Book Title: Jain Narratna Bhamashah
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 282
________________ આનંદોત્સવ. ૨૬૭ ઝીણી ઝીણી વાતો કરતી હતી. રાજ્યના મુખ્ય સરદાર, મંત્રીશ્વર ભામાશાહ તથા પ્રતાપસિંહના બીજા કુમારો પણ આવી ગયા હતા અને પિતાને ગ્ય એવા આસને ઉપર બેઠેલા હતા. દરબારને સમય થઈ ગયા હોવાથી બધાં મહારાણાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તે દરમ્યાર નેકીને અવાજ સંભળાય અને તે સાથેજ મહારાણુ પ્રતાપસિંહ અને યુવરાજ અમરસિંહ પિતાના ખાસ અંગરક્ષકે સાથે દરબારમાં આવી પહોંચ્યા. બધાએ ઉભા થઈને તેમને ઘટિત માન આપ્યું અને દરબારની ચોતરફ ગોઠવેલા સૈનિકે એ પોતાની ઉઘાડી રાખેલી તલવાર નમાવીને તેમને આદરસત્કાર કર્યો. મહારાષ્ટ્ર પ્રસાપસિંહ અને યુવરાજ અમરસિંહ પિતાપિતાના આસને ઉપર બેસી ગયા કે તુરતજ બધા સભાજને પણ બેસી ગયા. ત્યારબાદ મંત્રીશ્વર ભામાશાહની સૂચનાથી રાજ્યના મુખ્ય કવિએ નીચે પ્રમાણે કવિત જુસ્સાભેર ગાયું – વીર મહીપતિ નરપતિ ય જય, રવિકુલ-રવિ તુમ ભારત-રક્ષક, કાંપત શત્રુ સદા તુહરે ભય, પ્રગટે ગગન પ્રતાપ પ્રબલ તવ, હેહી સદા પ્રભુ રિપુદલબલ જય.” કવિતા શ્રવણથી સમસ્ત દરબારમાં વિરચિત ભાવનાની અને સર પ્રસરી ગઈ. સર્વ દરબારીએ મૂછોના આંકડા વાળવા લાગી ગયા અને સૈનિકે પોતાની તલવારોને ઉંચી નીચી કરવા મંડી ગયા ક્ષણવાર પછી મહારાણા પ્રતાપસિંહે નેત્રસંકેત કર્યો અને તે સાથે જ દરબારમાં શાંતિનું સામ્રાજ્ય જામી ગયું. ત્યારબાદ મહારાણ પ્રતાપસિંહ સિંહાસન ઉપરથી ઉભા થયા કે તુરતજ સમસ્ત સભાજનોએ તેમને આનંદના ઉદગાથી વધાવી લીધા. આ આનંદનો ધ્વનિ શાંત થયા પછી મહારાણાએ બોલવાની શરૂઆત કરતાં કહ્યું – હારા પ્રિય સરદારો, અધિકારીઓ અને પ્રજાજને! મોગલ સમ્રાટ શહેનશાહ અકબરની સાથે ઘણા લાંબા સમયથી જે યુદ્ધ * મેવાડ પતન નાટકમાંથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290