Book Title: Jain Narratna Bhamashah
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 280
________________ આનત્સવ. ૨૬૫ પૂર્વ સુખના અનુભવ કરતુ હતું. અહા! ધન્ય છે આવા પ્રેમીએને અને ધન્ય છે તેમના જીવનને ! પરમાત્મા ! અમારા સમાજમાં આવાં પ્રેમી યુગલે સ્થળે સ્થળે દર્શાવવાની આપ કયારે કૃપા કરશેા ? આલિંગનમાંથી મુક્ત થયા પછી વિજયે શાહજાદી મારામબેગમને કાગળ લખ્યા હતા કે નહિ, તે અમે જાણતા નથી. તેમજ ભવિષ્યના જીવનમાં વિજય તથા શાહજાદીનું ઐક્ય થયું હશે કે નહિં, તે પણ કેવળજ્ઞાનના અભાવે અમે કહી શકતા નથી; તેમ છતાં એટલુ તે અમે અમારા વાંચક મહાશયેાને વચન આપીએ છીએ કે ભવિષ્યના કાઇ પણ જન્મમાં અમને કેવળજ્ઞાન થશે, તે। અમે વિજય તથા શાહજાદીના એક્સના હેવાલને આપને ઘણી ખુશીથી કહી શકશું. પ્રકરણ ૩૦ મું. આનદાત્સવ. મહારાણા પ્રતાપસિ હૈ મેવાડના ઘણાખરા પ્રદેશને જીતી લીધે હતા; પરંતુ અમે મગાઉ કહી ગયા તેમ ચિત્તોડ, અજમેર તથા માંડલગઢ એ ત્રણ કિલ્લાઓ અને તેની આસપાસના મુલક તે જીતી શકયા નહાતા અને તેથી તેમણે પેાતાની રાજધાની ઉદયપુરમાં રાખીને મેવાડના મહારાણાના પદને પુન: પ્રાપ્ત કરી રાજ્ય કારભાર વ્યવસ્થાપૂર્ણાંક ચલાવવાની ગાઠવણ કરી લીધી હતી. શહેનશાહ અકબરે પણ પ્રતાપસિંહને હેરાન કરવાના વિચાર માંડી વાળેલા હતા અને તેથી તેણે પાતાનુ સૈન્ય મેવાડમાં પુન: કદિ પણુ માકલ્યુ' નહાતુ. માગલેના ત્રાસ આ પ્રમાણે દૂર થવાથી મહા રાણા પેાતાના પરિવાર સાથે જો કે આનદમાં દિવસે। વ્યતીત કરતા હતા, તા પણ તેમને ચિતાડ કમજે ન થઈ શકવાથી સંપૂર્ણ શાંતિ મળી નહાતી અને તેથી તે માટે તે ચિંતાતુર પણ રહેતા હતા; પરંતુ એકંદર રીતે તેમનુ જીવન સુખ અને શાંતિમાં વ્યતીત ૩૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290