________________
૬૪
[64]
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ
P-૪૮
"भ्रातः संवृणु पाणिनिप्रलपितं कातन्त्रकन्था वृथा ।मा कर्षीः कटु शाकटायनवचः क्षुद्रेण चांद्रेण किम् ? ॥ किं कण्ठाभरणादिभिर्बठरयस्यात्मानमन्यैरपि? । श्रूयन्ते यदि तावदर्थमधुराः श्रीसिद्धहेमोक्तयः ॥"
આ પદ્ય દ્વારા અષ્ટાવને પ્રલાપ. કાનન્ટને કન્યા, શાકટાયનને કટુ, ચાન્દ્રને શુદ્ર અને સરસ્તવતીકંઠાભરણને જડતાપોષક કહ્યાં છે.
સિવ હેવની બૃહવૃત્તિની અવચૂર્ણિકામાં કહ્યું છે (જુઓ પૃ.૪૩) કે સિ0 હેતુ અતિવિસ્તીર્ણ કે વિપ્રકીર્ણ નથી તેમજ એ કાતત્રને જેમ સંકીર્ણ પણ નથી.
પ્રભાવકચરિત– (શૃંગ-૨૨, શ્લો. ૮૨)માં કહ્યું છે કે અત્યારે જે કલાપક લક્ષણ અર્થાત્ વ્યાકરણ પ્રવૃત્ત છે તે સંક્ષિપ્ત છે અને એમાં શબ્દની નિષ્પત્તિ જેવી જોઇએ તેવી નથી. વળી પાણિનિ એ વેદનું અંગ છે. એમ કહી બ્રાહ્મણો ગર્વથી એ વ્યાકરણ ઉપર ઈર્ષા કરી ભણાવતા નથી માટે તમે નવું વ્યાકરણ રચો.
વ્યાકરણોની રચના મુખ્યતયા સૂત્રાત્મક હોવાથી એ ગદ્યમાં હોય એ સ્વભાવિક છે. તેમ છતાં જૈનોને હાથે નીચે મુજબનાં બે વ્યાકરણો પદ્યમાં યોજાયાં છે.
(૧) બુદ્ધિસાગરસૂરિકૃત બુદ્ધિસાગર (વિ. સં. ૧૦૮૦). (૨) દાનવિજયકૃત શબ્દભૂષણ (લ. વિ. સં. ૧૭૭૦).
ભોજવ્યાકરણ પદ્યમાં છે ખરું પણ એ કંઈ સ્વતન્ત્ર-મૌલિક કૃતિ નથી. એ તો સારસ્વત વ્યાકરણના વિવરણરૂપ છે.
સિદ્ધહેમચન્દ્રની સર્વોત્તમતા- સહસાવધાની મુનિસુંદરસૂરિએ વિ. સં. ૧૪૫૫ માં બાલ્યાવસ્થામાં જીભની પટુતા કેળવવા માટે જે ઐવિદ્યગોષ્ઠી યાને ઐવિદ્યગોષ્ઠિકા રચી છે તેમાં (પત્ર-૨, આ ૨આમાં) એમણે નીચે મુજબના ક્રમે ૨૦ વ્યાકરણોનો ઉલ્લેખ કર્યો છે.
(૧) ઐન્દ્ર, (૨) જૈનેન્દ્ર, (૩) સિદ્ધહેમચન્દ્ર, (૪) ચાંદ્ર, (૫) પાણિનિ (૬) સારસ્વત, (૭) શાકટાયન, (૮) વામન, (૯) વિશ્રાંત, (૧૦) બુદ્ધિસાગર, (૧૧) 'સરસ્વતીકઠાભરણ, (૧૨) વિદ્યાધર, (૧૩) મુષ્ટિવ્યાકરણ, (૧૪) કલાપક, (૧૫) ભીમસેન, (૧૬) શિવ, (૧૭) ગૌડ, (૧૮) નન્ટિ, (૧૯) જયોત્પલ અને (૨૦) જયદેવ. ૧. આ કાત– વ્યાકરણની રચના પ્રક્રિયા અનુસાર છે. જુઓ સંસ્કૃત વ્યારા શાસ્ત્રી તિહાસ (ભા.-૧, પૃ.૩૭૫). ૨. આ નામ અંતમાંના દ્વિતીય પદ્યમાં છે. એ નીચે મુજબ છે.
"शरशरमनु (१४५५) मितवर्षे स्वस्यान्येषां च शैशवे सुधियाम् । जिह्वापटिमोपकृते विदधे त्रैविद्यगोष्ठीयम् ॥२॥" ૩. આ નામ પ્રારંભમાં બીજા પદ્યમાં છે. ૪. આ નામનું અલંકારશાસ્ત્ર રચનારા ભોજદેવની આ કૃતિ છે. એમાં ચચ્ચાર પાદવાળા આઠ-અધ્યાય છે
અને ૬૪૨૧ સૂત્રો છે. પહેલા સાત-અધ્યાયમાં લૌકિક શબ્દોને સ્થાન અપાયું છે, જ્યારે આઠમા-અંતિમ અધ્યાયમાં સ્વરપ્રકરણ અને વૈદિક શબ્દોનું અન્વાખ્યાન છે. આ વ્યાકરણ પાણિનીય અષ્ટા) અને ચંદ્ર વ્યાકરણને આધારે રચાયું છે. આ વ્યાકરણમાં પરિભાષા, લિંગાનુશાસન, ઉણાદિ અને ગણપાઠનું તે તે
અધિકારમાં નિરૂપણ છે એ એની વિશેષતા ગણાય છે. ૫. પાણિનિએ રચેલા મનાતા ધાતુપાઇને અંગે ધાતુઓના અર્થ જે ભીમસેને આપ્યા છે એ ભીમસેન અત્ર
અભિપ્રેત હોય તો DCGCM (Vol. II. Pt. I, Nos. 208-217) જોવું ઘટે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org