________________
૧૪૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૧
વૈદ્યકકલ્પ અને વૈદ્યકસાર- આ બંનેની તાડપત્રીય પ્રતિ મળે છે પણ એના કર્તાનાં નામ જાણવામાં નથી.
સિદ્ધયોગમાલા- આ ૫૦૦ શ્લોકની કૃતિના પ્રણેતા સિદ્ધર્ષિ છે.
રસપ્રયોગ– આના કર્તા સોમપ્રભાચાર્ય છે. જિ. ૨. કો. (ખંડ ૧, પૃ. ૩૨૯) પ્રમાણે એ વૈદ્યકનો ગ્રંથ છે. એમાં રસ વિષે નિરૂપણ તથા પારાના ૧૮ સંસ્કારનું વર્ણન હશે. '
'રસચિન્તામણિ– અનંતદેવસૂરિએ ૯૦૦ શ્લોક જેવડી આ કૃતિ રચી છે.
માઘરાજપદ્ધતિ- આ ૧૦OO0 શ્લોક જેવડી કૃતિના કર્તા માઘચન્દ્રદેવ છે. P ૨૩૨
સંદિગ્ધ કૃતિઓ સિદ્ધસાર – શું આ વૈદ્યક અંગેની જૈન કૃતિ છે ?
આયુર્વેદ-મહોદધિ- આ ૧૧OO શ્લોક જેવડી કૃતિના કર્તા સુષેણ છે. શું એઓ જૈન છે ? ચિકિતો (? ત્સો)ત્સવ- આ ૧૭૦૦ શ્લોક પ્રમાણ કૃતિના કર્તા હંસરાજ છે. શું તેઓ જૈન છે?
પ્રતાપકલ્પદ્રુમ- આ ૬000 શ્લોક જેવડી કૃતિ પ્રતાપસિંહદેવે રચી છે. જિ. ૨. કોમાં આની નોંધ નથી તો શું એના કર્તા અજૈન છે ?
યોગરત્નસમુચ્ચય- આ ૪૫૦ શ્લોક જેવડી કૃતિના કર્તાનું નામ જાણવામાં નથી. શુ એઓ જૈન છે?
વૈદ્યામૃત- આ ૨૦૦ શ્લોક જેવડી કૃતિ શ્રીધરદેવે રચી છે. શું એઓ જૈન છે ? રત્નસાગર- આ શું વૈદ્યકની જૈન કૃતિ છે? રત્નસાગર માટે જુઓ ઉપર્યુક્ત પુસ્તકનો ક્રમાંક ૧૯૧ રસરત્નદીપિકા- મલ્લરાજ મહીપતિની ૬00 શ્લોક જેવડી આ રચના છે. શું એઓ જૈન ?
[રસરત્નસમુચ્ચય- કર્તા દેવચન્દ્રના શિષ્ય માણેક્યદેવ ૧૬મી સદીની આ રચનાનું પ્રકાશન પ્રાકૃત ભારતી અકાદમીએ ઇ.સ. ૧૯૮૬માં જે.સી.સિકદરે સંપાદિત કર્યું છે.]
[લીલાવતીસાર- આ. જિનરત્નસૂરિ, સંપા. હરિવલ્લભ ભાયાણી. પ્રકા. લા. દ. વિદ્યામંદિર .સ. ૧૯૮૩.]
તત્ત્વાર્થસૂત્ર (અભિનવ ટીકા) દીપરત્નસાગર. પ્ર. અભિનવશ્રુત પ્રકાશન. આરાધક વિરાધક ચતુર્ભગી ઉપા. યશોવિજયજી વિવેચન પ્રવીણચંદ્ર માતા પ્ર. ગીતાર્થ ગંગા.
૧. આ કૃતિ ભાષાટીકા સાથે વેંકટેશ્વર મુદ્રણાલયમાં છપાવાઈ છે. વિશેષ માટે પૃ. 143 ટિ. ૭ જુઓ.] ૨. શું આ દક્ષિણ ભારતમાં રચાયેલો નિઘંટુ છે ? ૩. આ નામની એક કૃતિ તીસટના પુત્ર ચન્દ્રટે રચી છે. ૪. આ નામની એક કૃતિ માણિકયભટ્ટના પુત્ર મોરેશ્વરે શકસંવત્ ૧૬૦૩માં રચી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org