Book Title: Jain Sanskrit Sahityano Itihas Part 01
Author(s): Munichandrasuri
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana

View full book text
Previous | Next

Page 267
________________ ૧૮૪ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૧ વાત, પિત્ત અને કફના પ્રકોપનાં કારણ અને એનાથી ઉદ્ભવતા રોગો, કંઠ, મુખ, આંખ અને કાનના રોગોની તેમજ જાતજાતના જવર વગેરેની ચિકિત્સા, કેટલાક ઉપાયો અને ઉપચારોનું નિરૂપણ છે. આ કૃતિનું આદ્ય પદ્ય નીચે મુજબ છે : "कृत्स्नस्य तन्त्रस्य गृहीतधाम्न-श्चिकित्सिताद् विप्रसृतस्य दूरम् । विदग्धवैद्यप्रतिपूजितस्य करिष्यते योगशतस्य बन्धः ॥१।।" વૃત્તિ- આ પૂર્ણસને રચી છે. કેટલાક એમને પૂર્ણચન્દ્ર કહે છે. આ વૃત્તિના પ્રારંભની તેમજ અંતની થોડીક પંક્તિ D 0 G C (Vol. XVI, pt I, p. 227)માં ઉદ્ધત કરાઈ છે. આ સૂચીપત્રના P ૨૯૮ પૃ. ૨૨૮માં પણ પ્રારંભિક ભાગ છે પણ એ બેમાં તફાવત છે. પૃ. ૨૨૭માં મંગલાચરણમાં ચન્દ્રમૌલિને એટલે કે મહાદેવને નમસ્કાર કરાયો છે, જ્યારે પૃ. ૨૨૮માં વર્ધમાનને એટલે મહાવીરસ્વામીને નમસ્કાર કરાયો છે. આથી પ્રશ્ન ઉદ્ભવે છે કે પૂર્ણસેન શૈવ અર્થાતુ અજૈન છે કે જૈન ?' (૮) નીતિશાસ્ત્ર નીતિશતક (ઉં. વિ. સં. ૯OO)- આના કર્તા ભર્તુહરિ હોવાનું મનાય છે. એમના સમય તરીકે કેટલાક ઈ. સ. ૬૫૦નો નિર્દેશ કરે છે. ભર્તુહરિનો કવિ તરીકેનો ઉલ્લેખ યશસ્તિલકચંપૂમાં મળે છે. એનાથી પ્રાચીન ઉલ્લેખ કોઈ સ્થળે છે ખરો ? ભર્તુહરિએ નીતિશતક ઉપરાંત શૃંગારશતક અને વૈરાગ્યશતક રચ્યા હોવાનું મનાય છે. આ ત્રણ P ૨૯૯ શતકોને શતક-ત્રય કહેવામાં આવે છે. નીતિશતકમાં પદ્યોની સંખ્યા ભિન્ન ભિન્ન જોવાય છે : ૧૦૩, ૧૦૪ અને ૧૧૦. બાકીનાં શતકો માટે પણ આવી પરિસ્થિતિ જોવાય છે. નીતિશતક અન્ય શતકોની પેઠે કાવ્યદૃષ્ટિએ પણ મહત્ત્વનું સ્થાન ભોગવે છે અહીં તો મેં સુભાષિતની દષ્ટિએ એની નોંધ લીધી છે. શતકત્રય જૈનોમાં ખૂબ પ્રિય હશે એમ લાગે છે. એના અનુકરણરૂપે સોમશતક, ધનદ-ત્રિશતી, પાનન્દ-શતક અને શૃંગાર-વૈરાગ્ય-શતક રચાયાનું અનુમનાય છે.' ૧. કેટલીક વૈદ્યક કૃતિઓ જેવી કે માધવ (લ. ઇ. સ. ૮00)કૃત માધવનિદાન અને લોલિમ્બરાજકૃત વૈદ્યજીવન ઉપર ટબ્બા રચાયા છે. આ વૈદ્યજીવનના તૃતીય વિલાસનું “પુોમના'થી શરૂ થતું ૧૬મું પદ્ય મેં “અર્થની આગગાડી” નામનો મારો જે લેખ “અખંડ આનંદ” (વર્ષ ૫, અં. ૮)માં છપાયો છે તેમાં અવતરણરૂપે આપ્યું છે. ૨. આ કૃતિ અનેક સ્થળેથી આપણા દેશમાંથી તેમજ વિદેશમાંથી પણ પ્રસિદ્ધ થઈ છે. એમાં શતકત્રયાદિ સુભાષિત સંગ્રહના નામથી જે પ્રકાશન “સિં. જૈ. ગ્રં.”માં ગ્રંથાંક ૨૩ તરીકે ઇ. સ. ૧૯૪૮માં પ્રસિદ્ધ કરાયું છે તે નોંધપાત્ર છે. એમાં નીતિને અંગે શ્લો. ૨૦૧-૩પરને સંદિગ્ધ અને શ્લો. ૩૫૩-૮૫રને સંકીર્ણ ગણ્યા છે. એના પછી ૮૪ પદ્યનું વિટવૃત્ત અને ૧૦૩ પદ્યનું વિજ્ઞાનશતક છે. આ કૃતિનું સંપાદન પ્રો. દામોદર ધર્માનંદ કોસંબીએ કર્યું છે અને એમણે વિસ્તૃત ઉપોદ્દઘાત લખ્યો છે. ૩. આની વિ. સં. ૧૫૮૦માં પ્રતિષ્ઠાસોમગણિએ લખેલી હાથપોથી સૌથી પ્રાચીન ગણાય છે. એના એક પત્રની પ્રતિકૃતિ ઉપર્યુક્ત પ્રકાશનમાં અપાઈ છે. ૪. જુઓ ઉપર્યુક્ત પ્રકાશનનું અગ્રવચન (પૃ. ૮). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340