Book Title: Jain Sanskrit Sahityano Itihas Part 01
Author(s): Munichandrasuri
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana

View full book text
Previous | Next

Page 259
________________ ૧૭૬ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ ટીકા-કાવ્યાદર્શ ઉપર વિવિધ વૃત્તિઓ રચાયેલી છે. એ પૈકી ત્રિભુવનચન્દ્ર ઉર્ફે વાદિસિંહસૂરિની ટીકા એ જૈન ટીકા છે. આની એક હાથપોથી વિ. સં. ૧૭૭૮માં “બંગાળી” લિપિમાં લખાયેલી છે. કાવ્યાલંકાર (ઉ. વિ. સં. ૯૫૦) – પુષ્પદંતે મહાપુરાણ (સંધિ ૧, કડવક ૯)માં નિર્દેશેલા રુદ્રટે આ કૃતિ સોળ અધ્યાયમાં રચી છે. ભામહે અને વામને પણ પોતાની કૃતિનું નામ કાવ્યાલંકાર રાખ્યું છે. રુદ્રટનો સમય ઇ.સ. ૯૦૦ કરતાં કંઈક વહેલો ગણાય છે. • અલંકારોના વર્ગીકરણ માટે સૈદ્ધાંતિક વ્યવસ્થા કરનાર તરીકે તેમજ નવ રસમાં “પ્રેયસ્ નામનો દસમો રસ ઉમેરનાર તરીકે રુદ્રટનું નામ મોખરે છે. એમણે ત્રીજા અધ્યાયમાં યમક વિષે ૫૮ પદ્યો આપ્યાં P ૨૮૫ છે. એમણે અ. પમાં ચક્ર-બંધ, મુરજ-બંધ ઇત્યાદિને સ્થાન આપ્યું છે. એમની આ કૃતિ ઉપર બે જૈન ટીકા છે : (૧) વૃત્તિ – આના કર્તા નમિસાધુ છે. એમણે વિ. સં. ૧૧૨૨માં આવશ્યકવૃત્તિ-ચૈત્યવંદનવૃત્તિ રચી છે. એઓ “પથારાપદ્ર' ગચ્છના શાલિભદ્રસૂરિના શિષ્ય થાય છે. એમણે આ વૃત્તિ વિ. સં. ૧૧૨૫માં રચી છે. કેટલાક એને “ટિપ્પન” કહે છે. અ. ૫, શ્લો. ૧૨-૧૪ની વૃત્તિમાં એમણે કહ્યું છે કે ભટ્ટ વાસુકના પુત્ર શતાનંદ ઉર્ફે રુદ્રટે આ કૃતિ (કાવ્યાલંકાર) રચી છે. એ રુદ્રટ સામવેદના અભ્યાસી હતા. નમિસાધુએ એમની પૂર્વે કાવ્યાલંકાર ઉપર રચાયેલી વૃત્તિનો લાભ લીધો છે. એમણે પોતાની ઉપર્યુક્ત વૃત્તિમાં કેટલાક ગ્રંથ અને ગ્રંથકારોનાં નામ આપ્યાં છે અને કેટલાકમાંથી અવતરણ આપ્યાં છે, જેમકે અર્જુનચરિત (૧૬-૪), ઉભટ (૬-૩૩), કાદંબરી, કિરાતાર્જુનીય, છંદશાસ્ત્ર રચનાર જયદેવ (૧-૧૮), તિલકમંજરી (૧૬-૩), દંડી, નામમાલા, પાણિનિકૃત પાતાલવિજયમહાકાવ્ય (૨-૮), પિંગલ, બૃહત્કથા (૨-૧૨), ભરત (૧૨-૪; ૧૨-૪૪), ભર્તુહરિ, ભામહ (૮-૮૪; ૧૦-૨), માઘકાવ્ય (૧-૨૦; ૮-૬૪), માલતીમાધવ (૭-૩૩), મૃચ્છકટિક (૮-૧), મેઘદૂત, મેઘાવિરુદ્ર (૧-૨; ૨-૨), રત્નાવલી (૭-૩૩), વામન (૧-૨૦; ૮-૧૦), વિકટનિતંબા (૬-૪૭), વેણીસંહાર (૭-૭૩), શિવભદ્ર P ૨૮૬ (૪-૪), શિશુપાલવધ, અલંકારશાસ્ત્ર ઉપર પાઇયમાં કૃતિ રચનાર હરિ (૨-૧૯), અને હર્ષચરિત. ૧. ‘વાદિ' એ વિશેષણ હોય તો આ સિંહસૂરિ તે કોણ હશે તેની તપાસ કરતાં એમ જણાય છે કે “કામદ્રહ’ ગચ્છના ઉપા. જે નરચંદ્ર વિ. સં. ૧૩૨૪માં પ્રશ્નશતક રચ્યું છે તેમના ગુરુનું નામ સિંહસૂરિ અને પ્રગુરુનું નામ ઉદ્યોતનસૂરિ છે. જુઓ જૈ. સા. સં. ઇ.નું પૃ. ૪૧૩. પૃ. ૪૬૮માં તો એવો ઉલ્લેખ છે કે “કા દ્રહ' ગચ્છના ઉદ્યોતનસૂરિના શિષ્ય સિંહસૂરિએ પોતાને માટે દેવમૂર્તિ નામના ઉપાધ્યાયે રચેલા વિક્રમચરિતની એક હાથપોથી શીલસુંદર પાસે વિ. સં. ૧૪૮૨માં અને બીજી માહીતિલક પાસે વિ. સં. ૧૪૯૬માં લખાવી હતી. ૨. આ કાવ્યાલંકાર નમિસાધુકૃત ટીકા સહિત “નિર્ણયસાગર મુદ્રણાલય” તરફથી પ્રસિદ્ધ થયેલી “કાવ્યમાલા'માં ઇ. સ. ૧૮૮૬માં છપાયેલો છે. ૩. આ સંબંધમાં જુઓ “પુરાતત્ત્વ” (પૃ. ૪, પૃ. ૧૫૫)માં છપાયેલો લેખ નામે “બે મહત્ત્વના ગ્રંથોની શોધ." ૪. ધમ્મોવએસમાલાનું પાઇયમાં વિ. સં. ૧૧૨૯માં વિવરણ કરનાર શું આ નમિસાધુ છે ? ૫. આ નામના નગરને “થરાદ' કહે છે. ૬. આ કાવ્યમાંથી એક પદ્ય અને એક પદ્યનો અંશ અવતરણરૂપે નમિસાધુએ આપ્યાં છે. ૭. જુઓ મહામહોપાધ્યાય પી. વી. કાણેનો સાહિત્યદર્પણને અંગેનો વિસ્તૃત અંગ્રેજી ઉપોદ્ધાત (પૃ. ૧૪). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340