________________
પ્રકરણ ર : વ્યાકરણ : પ્રિ. આ. ૩૬-૩૯]
(૧) પાટણના વાડી-પાર્શ્વનાથના ભંડારમાં આ વ્યાકરણની કાગળ ઉપર લખેલી હાથપોથીમાં પંચસંધિ, નામ, આખ્યાત અને કૃત્વ સુધીનો અધિકાર છે. અર્થાત્ એમાં ચતુષ્ક-વૃત્તિ, આખ્યાત-વૃત્તિ અને કૃદ્રવૃત્તિ એમ P ૩૮ ત્રણ વૃત્તિનાં મળીને ત્રીસ પાદ જેટલો વિભાગ છે, પણ ૧૮ પાદ જેટલી તદ્ધિત-વૃત્તિ એમાં નથી.
(૨) પાટણમાં સંઘવીના પાડામાં તાડપત્રીય પ્રતિ છે પણ એ ખંડિત છે. એમાં તદ્ધિત-વૃત્તિ તો છે, જો કે અપૂર્ણ છે. તદ્ધિતના અ. ૨, પા. રના અપૂર્ણ અંશથી માંડીને દસમા પાદની સમાપ્તિ સુધીનો ભાગ એમાં જોવાય છે. આમ તદ્ધિતનો દોઢેક અધ્યાય જેટલો ભાગ નાશ પામ્યો છે.
ભાં. પ્રા. સં. મેં.માં તાડપત્રીય પ્રતિ છે. એનો પરિચય મેળવવો બાકી રહે છે. મુષ્ટિવ્યાકરણમાં પ્રારંભમાં નિમ્નિલિખિત સૂત્રો છે :
સિદ્ધિાન્તાત્ | તોત્ વI: '' આ વ્યાકરણની સ્વોપજ્ઞ વૃત્તિમાં મલયગિરિસૂરિએ પોતાને આચાર્ય કહ્યા છે અને આ વ્યાકરણને શબ્દાનુશાસન કહ્યું છે. પુણ્યવિજયજીને મતે આ સ્વપજ્ઞ વૃત્તિ એ સિ. હે.ની સ્વોપજ્ઞ વૃત્તિનું પ્રતિબિંબ જ છે.
મુષ્ટિવ્યાકરણમાં કૃદ્રવૃત્તિ પા૦ ૩માં ‘રાતે દર્પે' એવું બાવીસમું સૂત્ર છે. એની સ્વપજ્ઞ વૃત્તિમાં “મહાતીર્ કુમારપાત્ર:' એવું ઉદાહરણ છે. આ ઉપરથી એમ અનુમાન થાય છે કે સ્વપજ્ઞ વૃત્તિ તો કુમારપાલના રાજ્યસમયમાં જ રચાઈ છે. મૂળ વ્યાકરણની રચના સિ. છે. પછી અને તે પણ કુમારપાલના રાજ્ય દરમ્યાન થઈ હશે અથવા સિદ્ધરાજ જયસિંહના રાજ્યકાળમાં થઈ હશે એમ જે બે રે ૩૯ વિકલ્પો પુણ્યવિજયજીએ દર્શાવ્યા છે તેમાંનો બીજો વિકલ્પ હું પસંદ કરું છું. આનું કારણ એ છે કે સિ. છે. રચાયા બાદ એનું જે બહુમાન કરાયું છે અને એના પઠન-પાઠન માટે જે વ્યવસ્થા કર્યાના ઉલ્લેખ મળે છે તે પછી મલયગિરિસૂરિને નવું વ્યાકરણ રચવા માટે કોઈ વિશિષ્ટ કારણ ભાગ્યે જ હોઈ શકે. કદાચ ભિન્ન રુચિ ધરાવનાર જનોને ઉદેશીને રચ્યું હોય તો ના નહિ. એવી પણ કલ્પના સ્ફરે છે કે મુષ્ટિવ્યાકરણની સંપૂર્ણ રચના અને તેમ નહિ તો એની શરૂઆત સિ. છે. પહેલાં થઈ હશે. અહીં મને બે પ્રશ્ન ફુરે છે :(૧) સ્વપજ્ઞ વૃત્તિ એ અમોઘવૃત્તિના આધારે તો રચાઈ નથી ? (૨) મલયગિરિસૂરિએ પોતાના વ્યાકરણને સાંગોપાંગ બનાવવા ધાતુ-પાઠ, ઉણાદિ-સૂત્ર વગેરે વ્યાકરણનાં
અન્ય અંગો રચ્યાં હશે કે કેમ ?
ઉપયોગ- પુણ્યવિજયજીએ એમના પ્રસ્તુત લેખ (પૃ. ૧૪૨)માં એ મતલબનો ઉલ્લેખ કર્યો છે કે સિ. હે. નાં અને મલયગિરિસૂરિકૃત શબ્દાનુશાસનનાં સૂત્રોમાં એટલું બધું સામ્ય છે કે એને લઈને મલયગિરિસૂરિકૃત જે ટીકાઓ છપાઈ છે તેમાં આવતાં સૂત્રો એમના જ વ્યાકરણનાં હોવા છતાં કેટલાંકને સિ. છે. પ્રમાણે અને કેટલાકને અષ્ટા. પ્રમાણે અંક અપાયા છે અને કેટલાંક એ બેમાંથી એકે વ્યાકરણનાં જણાયાં નહિ તેને માટે અંક જતા કરાયા છે, અને આમ ખૂબ જ ગોટાળો થવા પામ્યો છે. ૧. આવો ઉલ્લેખ એમણે અન્યત્ર કર્યો હોય એમ જાણવામાં નથી. ગમે તેમ પણ સ્વોપજ્ઞ વૃત્તિ એ આચાર્ય બન્યા
પછીની કૃતિ છે એ વાત આથી ફલિત થાય છે. ૨. જુઓ એમનો ઉપર્યુક્ત લેખ જૈ. સ. પ્ર. વર્ષ ૧૭, અંક ૧-૩ (પૃ. ૧૪૨).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org