Book Title: Jain Narratna Bhamashah
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 284
________________ આનંદોત્સવ. ૨૬૯ વિચાર કરીને જાહેર કરીશ; પરંતુ તે દરમ્યાન અત્યારે તે મેવાડના ઇતિહાસમાં તેમનું નામ સુવર્ણાક્ષરે કેતરાઈ રહે એવી નવાજેશ તેમને કરવાની મારી ઈચ્છા છે અને તેથી તેમને મેવાડના ભાગ્યવિ. ધાયક અને તેમના વંશજોને મેવાડના ઉદ્ધારકર્તાની માનવંત ઉપાધિ હું આજથી જ આપીને મારી એ ઈચ્છાને પૂર્ણ કરું છું. સભાજને! મેવાડના ભાગ્યવિધાયક અને ઉદ્ધારકત્તની પદવીઓ તેમને અને તેમના વંશજોને સર્વથા યોગ્ય છે, કારણકે તેમની જ સહાયથી મેવાડને પુનરૂદ્ધાર થયે છે, એ વારંવાર કહેવાની અગત્ય હવે રહેતી નથી અને તેથી તેમને જે પદવીઓ આપવાની હું આ તક લઉં છું, તેમાં તમે સો સંમત થશે.” દરબારમાં ચતરફથી અવાજ આવ્યું. “અમે સર્વ મહારાણાની ઈચ્છાને સંમતિ આપીએ છીએ. લાયક માણસની યોગ્ય કદર કરવી, એ રાજાને ધર્મ છે અને તેથી મંત્રીશ્વરને આપ જે પદવીઓ આપે છે, તે સર્વથા ઉચિત જ છે.” અવાજ બંધ થતાં મહારાણાએ આગળ ચલાવ્યું. “ ખારા ભાઈઓ ! ભગવાન એકલિંગજીની કૃપાથી અને તમારા સર્વના પ્રયાસથી મેવાડને પુનરૂદ્ધાર થઈ શક્યા છે અને જે સ્વાધીનતાને માટે આપણે અથાગ પરિશ્રમ કરતા હતા અને દુઃખને સહેતા હતા, તે આપણે પ્રાપ્ત કરી શક્યા છીએ અને તેથી તે માટે આપણે ગૈરવ ધરવાનું છે. મેવાડના પુનરૂદ્ધારને ખરે જશ તે તમને જ મળે છે, કારણકે તમે જે મને સહાય ન કરી હતી તે હું એકલો શું કરી શકત? આ આનંદના પ્રસંગે લાંબા સમયના યુદ્ધ દરમ્યાન ઝાલાકુલતિલક રાજા માનસિંહ વગેરે વીર સરદાર તથા રાજપુતો કે જેઓએ પિતાના પ્રાણને પણ દેશના રક્ષણને માટે ખુશીની સાથે જતાં કર્યા છે, તેમના માટે દિલગીરી દર્શાવવાની તકને પણ હું જતી કરતું નથી, પરંતુ તે દિલગીરી સાથે આપણે આનંદને પણ ધરવાને છે અને તે એ છે કે તેમણે પિતાના દેશની સ્વતંત્રતા મેળવવાને માટે પ્રાણાર્પણ કરેલું હોવાથી તેમનાં નામે અમર થઈ ગયા છે. એટલું જ નહિ પણ તેઓ અક્ષય કીર્તિને સં. પાદન કરીને સ્વર્ગલેકમાં ગયા છે. હવે મંત્રીશ્વર ભામાશાહ સિવાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290