________________
૫૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૧
"સત્તરિયા, દેવેન્દ્રસૂરિકૃત કર્મગ્રંથો, નવતત્ત, ખેત્તસમાસ, આરિપચ્ચકખાણ, ચઉસરણ, સંથારગ અને ભત્તપરિણા.
આ ગુણરત્નસૂરિ દેવસુંદરસૂરિના શિષ્ય અને સોમસુંદરસૂરિના ગુરુભાઈ થાય છે. એમણે આ ક્રિયારત્નસમુચ્ચય વિ. સં. ૧૪૬૬માં રચ્યો છે. સિ. હે. ગત ધાતુઓ લઈ એમણે એનાં રૂપો
(paradigms) આ કૃતિમાં આપ્યાં છે. આમ કરતી વેળા એમણે હૈમ ધાતુપારાયણમાંથી એકક ધાતુ P ૧૦૧ એના અર્થ સહિત ક્રમવાર લીધો છે. પ્રારંભમાં નીચે મુજબની દસ વિભક્તિઓની સમજણ આપી છે અને એ બરાબર ખ્યાલમાં આવે તેથી તેને અંગે ગુજરાતી ઉદાહરણો પણ આપ્યાં છેઃ
(૧) પ્રવર્તમાના, (૨) સપ્તમી, (૩) પંચમી, (૪) હ્યસ્તની, (૫) અદ્યતની, (૬) પરીક્ષા, (૭) આશી; (૮) શ્વસ્તની, (૯) ભવિષ્યન્તી અને (૧૦) ક્રિયાતિપત્તિ વિશેષમાં “વર્તમાના'ના ચાર પ્રકારનું એમણે નિરૂપણ કર્યું છે. તેમ કરતી વેળા વર્તમાનાના (૧) પ્રવૃત્તોપરત, (૨) વૃત્તાવિરત, (૩) નિત્યપ્રવૃત્ત અને (૪) સામીપ્ય એ ભેદ દર્શાવનારું અવતરણ આપ્યું છે. વિભક્તિ દસ છે અને કાળ ત્રણ છે એમ કહી “વર્તમાનકાલિ વિભક્તિ ૩ : વર્તમાના, સપ્તમી, પંચમી” (પૃ. ૧૬), “અતીતકાલિવિભક્તિ ૪ : હ્યસ્તની, અદ્યતની, પરોક્ષા, ક્રિયાતિપત્તિ” (પૃ. ૧૭), અને “ભવિષ્યકાલિવિભક્તિ ૩ : શ્વસ્વની, ભવિષ્યન્તી, આશી” (પૃ. ૧૮) એવો નિર્દેશ કર્યો છે. પ્રસંગવશાત્ સિ. હે.ના સૂત્રો તેમજ અન્ય
ગ્રંથોમાંથી અવતરણો આપ્યાં છે. P ૧૦૨ અંતમાં એમણે પોતાની ગુરુપરંપરા ૬૬ પદ્યમાં વર્ણવી છે. એનો પ્રારંભ શ્રમણ ભગવાન મહાવીરસ્વામીના પાંચમા ગણધર સુધર્મસ્વામીથી કર્યો છે.
કવિકલ્પદ્રુમ (વિક્રમની ૧૬મી સદી)-આના કર્તા હર્ષકુલગણિ છે. એઓ કુલચરણગણિના શિષ્ય થાય છે. એમણે આ કવિકલ્પદ્રુમની રચના હેમવિમલસૂરિના રાજ્યમાં કરી છે. આના ઉપર એમણે ધાતુચિન્તામણિ નામની સ્વોપજ્ઞ ટીકા રચી છે અને એમાં (પૃ. ૬૧માં) ગુણરત્નસૂરિએ વિ. સં. ૧૪૬૬માં રચેલા ક્રિયારત્નસમુચ્ચય જોવાની ભલામણ કરી છે. આ ઉપરથી એમનો સમય વિક્રમની સોળમી સદીનો ગણાય. ૧-૨. આને લગતી અવસૂરિઓ વિ. સં. ૧૪૫૯માં રચાઈ છે. ૩. ‘
વિશ્વ' એ પાણિનીય અષ્ટા. (અ. ૧, પા. ૪)નું ૧૦૪મું સૂત્ર છે. ૪. જુઓ પૃ. ૧૬-૧૯. ૫. આને ‘ભવન્તી’ અને ‘વૃત્તિ' પણ કહે છે. એવી રીતે હ્યસ્તનીને અનદ્યતનભૂત,' શ્વસ્તનનીને “અનદ્યતન
ભવિષ્યત્' અને ક્રિયાતિપત્તિને “સંકેત' કહે છે. વળી ભવિષ્યન્તીને ‘સામાન્ય ભવિષ્યકાળ' કહે છે. ૬-૭. જુઓ પૃ. ૬૬ = ૩૭. ૮. પાણિનીય અષ્ટા. પ્રમાણે આ દસ વિભક્તિનાં નામ અનુક્રમે નીચે મુજબ છે :- લટું, (વિધિ) લિ, લોઢ, લ, લુડ, લિટું, (આશિષ) લિ, લુટું, લૂટુ અને લુન્ આને અંગે નીચે મુજબની કારિકા છેઃ
“लट् वर्तमाने लेट् वेदे भूते लुङ्-लङ्-लिटस्तथा । विध्याशिषोस्तु लिङ्-लोटौ लुट् लृट् लुङ् च भविष्यति ।।" ૯. “જૈ. ય. ઍ.''ના ગ્રંથાક ૧૨ તરીકે આ કૃતિ અગિયારમાં પલ્લવ પૂરતી સ્વોપજ્ઞ ટીકા સહિત વીરસંવત્ ૨૪૩૫માં
પ્રકાશિત કરાઈ છે. સમગ્ર ટીકા ઉપલબ્ધ હોય એમ જણાતું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org