Book Title: Jain Narratna Bhamashah
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 281
________________ ભાગ્યવિધાયક ભામાશાહ થતું હતું. આ શાંત અને સુખની યોગ્ય તકને લાભ લઈ તેમણે લાંબા સમયના યુદ્ધ દરમ્યાન જે માણસોએ પિતાના દુઃખમાં ભાગ લીધો હતો, તે માણસની ગ્ય કદર કરવાને અને તે નિમિતે આનંદેત્સવ કરવાને માટે તેમણે થોડા જ સમયમાં એક દરબાર ભરવાનું નકકી કર્યું હતું. આ દરબારને દિવસ પણ મુકરર કરવામાં આવેલ હોવાથી તે માટેની જરૂરી તૈયારીઓ પણ ચાલી રહી હતી. એગ્ય સમયે દરબારને માટે મુકરર કરેલે દિવસ આવી પહોંચે. તે દિવસે પ્રાત:કાળથી જ રાજમહાલયમાં માણસની દોડધામ થઈ રહી હતી. જે વિશાળ ઓરડામાં દરબાર ભરવાનું નક્કી થયેલું હતું, તેને અચ્છી રીતે શણગારવામાં આવ્યું હતું. એક બાજુ મધ્યમાં મહારાણા અને યુવરાજનાં સિંહાસ અને તેની બન્ને બાજુએ રાજ્યના ભાયાત, સરદાર, અધિકારીઓ, વિદ્વાન પંડિતે અને પ્રજાજનોના જુદાં જુદા આસને ગોઠવેલાં હતાં. પ્રાત:કાળના બીજા પ્રહરની નોબત વાગી ગયા પછી માણસની આવ-જા વધી પડી. કારણ કે દરબારને સમય નજીક આવતે જતો હતો અને તેથી દરબારમાં બેઠક લેનારાં માણસો ઉતાવળાં ઉતાવળાં ક્રમાનુસાર આવીને પોતપોતાના આસન ઉપર બેસતાં હતાં. રાજ્યના ભાયાતો મૂછોને વળ દેતા હતા. સરદારે છાતી કહાડીને ટટ્ટાર બેઠા હતા. વિદ્વાને અને પંડિતે પરસ્પર વાર્તાલાપ કરતા હતા અને પ્રજાના આગેવાનો આનંદ ન જણાતા હતા. સમસ્ત દરબાર ચિકાર ભરાઈ ગયો હતે. વચ્ચે રાજ્યના આશ્રિત કવિઓ પલાંઠી વાળીને આતુરતાથી બેઠેલા હતાં. આ એારડાની લગોલગ એક બીજે પણ એર હતું અને તેની વચ્ચેની દિવાલમાં દ્વારાખેલું હોવાથી ત્યાં ચક નખાવીને સ્ત્રીવર્ગને માટે બેસવાની ગોઠવણ કરવામાં આવેલી હતી. સ્ત્રી વર્ગમાં મહારાણી પદ્માવતી, અલકાસુંદરી, રાજકુમારી કમળા, સલુંબરરાજની કન્યા યમુના, રાજા રઘુવીરસિંહની કન્યા રૂકિમણું, ભામાશાહની પુત્રી કુસુમ, કૃષ્ણલાલની પત્ની મનેરમાં અને તે ઉપરાંત અન્ય સરદાર અને પ્રજાના આગેવાનની સ્ત્રી, બહેને અને પુત્રીઓ હાજર હતી. તેઓ સર્વ ચકની આડમાંથી દરબારના કાર્યક્રમને જેતી હતી અને પરસ્પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286 287 288 289 290