Book Title: Jain Narratna Bhamashah
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 283
________________ ર૬૮ ભાગ્યવિધાયક ભામાશાહ. ચાલી રહ્યું હતું, તેમાં છેવટે આપણને ભગવાન એકલિંગજીની કૃપાથી વિજય મળ્યો છે, તે વાત તમે સર્વ જાણે છે. હવે આ યુદ્ધમાં પિતાના આપ્તજને અને પોતાના પ્રાણની પણ દરકાર કર્યો સિવાય જે જે માણસોએ મારી સાથે રહીને તથા વને વને ભટકીને મને જે અમૂલ્ય સહાય કરી છે, તે તે માણસોની ગ્ય કદર કરવાને અને તે નિમિત્તે આનંદેત્સવ ઉજવવાને માટે આ દરબાર ભરવામાં આવ્યા છે. મારે ઘણાજ આનંદપૂર્વક કહેવું જોઈએ છે કે મારી સાથે દુ:ખ સહન કરવામાં જે સરદારો હતા તે સર્વેએ મને ઘણું અમૂલ્ય સહાય કરેલી છે; પરંતુ તે સર્વમાં મંત્રીશ્વર ભામાશાહે મને-કહો કે સમસ્ત મેવાડને-જે સહાય કરી છે, તેની ક્યા શબ્દમાં પ્રશંસા કરવી, તે મને સુજતું નથી. મંત્રીશ્વર ભામાશાહે મારા દુઃખના દિવસોમાં મારી સાથેના સાથે રહી મારી નિરાશાના વખતે ગ્ય સલાહ અને ઉત્સાહ આપવાની સાથે ચપનના પ્રદેશમાં થયેલા યુદ્ધમાં મેગલ સરદાર ચંદ્રસિંહની તલવારને ભેગથતાં મને બચાવી લીધો હતો. આ ઉપરાંત મેવાડના પુનરૂદ્ધાર માટે પોતાની સકલ સંપત્તિને ભેગ આપીને તેમણે દેશના રક્ષણ માટે જે સ્વાર્પણ કર્યું છે, તે ખરેખર મારા એકલાનાજ નહિં; કિન્તુ સમસ્ત મેવાડના ધન્યવાદને પાત્ર છે. મારે ખાસ ભાર દઈને કહેવું જોઈએ છે કેમંત્રીશ્વર ભામાશાહે પિતાના અખુટ ધનને મેવાડના પુનરૂદ્ધાર માટે જે મને અર્પણ ન કર્યું હોત, તો આજે પણ મેવાડ પરતંત્ર દશામાંજ હેત અને તમારો આ મહારાણે કોણ જાણે કેટલાએ દૂરના દેશમાં નિરાશ બનીને ચાલ્યા ગયા હતા. આ કારણથી એટલે કે તેમનાં અલૈકિક સ્વાર્પણથી જ મેવાડને વિજય થયો છે અને તેથી તેને સઘળો યશ તેમનેજ મળ્યો છે. મંત્રીશ્વરે પિતાની જન્મ ભૂમિના રક્ષણને માટે અને પોતાના દેશના ઉદ્ધારને માટે જે કિંમતી સહાય કરેલી છે, તે બદલ તેમની શી અને કેવી કદર કરવી તે મને જે કે સુજતું નથી, તો પણ કુલ નહિ ને ફુલની પાંખડી, એ ન્યાયે મારાથી બનતી કદર કરવાની આ તકને લાભ લેવાનું મને ઉચિત લાગે છે. મંત્રીશ્વર ભામાશાહને વંશપરંપરાને માટે મેવાડની કેટલીક જાગીરે આપવાની છે, તે વિષે હું આગળ ઉપર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290