Book Title: Jain Narratna Bhamashah
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 263
________________ ર૪૮ ભાગ્યવિધાયક ભામાશાહ. મુખ્ય સેનાપતિની પદવી આપીને કેટલુંક સૈન્ય તેને સુપ્રત કર્યું અને બાકીનું બીજું સૈન્ય અમરસિંહ, રણવીરસિંહ, કર્મસિંહ, ગેવિંદસિંહ, કૃષ્ણલાલ વગેરેના કબજામાં સેંપીને અબ્દુલરહીમખાંની સરદારી નીચે આવતાં મેગલ સિન્યની સામે થવાને સર્વ પ્રકારની વ્યવસ્થા કરી લીધી. સિપાહસોલાર અબ્દુલરહીમખાં બજ દિલાવર દિલને હેવાથી તેણે પ્રતાપસિંહને હેરાન કરવાને અને તેનાં સૈન્ય સાથે યુદ્ધ કરવાને હજુ સુધી કોઈ પણ પ્રયાસ કર્યો નહિતે કિન્તુ તે તો પિતાનાં વિશાળ સૈન્યને આસપાસ ગોઠવી દઈને એક સ્થળે નિરાંતે બેસી રહ્યો હતો. આ તકનો લાભ લઈ પ્રતાપસિંહના કુમાર અમરસિંહે મોગલોના શેરપુરના થાણા ઉપર હુમલો કર્યો. આ થાણામાં મોગલસેન્ય બહુજ થોડું હોવાથી ક્ષણ વારમાં તેણે તેને કબજે કરી લીધું અને તેની અંદરના મનુષ્યને કેદ કરીને પ્રતાપસિંહ આગળ લઈ ગયે. પ્રતાપસિંહ તથા ભામાશાહ આ સમયે મેગલ સૈન્યનાં બીજાં થાણાઓને શી રીતે જીતી લેવા, તે વિષે સ્થળે વિચાર કરી રહ્યા હતા. અમરસિંહ કેદ કરેલા મનુષ્યોને લઈને ત્યાં હાજર થયા અને પોતે શેરપુરના થાણાને કેવી રીતે જીતી લીધું, તે વિષેની સઘળી વાત તેને કહી દર્શાવી. પ્રતાપસિંહે તેની સઘળી વાત સાંભળી લઈને કહ્યું. “પ્રિય પુત્ર અમરાસંહ ! શરૂઆતમાં જ તે મોગલ સૈન્યના થાણાને જીતી લીધું, તે માટે તેને હું મુબારકબાદી આપું છું અને ઈચ્છું છું કે બીજાં થાણુઓને કબજે કરવામાં પણ તુ વિજયી થઈશ, પરંતુ આ મનુષ્ય કોણ છે? તેમને તું અહીં શા માટે લાવ્યા છે ?” અમરસિંહ સહાસ્યવદને જવાબ આપ્યો “પિતાજી તેઓ કેણુ છે, તે હું જાણતો નથી, પરંતુ શેરપુરના થાણામાંથી તેમને કેદ કરેલા છે. મને લાગે છે કે તેઓ કઈ મોગલ સરદારનાં કુટુંબનાં મનુષ્ય હોવા જોઈએ.” પ્રતાપસિહે જરા કરડા અવાજે કહ્યું. “અમરસિંહ ! આ નિરાધાર સ્ત્રીઓ અને બાળકેને કેદ કરવામાં તે ડહાપણનું કાર્ય કર્યું નથી, કેમકે સ્ત્રીએ કે બાળકેને કેદ કરવાને આપણું ક્ષત્રિ ને ધર્મ નથી. ક્ષત્રિયોએ તો નિરાધાર મનુષ્યોને હમેશાં મદદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290