Book Title: Jain Narratna Bhamashah
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 278
________________ પ્રેમી યુગલ. ૨૬૩ ચંપાએ તે પછી શાહજાદીને કાગળ અતિ બે-ત્રણ વાર વાંચી છે અને તે પછી તેની શંકાનું સમાધાન થઈ ગયું. તેણે અંતરમાં આનંદને ધારણ કરીને કહ્યું. પ્રિયપતિ ! શાહજાદીના કાગળના વાંચનથી મારી શંકાનું સમાધાન થઈ ગયું છે અને તેથી તત્સંબંધી હવે કાંઈ પણ સ્વાલ આપને પૂછવાનું રહેતું નથી, પરંતુ મને તેના કાગળના વાંચનથી દિલગીરી તથા આનંદની લાગણું એકી સાથે જ થાય છે. દિલગીરી એટલા માટે કે તે બિચારી પિતાની ઈચ્છામાં ફલિભૂત થઈ નહિ અને વિશેષમાં તેના પિતાની અકૃપાને ભેગ થઈ પડતાં તેને નજરકેદ રહેવું પડે છે અને આનંદ એટલા માટે કી આપે આરામબેગમ જેવી મહાન એશ્વર્યશાલિની તથા રૂપશાલિની શાહજાદીના ખરા જીગરના પ્રેમમાં નહિ ફસાતાં મારા પ્રત્યેના પ્રેમને દ્રઢતાથી વળગી રહે. વામાં ધર્મને માન્ય છે. પ્રિયતમ ! ખરેખર આપ મનુષ્ય નહિ, પણ દેવ છે; કારણ કે શાહજાદી જેવી પરમ નવયૌવના તરૂણુના પ્રેમમાં નહિ ફસાતાં આપ આપના ધર્મને વળગી રહ્યા, એ કાંઈ સહજ વાત નથી. સુંદરીની સૌદર્યજવાલામાં ઘણા મહાન ગણાતા પુરૂષે પણ અંધ બનીને કુદી પડયા છે, એ ઈતિહાસ પ્રસિદ્ધ વાત છે; પરંતુ આપે સૌંદર્યને, મોહને, એશ્વર્યને, લેભને અને કામને ઠેકરે મારીને હૃદયની નિર્મળતા દર્શાવી આપી છે અને તેથી આ૫ દેવના ઉપનામને સર્વથા લાયક છે. પ્રાણનાથ! હું આપને તે માટે ધન્યવાદ આપું છું.” વિજયે પિતાની પ્રિયતમાનું લંબાણ ભાષણ સાંભળીને આ નંદ પામતાં કહ્યું. “પ્યારી! તું મારા ગુણાનુવાદ ગાઇને મને દે. વની ઉપમા આપી ધન્યવાદ આપે છે, એ ઠીક છે, પરંતુ તે પણ મારા પ્રત્યેના તારા પ્રેમને તારા પિતાની વિરૂદ્ધતા છતાં દ્રઢતાથી વળગી રહેવામાં જે ધૈર્ય દર્શાવ્યું છે, તે કાંઇ જેવું તેવું સામાન્ય કાર્ય નથી અને તેથી તેને પણ હું સ્વર્ગલોકની દેવીની ઉપમા આપી તને શતકેટી ધન્યવાદ આપું, તે તેમાં જરા પણ અતિશયેકિત કરી કહેવાશે નહિ. પ્રિય ચંપા ! હાલ મારી સ્થિતિ બદલાઈ ગઈ છે; પરંતુ જે સમયે મેં તારા આવાસને ત્યાગ કર્યો, તે સમયે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290