________________
પ્રકરણ ૩ : હૈમ પંચાંગ વ્યાકરણ : પ્રિ. આ. ૭૩-૭૬]
૪૩
બ્રહવૃત્તિ-અવચૂર્ણિકા–જયાનંદના શિષ્ય અમરચન્દ્ર વિ. સં. ૧૨૬૪માં અવચૂર્ણિકા રચી છે. P ૭૫ કેટલાકને મતે તો આ સિ. હે.ની બૃહદ્વચૂરિ છે, પરંતુ મુદ્રિત કૃતિ તપાસતાં તો વસ્તુસ્થિતિ ભિન્ન માલમ પડે છે. આ મુદ્રિત અવચૂર્ણિકામાં ૧૦૭ સૂત્રો જતાં કરાયાં છે એટલે કે એ ૭૫૭ સૂત્રોની બૃહદ્રવૃત્તિ પૂરતી અવચૂર્ણિકા છે. એમાં અને કનકપ્રભકૃત લઘુન્યાસમાં પ્રાયઃ સામ્ય જોવાય છે. કેટલીક વાર અમરચન્દ્ર નવીન બાબતો પણ રજૂ કરી છે. એથી એનો ઉપયોગ આનંદબોધિનીમાં કરાયો છે.”
આ અવચૂર્ણિકા (પૃ. ૩) માં સિ. હે. બીજાં બધાં વ્યાકરણોથી શા માટે ચડિયાતું છે તેની ચર્ચા કરતાં એવો ઉલ્લેખ કરાયો છે કે એ અતિવિસ્તર્ણ કે વિપ્રકીર્ણ નથી તેમજ એ કાતંત્રની જેમ સંકીર્ણ નથી. આ અવચૂર્ણિકા (પૃ. ૪-૫)માં કહ્યું છે કે પ્રથમના સાત અધ્યાય ચતુષ્ક, આખ્યાત, કૃતું અને તદ્ધિત એ ચાર પ્રકરણોમાં વિભક્ત છે. તેમાં સંધિ, નામ, કારક અને સમાસ એ ચારના સમુદાય રૂપ “ચતુષ્કર્મ છે. એમાં દસ પાદ છે. “આખ્યાત'માં છે પાદ છે. “કૃત્માં ચાર પાદ છે. ‘તદ્ધિત'માં આઠ પાદ છે. આમ જે અહીં ચાર પ્રકરણ ગણાવાયાં છે તેને “પ્રકરણ’ ન કહેતાં કેટલાક ‘વૃત્તિ' કહે છે.
બૃહદવૃત્તિ-સારોદ્વાર-જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૭૬)માં આની નોંધ છે. કર્તાનું નામ અપાયું P ૭૬ નથી. આની બે હાથપોથી વિ. સં. ૧૫૨૧માં લખાઈ છે અને એ મળે છે.
બૃહદવૃત્તિ-ટુંઢિકા-સૌભાગ્યસાગરે વિ. સં. ૧૫૯૧માં આ ઢુંઢિકા રચી છે.
બ્રહવૃત્તિ-દીપિકા-વિજયચન્દ્રસૂરિ અને હરિભદ્રસૂરિના શિષ્ય માનભદ્રના શિષ્ય વિદ્યાકરે આ દીપિકા રચી છે.
કક્ષાપટવૃત્તિ-સ્વોપજ્ઞ બ્રહવૃત્તિ ઉપરની આ ટીકા છે. એનું પરિમાણ ૪૮૧૮ શ્લોક જેવડું છે. જૈ. ગ્રં. (પૃ. ૨૯૯)માં આ ટીકાનો કક્ષાપટ તેમજ “બૃવૃત્તિ-વિષમ-પદ-વ્યાખ્યા” તરીકે ઉલ્લેખ છે.
બ્રહવૃત્તિ-ટિપ્પન-વિ. સં. ૧૬૪૬માં કોઈકે આ ટિપ્પન રચ્યું છે. બલાબલવૃત્તિ-જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૭૭) પ્રમાણે આ બ્રહવૃત્તિના સંક્ષેપરૂપ છે.
હૈમોદાહરણવૃત્તિ-આ નાનકડી અજ્ઞાતકર્તુક કૃતિની નોંધ જૈ. ગ્રં. (પૃ. ૩૦૧)માં છે. આનું નામ વિચારતાં એમ લાગે છે કે આ કૃતિ હૈમ બ્રહવૃત્તિમાંનાં ઉદાહરણોના સ્પષ્ટીકરણરૂપ હશે.
પરિભાષા-વૃત્તિ-આ ૪000 શ્લોક જેવડી છે એમ બૃ. ટિ.માં ઉલ્લેખ છે. ૧. સિ. હે.ના પ્રથમ નવ પાદ પૂરતી આ અવચૂર્ણિકા “દે. લા. જૈ. પુ. સં.” તરફથી ઈ. સ. ૧૯૪૮માં પ્રકાશિત કરાઈ છે. પ્રથમ પરિશિષ્ટ તરીકે સિ. હે.ના પહેલા સાત અધ્યાયનાં સૂત્રો અને દ્વિતીય પરિશિષ્ટ તરીકે ૧૦૦૬ ઉણાદિસૂત્રો અપાયાં છે. આ અવચૂર્ણિકાની હાથપોથીમાં ‘પ્રથમ પુસ્તિકા લખી' એવો ઉલ્લેખ છે તો શું બાકીનો
ભાગ રચાયો હશે કે કેમ ? તે જાણવું બાકી રહે છે. ૨. જુઓ ઉપર્યુક્ત પ્રકાશનની પ્રસ્તાવના (પૃ. ૭) ૩. પાણિનીય અષ્ટા.ના ૧-૩-૨. ૧-૩-૩. ૧-૧-૬૦ અને ૧-૩-૯ એ ચાર સુત્રોની ગરજ સિ. હે.નું ૧-૧
૩૦ સૂત્ર સારે છે. ૪. પાણિનીય અષ્ટા.માં નામ-પ્રકરણને અનુસરતાં સૂત્રો છૂટાછવાયાં અપાયાં છે. આવી હકીકત બીજાં પણ કેટલાંક પ્રકરણો અંગે જોવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org