________________
પ્રકરણ ૧૬ : નીતિશાસ્ત્ર : પ્રિ. આ. ૨૪૧-૨૪૪]
૧૫૧
કહે છે. મંડન મંત્રીના કાકા દેહડના પુત્ર થાય છે. એમની માતાનું નામ ગંગાદેવી હતું. આ ધનદે P ૨૪૩ ભર્તુહરિકૃત શતકત્રયની પેઠે ત્રણ શતકો રચ્યાં છે. એને ધનદ-ત્રિશતી તરીકે ઓળખાવાય છે. આ પૈકી એક શતક તે નીતિ-ધનદ છે, અને બીજાં બે તે શૃંગાર-ધનદ અને વૈરાગ્ય-ધનદ છે. નીતિ-ધનદ નામની કૃતિ મંડપદુર્ગમાં વિ.સં. ૧૪૯૦માં રચાયેલી છે. એમાં ધનદે પોતાનો પરિચય આપ્યો છે. સાથે સાથે એમાં એમણે જિનભદ્રસૂરિનું સ્મરણ કર્યું છે.
નીતિશાસ્ત્ર (લ. વિ. સં. ૧૫૩૦)- આ ધર્મશ્રેષ્ઠીની કૃતિ છે. એની એક હાથપોથી વિ. સં. ૧૫૩૪માં લખાયેલી મળે છે.
નીતિસાર- આ ૧૧૩ પદ્યની કૃતિના રચનાર દિ. ઇન્દ્રનંદિ છે. “ઇન્દ્રનંદિ' શબ્દ આના આદ્ય પદ્યમાં છે. અંતિમ પદ્ય કર્તાની પ્રશંસારૂપ છે તો એ કર્તાના કોઈ ભક્ત ઉમેર્યું હશે. ૭૦મા પદ્યમાં પ્રભાચન્દ્ર તેમજ નેમિચન્દ્રનો ઉલ્લેખ છે.
નીતિસારસમુચ્ચય- આના કર્તાનું નામ કુંદકુંદાચાર્ય છે. નીતિ-રસાયણ–આના કર્તા શુભચન્દ્ર છે. શું એમણે જ વિ. સં. ૧૬૦૮માં પાંડવ-પુરાણ રચ્યું છે? નીતિગ્રન્થ– આ અજ્ઞાતકર્તુક કૃતિ છે. નીતિસાર- પ્રભાચન્દ્ર તેમજ સમયભૂષણે આ નામની એકેક કૃતિ રચી છે.
સજ્જન-ચિત્ત-વલ્લભ- આ સામાન્ય નીતિને લગતી ૨૫ પદ્યોની કૃતિના કર્તા મલ્લિષણ છે. ત્રીજા પદ ઉપરથી એ દિ. હોય એમ લાગે છે. એ પદ્યમાં મલ્લિષણનો ઉલ્લેખ છે.
ટીકા- આ લઘુ કૃતિના ઉપર કોઈકની ટીકા છે. અભિનવ શ્રુતમુનિએ કાનડીમાં આ મૂળ કૃતિની ટીકા રચી છે.
રત્નમાલા- આ સદાચારને અંગેની ૬૭ શ્લોકની કૃતિ છે. એ દિ. સમંતભદ્રના શિષ્ય 2 ૨૪૪ શિવકોટિની રચના છે. એના સંપાદકના મતે આ કૃતિના પ્રણેતા આરોહણાના કર્તાથી ભિન્ન છે, કેમકે
શ્લો. ૨૨, ૬૩ અને ૬૪ એ આરાહણામાંના નિરૂપણથી ભિન્ન મત દર્શાવે છે. વિશેષમાં એમણે કહ્યું છે કે શ્લો. ૬૫ યશસ્તિલકમાંથી ઉદ્ધત કરાયો હશે.
(૨) સુભાષિતો સૂક્તિસમુચ્ચય (લ. વિ. સં. ૧૦૨૫)- આના કર્તા યશસ્તિલક (વિ. સં. ૧૦૧૬), નીતિવાક્યામૃત વગેરે રચનારા દિ. સોમદેવસૂરિ હોવાનું કેટલાક માને છે. ૧. એઓ ગુર્જર પાદશાહનો ગર્વ તોડનારા ઘોરી આલમશાહના મંત્રી થાય છે. એમણે ‘ખરતર' ગચ્છના મુનિઓ
પાસેથી તીર્થકરોનાં ચરિત્રો સાંભળી તત્ત્વોપદેશ પ્રાપ્ત કર્યો હતો. ૨. આ ઉમા. દિ. ગ્રં.”માં ગ્રંથાંક ૧૩ નામે “તત્ત્વાનુશાસનાદિસંગ્રહ'માં પૃ. ૫૮-૬૯માં વિ. સં. ૧૯૭પમાં
છપાવાયો છે. ૩. આ નામની એક કૃતિ પં. નેમિદાસ રચી છે. ૪. આ “મા. દિ. ગ્રં.”માં ગ્રંથાંક ૨૧માં વિ. સં. ૧૯૭૯માં છપાવાઈ છે. પ. જુઓ પૃ. 161.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org