Book Title: Jain Sanskrit Sahityano Itihas Part 01
Author(s): Munichandrasuri
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana

View full book text
Previous | Next

Page 208
________________ પ્રકરણ ૧૨ : નિમિત્ત-શાસ્ત્ર : પ્રિ. આ. ૨૦૪-૨૦૭] ૧૨૫ (૧) ભાવબોધિકા આના રચનાર દૈવજ્ઞ શિરોમણિ છે. (૨) વૃત્તિ- આ વૃત્તિ સિંહતિલકસૂરિએ વિ. સં. ૧૩૨૬માં ૧૭૦૦ શ્લોક જેવડી રચી છે. એ સૂરિ યશોદેવસૂરિના શિષ્ય વિબુધચન્દ્રસૂરિના શિષ્ય થાય છે. એમણે વર્ધમાન-વિદ્યાકલ્પ તેમજ શ્રીપતિકૃત P ૨૦૬ ગણિતતિલક ઉપર વૃત્તિ તેમજ મંત્રરાજ-રહસ્ય નામનો ગ્રંથ (વિ. સં. ૧૩૩૨)માં રચ્યાં છે અને એના ઉપર લીલાવતી નામની વૃત્તિ રચી છે. (૩) અવચૂરિ–લક્ષ્મીસાગરસૂરિએ આ અવસૂરિ વિ. સં. ૧૫૨૧માં રચી છે. (૪) વૃત્તિ- આના કર્તા હેમતિલક છે. ' (૫) ટીકા- આના કર્તાનું નામ જાણવામાં નથી.' આરંભસિદ્ધિ યાને વ્યવહારચર્યા (લ. વિ. સં. ૧૨૮૦)- આ ૪૧૩ પદ્યોની કૃતિના પ્રણેતા ઉદયપ્રભસૂરિ છે. એઓ વસ્તુપાલના ગુરુ વિજયસેનસૂરિના અને શકસંવત્ ૧૨૧૪માં સ્યાદ્વાદમંજરી રચનારા મલ્લિષણના તેમજ વસ્તુપાલના પુત્ર જયંતસિંહ માટે વિ. સં. ૧૨૯૦માં પ્રબંધાવલી રચનારા જિનભદ્રના ગુરુ થાય છે. એમણે ધર્માલ્યુદય અને નેમિનાથ ચરિત્ર તેમજ સુકૃતકીર્તિકલ્લોલિની નામનું પ્રશસ્તિ-કાવ્ય રચ્યાં છે. વળી એમણે ધર્મદાસગણિકૃત કવિએસમાલા ઉપર ઉપદેશમાલાકર્ણિકા નામની રે ૨૦૭ ટીકા ધોળકામાં વિ. સં. ૧૨૯૯માં રચી છે. આ ઉપરાંત એમણે છાસીઈ અને કમ્મસ્થય એ બે કર્મગ્રંથો ઉપર ટિપ્પણ રચ્યાં છે. ગિરનાર' ઉપરના વસ્તુપાલના પ્રશસ્તિ-લેખો પૈકી વિ સં. ૧૨૮૮નો એક લેખ એ પણ એમની કૃતિ છે. આ આરંભસિદ્ધિ પાંચ વિમર્શમાં વિભક્ત છે. આ પદ્યાત્મક કૃતિ નીચે મુજબનાં ૧૧ દ્વાર ઉપર પ્રકાશ પાડે છે :૧. ‘ખરતર' ગચ્છના ઉપા. દાનસાગરના શિષ્ય વાચક રત્નધીરે ભુવનદીપક ઉપર વિ. સં. ૧૮૦૫માં બાલાવબોધ રચ્યો છે. ૨. આ કૃતિ સુધી શૃંગાર નામના વાર્તિક, મૂળ કૃતિગત પદ્યોની અકારાદિ ક્રમે સૂચી તેમજ વાર્તિકમાં નિર્દેશાયેલા ગ્રંથો અને ગ્રંથકારોની સૂચી સહિત “લ. જૈ. ગ્રં.”માં છાણીથી ઈ. સ. ૧૯૪૨માં પ્રસિદ્ધ થઈ છે. આ પ્રકાશન માટે શ્રી. પુરુષોત્તમદાસ ગીગુભાઈ તરફથી ભાવનગરથી ઈ. સ. ૧૯૧૬માં સુધી શૃંગાર સહિત છપાયેલી આવૃત્તિનો ઉપયોગ કરાયો છે. [ગુર્જર અનુવાદ સાથે આ. સિ. નું પુનઃ પ્રકાશન આ લબ્ધિસૂરિજીના પ્રયાસથી થયું છે. વિ.સં. ૨૦૧૩માં આ. સિ. વાર્તિક સાથે ખાંતીલાલે ભવનગરથી પ્રગટ કરી છે.] ૩. આ વિ. સં. ૧૨૭૭ના અરસામાં રચાયેલા કાવ્યમાં અણહિલપુર પાટણના નૃપતિઓને લગતી ઐતિહાસિક બાબતો આપી વસ્તુપાલ-તેજપાલનાં ધાર્મિક કૃત્યોની પ્રશંસા કરાઈ છે. વસ્તુપાલે “શત્રુંજય” ઉપર બંધાવેલા ઇન્દ્રમંડપમાં આ કાવ્ય કોતરાવાયું હતું. પાટણમાં આ મંત્રીશ્વરના પ્રાસાદના અવશેષરૂપ મનાતા આરસના એક થાંભલા ઉપર આ કાવ્યનું એક પદ્ય કોતરાયેલું મળી આવ્યું છે. ૪. આના પરિચય માટે જુઓ પા. ભા. સા. (પૃ. ૧૨૭ અને ૨૩૭). ૫. ‘ધોળકા યુનિવર્સિટિ' તરીકે હાંસીપાત્ર ગણાતા આ ધોળકામાં વિદ્યાપીઠ હતી અને એ વસ્તુપાલની છાયા નીચે મહત્ત્વનું વિદ્યાધામ બની હતી. ૬. પાંચ વિમર્શમાં અનુક્રમે ૪, ૨, ૧, ૨ અને ૨ દ્વાર છે, અને ૮૪, ૭૩, ૮૨, ૮૮ અને ૮૬ પદ્યો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340