Book Title: Jain Narratna Bhamashah
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 288
________________ આનંદોત્સવ. ૨૭૩ લાગ્યાં. અમરસિંહને મેવાડના રાજ્યને ભાર એંખ્યા પછી તથા કૃષ્ણલાલને મંત્રીશ્વરની પદવી આપ્યા પછી મહારાણા પ્રતાપસિંહ દેવી પદ્માવતી તથા અલકાસુંદરી સાથે ઉદયપુરના ઉપવનમાં સરેવરના તટે પર્ણકુટીઓ બાંધી રહેવા લાગ્યા અને મંત્રીશ્વર ભામાશાહ પણ તેમની સાથે રહેવાને ગયા. વાચક બધુઓ અને બહેને! અત્રે આ ઐતિહાસિક નવલકથા સંપૂર્ણ થાય છે. મેવાડના ભાગ્યવિધાયક મંત્રીશ્વર ભામાશાહની વિરતા, દ્રઢતા અને સ્વદેશભકિતથી મેવાડને પુનરૂદ્ધાર થયે હતું, એ વાતને માત્ર અમેજ કહીએ છીએ તેમ નથી, કિન્તુ બધા ઈતિહાસકારો એમજ કહે છે અને તેથી મંત્રીશ્વર ભામાશાહને મેવાડને ઉદ્ધારકર્તાનું બિરૂદ મળેલું હતું. આજે તે વીરશિરોમણી પ્રતાપસિંહ નથી, તેમ મેવાડને ઉદ્ધારકર્તા સ્વદેશભકત ભામાશાહ પણ નથી પરંતુ એ ઉભય પુરૂષોત્તમ વીરેની કીતિ સમસ્ત હિન્દુસ્તાનમાં ચોતરફ ગવાઈ રહી છે અને એજ એમના અમરત્વનું સુચિન્હ છે. એક જેન–દયાધર્મને પાળનારા વણિકના હાથે તેની અપૂર્વ ઉદારતાથી મેવાડને પુનરૂદ્ધાર થયે, એ જૈન ઈતિહાસની સર્વોત્તમ ઉજજવળ ઘટનાહવાથી સમસ્ત જેનીઓને માટે અત્યંત ગેરવને વિષય છે. પરમાત્મા નીઓના હાથે દેશ, સમાજ અને ધર્મની સેવાનાં આવાં અનેક કાર્યો કરવાને સુઅવસર પુન: પુન: આપે, એજ અંતઃકરણની તિવ્ર શુભેચ્છા છે. અસ્તુ. ધન્ય છે, પ્રતાપસિંહ તમારી દ્રઢતાને ! અને ધન્ય છે, ભામાશાહ તમારી ઉદારતાને ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290