Book Title: Jain Sanskrit Sahityano Itihas Part 01
Author(s): Munichandrasuri
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana

View full book text
Previous | Next

Page 235
________________ ૧૫૨ જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧ સુભાષિત-રત્ન-સન્દ્રોહ (વિ. સં. ૧૦૫૦)– આના કર્તા દિ. અમિતગતિ બીજા છે. એઓ ‘માથુર” સંઘના માધવસેનના શિષ્ય અને નેમિષણના પ્રશિષ્ય થાય છે. એમણે "આરાધના, ઉપાસકાચાર યાને P ૨૪૫ શ્રાવકાચાર ભાવના-દ્વાવિંશતિકા, ધર્મપરીક્ષા, પંચસંગ્રહ અને ૧૨૧ પદ્યનો સામાયિક-પાઠ પણ રચ્યાં છે. પ્રસ્તુત કૃતિ એમણે ૯૨૨ પદ્યોમાં ૩૨ પ્રકરણોમાં વિભક્ત કરી વિ. સં. ૧૦૫૦માં રચી છે. આપ્તનું સ્વરૂપ વિચારતી વેળા વૈદિક હિંદુઓના દેવોની કડક સમાલોચના ૨૬મા પ્રકરણમાં કરાઈ છે. વિશેષમાં અંતમાં ૨૧૭ પદ્યો દ્વારા શ્રાવકોના ધર્મ વિષે નિરૂપણ કરાયું છે અને એ રીતે શ્રાવકાચારની આ નાની આવૃત્તિ ગણાય. સ્ત્રીઓના ગુણો અને દોષો, ઇન્દ્રિયોનો નિગ્રહ વગેરે બાબતો આ કૃતિમાં આલેખાઈ છે. "હેમચન્દ્ર-વચનામૃત (લે. વિ. સં. ૧૨૨૦૧૨)- આ રચના “કલિ.” હેમચન્દ્રસૂરિએ વિ. સં. ૧૨૨૦ની આસપાસમાં રચેલા ત્રિષષ્ટિશના દસે પર્વમાંથી ચૂંટી કાઢેલાં વચનામૃતોના સંગ્રહરૂપ છે. આ ૧. આની બીજી આવૃત્તિ “કાવ્યમાલા” (ગુ.)માં ઈ. સ. ૧૯૦૯માં છપાઈ છે. આ મૂળ કૃતિ હિંદી અનુવાદ સહિત “હરિભાઈ દેવકરણ જૈન ગ્રંથમાલા”માં ગ્રંથાંક ૩ તરીકે છપાઈ છે. વળી આ કૃતિ આર. શ્મિટ અને હર્ટલ એ બેના સંયુક્ત જર્મન અનુવાદ સહિત Z D M G માં બે કટકે ઈ.સ. ૧૯૦૫ અને ઈ. સ. ૧૯૦૭માં Vol. 59 માં અને 61 માં છપાઈ છે. સુભાષિતરત્નસંદોહના નામથી મૂળ કૃતિ, એના દયાળજી ગંગાધર ભણસાળીએ શરૂ કરી લગભગ પૂર્ણ કરેલા અને છેલ્લાં સો એક પધોના ભોગીલાલ અમરતલાલ જવેરીએ કરેલા ગુજરાતી ભાષાંતર સહિત હીરજી ગંગાધર ભણસાળીએ વિ. સં. ૧૯૮૮માં પ્રકાશિત કરી છે. મૂળ કૃતિ અશુદ્ધ છપાઈ છે. ૨. “આચાર્ય અમિતગતિ” એ નામનો પં. નાથુરામ પ્રેમીનો લેખ જૈ. સા. ઈ. (પૃ. ૧૭૨-૧૮૨)માં છપાયો છે. ૩. એમના ગુરુ તે “વીતરાગ' અમિતગતિ યાને અમિતગતિ પહેલા છે. એ અમિતગતિ વીરસેનના શિષ્ય દેવસેનના શિષ્ય થાય છે. એ અમિતગતિ પહેલાએ યોગસાર-પ્રાભત રચ્યું છે એમ કેટલાક કહે છે. ૪. એમની શિષ્ય-પરંપરા નીચે મુજબ છે : શાન્તિષેણ, અમરસેન, શ્રીષેણ, ચન્દ્રકીર્તિ અને વિ. સં. ૧૨૪૭માં “અપભ્રંશ'માં છક્કમોવએસ રચનાર અમરકીર્તિ. ૫. આ વિજયોદયા અને દર્પણની સાથે છપાઈ છે. ૬. આ કૃતિ “અનંતકીર્તિ દિગંબર જૈન ગ્રંથમાલામાં વિ. સં. ૧૯૭૯માં છપાઈ છે. ૭. આને સામાયિકપાઠ પણ કહે છે. આ ૩૩ પદ્યની કૃતિ “મા. દિ. ગ્રં.”માં ગ્રંથાંક ૧૩માં પૃ. ૧૩૨-૧૩૭માં વિ. સં. ૧૯૭પમાં છપાઈ છે. ૮. આ કૃતિ હિન્દી અનુવાદ સહિત ઘણાં વર્ષો ઉપર છપાઈ છે. ૯. આ “મા. દિ. ગ્રં.'માં ગ્રંથાંક ૨૫ તરીકે ઈ.સ. ૧૯૨૭માં છપાયો છે. ૧૦. આ કૃતિ “મા. દિ. ગ્રં.માં ગ્રંથાંક ૨૧ નામે “સિદ્ધાન્તસારાદિસંગ્રહમાં ૧૭૦-૧૯૧માં વિ. સં. ૧૯૭૯માં છપાઈ છે. ૧૧. આ કૃતિ “વિજયધર્મસૂરિગ્રન્થમાલા”માં પુસ્તક ૩૬ તરીકે વિ. સં. ૧૯૯૩માં પ્રકાશિત થયેલી છે. આમાં બે અનુક્રમણિકાઓ અપાઈ છે. પહેલીમાં પર્વ અને સર્ગના ક્રમાંક અપાયા છે અને બીજીમાં વિષયનો ઉલ્લેખ માનનીય-વર્ગ, કુટુંબ-વર્ગ, રાજ-વર્ગ, દ્વન્દ્ર-વર્ગ, ગુણિ-વર્ગ, અવગુણિ-વર્ગ ઈત્યાદિ વર્ગો પાડીને કરાયો છે. વિશેષમાં એને દેવ-કાંડ (૪૮), માનવ-કાંડ (૪૭૬), તિર્યક-કાંડ (૬૫) અને અજીવ-કાંડ (૩૨૪) એમ ચાર કાંડમાં વિભક્ત કર્યા છે. અહીં ૪૮ ઈત્યાદિ વચનોની સંખ્યા છે. ૧૨. આ રચનાસમય હેમચન્દ્રવચનામૃતગત સંસ્કૃત લખાણને અંગેનો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340