાત્રી છે; ત્રીજી બાજુ કેટલાક દાખલાઓમાં તેની સાથે ઇરાની કળાનું મિશ્રણ થયેલું છે.
ગુજરાતની જૈનાશ્રિત કળાનાં નાનાં છબિચિત્રોની આટલી બધી ઉપયોગિતા હોવા છતાં તેના તરફ બહુ જ ઓછું ધ્યાન આપવામાં આવ્યું છે, તેમજ તેના ઉપરનાં બહુ જ થોડાં લખાણ પ્રસિદ્ધીમાં આવેલાં હોવાથી હજુ સુધી કેટલાક વિદ્વાનને આ કળા તદ્દન અજ્ઞાત છે. અને જૈન કેમ તે તરફ ઉદાસી છે. આ કળા અજાણ રહેવાનું એક કારણ એ પણ છે કે જૈન ગ્રંથભંડારો સિવાય ભારતનાં મ્યુઝિયમમાં તેમજ પાશ્ચાત્ય પ્રદેશોમાં તેની જે હસ્તલિખિત પ્રતે જોવામાં આવે છે તે, મળી આવતી પ્રતોમાંના સમા ભાગની પણ નથી. ભારતના જૈન ગ્રંથભંડારે, જેન સાધુઓ તથા જૈન ધનાઢયોના ખાનગી સંગ્રહોમાં બધી મળીને હજારો હસ્તપ્રતે હજુ અણુધી પડી. છે. બીજું કારણ વસ્તુના અજ્ઞાતપણાને લીધે તેના વહીવટદારની તે નહિ બતાવવાની સંકુચિતતા છે. કેટલાક દાખલાઓમાં આ સંકુચિતતા વ્યાજબી પણ છે.
પરદેશમાં ગુજરાતની આ જૈનાશ્રિત કળાના નમૂનાઓ મુખ્યત્વે કરીને નીચેનાં સ્થળોએ આવેલાં છેઃ
ઈંગ્લાંડના બ્રિટીશ મ્યુઝિયમમાં, ઇડિયા ફિક્સની લાયબ્રેરીમાં, ઑયલ એશિયાટિક સોસાયટીની લાયબ્રેરીમાં, બેડલીઅન લાયબ્રેરીમાં, કેમ્બ્રિજ યુનિવર્સિટીની લાયબ્રેરીમાં, જર્મનીમાં Sterats Bibliothek અને મ્યુઝિયમ four Volkernkunde બંને બર્લિનમાં, ઑસ્ટ્રિયામાં વીએનાની યુનિવર્સિટીની લાયબ્રેરીમાં અને કાન્સમાં Strasbourg ની લાયબ્રેરીમાં, કદાચ થોડી ઘણી ઈટાલીના ફલોરેન્સની લાયબ્રેરીમાં પણ હોય. અમેરિકાના યુનાઈટેડ સ્ટેટ્સમાં ખાસ કરીને બોસ્ટન મ્યુઝિયમમાં કે જ્યાં ભારતીય જૈન ગ્રંથભંડારે બાદ કરીએ તે પરદેશમાં આ કળાને સારામાં સારો સંગ્રહ છે. વોશિંગ્ટનમાં કીઅર ગેલેરી ઓફ આર્ટમાં. ન્યૂયૅકમાં મેટ્રોપોલિટન મ્યુઝિયમ અને ડેટ્રોઈટના આર્ટ મ્યુઝિયમમાં તથા ઘણા અમેરિકન ધનકુબેરના ખાનગી સંગ્રહોમાં આવેલાં છે. આ પ્રમાણે પશ્ચિમના પ્રદેશોમાં બહુ જ થોડી જગ્યાઓએ પ્રતો ગએલી હોવાથી પણ ઘણું પાશ્ચાત્ય વિદ્વાનો આ ગુજરાતની જૈનાશ્રિત ચિત્રકળાથી અજાણ્યા હોવાનું સંભવી
* બારમી ગુજરાતી: સાહિત્ય પરિષદ તરફથી સવીકારાયેલે નિબંધ
For Private And Personal Use Only