________________
૭૬
[76]
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ
P-૬૯
એની પ્રાથમિક ભૂમિકારૂપ જે કાર્ય કરવું જોઇએ તે એ છે કે જૈન ભંડારોના કાર્યવાહકો પોતપોતાના હસ્તકના ભંડારોમાંની હાથપોથીઓનું વર્ણનાત્મક સૂચિપત્ર યોગ્ય વિદ્વાનો દ્વારા તૈયાર કરાવી તેને સત્વર પ્રસિદ્ધ કરે. એ દ્વારા પંદરેક લાખ જેટલી જૈન હાથપોથીઓ જે આજે મોજુદ છે તેમાં પિરસાયેલી સામગ્રીની માહિતી મળતાં જૈન સાહિત્યના જ ઇતિહાસ ઉપર વેધક પ્રકાશ પડશે એટલું જ નહિ પણ આપણા આ સમગ્ર આર્યાવર્તના-ભરતભૂમિના સાહિત્યિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક ઇતિહાસની પણ અનેક ગુંચી આપોઆપ ઉકલી જશે.
પ્રયાસ– જૈન ધર્મ એ આત્મન્નતિનો અને સાથે સાથે વિશ્વની સાચી અને સનાતન શાન્તિ માટેનો રામબાણ ઉપાય છે. તેમ છતાં એના સમુચિત અને સર્વાગીણ પરિચય માટે આધુનિક યુગના માનસને અનુલક્ષીને જેવો જોઈએ તેવો વ્યાપક પ્રયાસ જૈન સમાજ તરફથી હજી સુધી તો થયો નથી. આવી શોચનીય પરિસ્થિતિ આ ધર્મના ધુરન્ધર અનુયાયીઓ દ્વારા રચાયેલા વિશાળ, વિવિધ, વેધક, ઉપયોગી અને ઉદાત્ત એવા જૈન સાહિત્ય પરત્વે પણ જોવાય છે. અરે આ સાહિત્યના એક સબળ અંગરૂપ સંસ્કૃત સાહિત્યના પરિચય માટે પણ પરિપૂર્ણ પ્રયાસ કરવો. બાકી રહે છે. પ્રસ્તુત પુસ્તક તો એ દિશામાં માંડમાંડ એક પગલું માંડે છે. બાકી અહીં રજૂ કરાયેલી પદ્ધતિ ઉપરાંત બીજી અનેક પદ્ધતિએ આ સંસ્કૃત સાહિત્યનો અને વિશેષતઃ સમગ્ર જૈન સાહિત્યનો યથેષ્ટ પરિચય પુરો પાડનાર મહાકાય ગ્રંથ યોજાવો અને પ્રકાશિત થવો ઘટે. મારા આ વિચારના સમર્થનાર્થે તેમજ અન્ય જૈન સાહિત્યના સાચા સેવકોને એનો ભિન્ન-ભિન્ન રીતે પરિચય કરાવવા માટે માર્ગદર્શન મળે એ આશયથી ભારતીય સાહિત્યને અંગે તેમજ એના એક મહત્ત્વના વિભાગરૂપ સંસ્કૃત સાહિત્ય પરત્વે અત્યાર સુધીમાં જે પ્રયાસ ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી અને જર્મનમાં થયાનું મારા જાણવામાં છે તેની હું અહીં નોંધ લઉં છું.
(અ) ગુજરાતી પ્રેફેસર એ. મેકડોનલ કૃત સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ પ્રો. મોહનલાલ પા. દવે (અનુવાદક), ૧૯૨૧.
(આ) હિન્દી संस्कृत साहित्य का इतिहास (प्रथम भाग) : कन्हैयालाल पोद्दार, १९३८. संस्कृत वाङ्मय : बलदेव उपाध्याय, १९४५. संस्कृत साहित्यकी रूपरेखा : चंद्रशेखर पाण्डेय तथा शांतिकुमार व्यास, १९५१ (तृतीय संस्करण).
(ઈ) સંસ્કૃત સંસ્કૃત સાહિત્યેતિહાસ: (મામ ૧-૨) : હંસર/પ્રવાત, ૨૨૨૨, ૨૨૧૨.
P-૭)
૧. સ્વ. મોહનલાલ દલીચંદ દેશાઈએ પુષ્કળ પરિશ્રમ લઈને જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ એ નામનો
ગ્રંથ આઠ વિભાગમાં સિદ્ધસેનયુગ, હરિભદ્રયુગ, હેમયુગ, સોમસુંદરયુગ, હૈરકયુગ અને યશોવિજયયુગ એ છે યુગમાં વિભક્ત કરીને આલેખ્યો છે. એમાં અનેક ગ્રન્થોની નોંધ છે પણ એ મોટે ભાગે તો સંક્ષિપ્ત છે. વળી એમાં વિષયદીઠ કૃતિઓનો એકધારો પરિચય અપાયો નથી તેમજ દ્રાવિડ ભાષાઓમાં રચાયેલી કૃતિઓ
મોટે ભાગે જતી કરાઈ છે. એથી વિશિષ્ટ પ્રયાસ માટે અવકાશ રહે છે. ૨. આ ગુજરાતી અનુવાદ “ગુજરાતી સાહિત્ય પરિષદ્ ભંડોળ કમિટિ” તરફથી મુંબઇથી પ્રસિદ્ધ કરાયો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org