Book Title: Jain Narratna Bhamashah
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 285
________________ ૨૭૦ ભાગ્યવિધાયક ભામાશાહ. સલું બરરાજ ગોવિંદસિંહજી, ચંદાવત કૃષ્ણ, રણવીરસિંહ, કર્મ, સિંહ, ભીલનાયક અને ભીલ સરદારો, ઠાકોર રાયધવલ તથા બીજા ઠાકોરો અને બીજા જે જે સરદારો તથા સૈનિકે એ દેશના રક્ષણના કાર્યમાં જે કિંમતી સહાય મને કરી છે તે સર્વ વીર પુરૂષોની તથા જેમણે પોતાના પ્રાણને યુદ્ધમાં ભેગ આપે છે. તેમના વંશ જેની યોગ્ય કદર કરવાનું હું વિસરી જ નથી. તેઓ સર્વને પિત પિતાને ગ્ય એવા ઇનામ અને જાગીરે અર્પણ કરવાનું જાહેર કરૂં છું. આ ઇનામ તથા જાગીરોની સવીસ્તર હકીક્ત હું થોડા સમયમાં તમને જણાવવાનું વચન આપું છું. આ ઉપરાંત યુદ્ધના કાર્યમાં મેં મારું સઘળું જીવન વ્યતિત કરેલું હોઈને હવે મારી પ્રભુભક્તિ કરવાની ઈચ્છા હોવાથી મને શાંતિવાસની જરૂર છે અને તેથી મેવાડને ચિરસ્મરણય મુકુટ થોડા જ વખતમાં હું યુવરાજ અમરસિંહને સુપ્રત કરવા માગું છું અને તેથી તે માટેનો તથા મારા અત્યંત પ્રીતિપાત્ર સરદાર રાજા રઘુવીરસિંહની કન્યા રુકિમણું સાથે યુવરાજ અમરસિંહનું લગ્ન કરવાની સર્વ પ્રકારની તૈયારી કરવાની સૂચના મંત્રીશ્વરને આપું છું. વળી મારા જાણવામાં આવ્યું છે કે મંત્રીશ્વર ભામાશાહ પણ પિતાની પુત્રી કુસુમનું લગ્ન કર્મસિંહ સાથે કરવાને ઈચ્છા ધરાવે છે અને તેથી તેમનાં લગ્નની સર્વ વ્યવસ્થા પણ મારા રાજ્ય તરફથી કરવાની આજ્ઞા કરૂં છું. છેવટમાં જેની કૃપાથી આપણે પુન: આનંદના દિવસો જેવા ભાગ્યશાલી થઈ શક્યા છીએ, તે ભગવાન એકલિંગજીને જ્ય બેલી હું મારું વક્તવ્ય પૂર્ણ કરૂં છું.” મહારાણા પ્રતાપસિંહ પિતાના સિંહાસન ઉપર એ પ્રમાણે બોલીને બેસી ગયા કે તુરતજ દરબાર “ ભગવાન એકલિંગજીને જય, મેવાડના મહારાણનો જય “સ્વતંત્રતાદેવીને જય ” એ વાથી ગાજી ઉઠ્યો. આ હર્ષની ગર્જના શાંત પડ્યા પછી મંત્રીશ્વર ભામાશાહ પિતાના આસન પરથી ઉઠ્યો અને તેને પણ સભાજનેએ વધાવી લીધું. ત્યારબાદ તેણે બોલવાની શરૂઆત કરતાં કહ્યું. “ક્ષત્રિયકુલતિલક મહારાણા! વીરશિરોમણી સરદારે! અને સદગૃહસ્થો ! મેવાડને પુનરૂદ્ધાર કરવાની આપણું ઘણું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290