Book Title: Jain Narratna Bhamashah
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 287
________________ ૨૭૨ ભાગ્યવિધાયક ભામાશાહ. એ સર્વથા સ્વાભાવિક અને ઉચિત જ છે. મારા પિતાના અનુભવ ઉપરથી હું ખાતરીપૂર્વક કહું છું કે મેવાડના ઉદ્ધારને માટે મંત્રીશ્વર ભામાશાહ જે સ્વાર્પણ કર્યું છે, તે અલોકિક જ છે અને તેથી મેવાડના ઉદ્ધારને બધો યશ તેમને આપવાને મહારાણાશ્રીએ જે ઉદ્દગારો કહાડ્યા છે, તે સત્યજ છે. મેવાડને ઉદ્ધાર કરનાર મંત્રીશ્વર ભામાશાહજ છે, તેમની જ સહાયથી આપણને વિજય મળે છે અને તેમની જ સલાહથી આપણે આ શુભ દિવસ જેવા ભાગ્યશાલી થઈ શક્યા છીએ. ગુણવાન પુરૂષે પોતાના ગુણની થતી પ્રશંસાને સાંભળવાનું પસંદ કરતાં નથી, એ ન્યાયે જે મંત્રીશ્વર ભામાશાહ પિતાની પ્રશંસાને સાંભળવાને ઈચ્છતા ન હોય, તે તે સ્વાભાવિકજ છે; પરંતુ તેમણે પોતાના અખુટ ધનને દેશના ઉદ્ધારને માટે જે ભેગ આપે છે, તે પ્રશંસાને જ પાત્ર છે.” આ પ્રમાણે બેસીને ગોવિંદસિંહ બેસી જતાં પુન: “મહારાણા પ્રતાપસિંહને જય, મેવાડના ઉદ્ધારકત્તને જય અને જન્મભૂમિ મેવાડને જય,’ એ ત્રણ જયકારોથી દરબાર ગાજી રહ્યો. ક્ષણવાર રહી દરબાર બરખાસ્ત કરવાની આજ્ઞા મહારાણાએ આપતાં દરબારીઓ મહાશણુને નમન કરીને આનંદમગ્ન થતા થતા ચાલ્યા ગયા. મહારાણા અને યુવરાજ પિતાનાં મહાલમાં ગયા અને મંત્રીશ્વર ભામાશાહ, કૃષ્ણલાલ અને કર્મસિંહ ત્રણે સાથે ભામાશાહના આવાસે ગયા. દરબાર જેવાને એક થયેલું સ્ત્રીમંડળ પણ વિવિધ વાર્તાલાપ કરતું શ્વસ્થાનકે ચાલ્યું ગયું. આ દરબારની ઘટના બન્યા પછી યુવરાજને રાજ્યાભિષેક કરવાની તૈયારીઓ ચાલી રહી. યુવરાજ અમરસિંહને રાજ્યાભિષેક અને રુકિમણની સાથે તેનું લગ્ન એ બને ક્રિયાઓ સાથેજ થવાની હોવાથી ઉદયપુરમાં ચોતરફ આનંદ પથરાઈ ગયે હતું. રાજ્યાભિષેક તથા લગ્નની તૈયારીઓ થઈ રહેતાં એગ્ય મુહુર્ત બને શુભ કાર્યોને કરવામાં આવ્યાં. યુવરાજનાં લગ્ન થયાં પછી કર્મસિંહ તથા કુસુમનાં લગ્ન પણ થઈ ગયાં. આ પ્રમાણે ઉભય પ્રેમી યુગલે લગ્નની પવિત્ર ગાંઠથી એકત્ર થઈને સ્વર્ગીય સુખને અનુભવ કરવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290