Book Title: Jain Narratna Bhamashah
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 272
________________ : - પ્રેમી યુગલ. ૨૫૭ પણ તેના પિતાના તેને કોઈ લાયક અને શ્રીમંત યુવક સાથે પરણાવવાના આગ્રહની સામે પોતાની દ્રઢતાને ટકાવી રાખી હતી. આ ઉભય પ્રેમીઓનાં હૃદયમાં શુદ્ધ અને નિર્મળ પ્રેમને જન્મ થયેલ હોવાથી તેઓ પોતાની દ્રઢતાને છેવટ સુધી સાચવી શકયાં હતાં અને તેથી જ તેઓ પોતાની ધારણામાં ફલિભૂત થયાં હતાં. ચંપાએ કરેલા વ્રતના ઉત્સવ પછી થાનસિંહ શેઠે તેનું વિ. જય સાથે લગ્ન સુરતમાં જ કરી નાંખ્યું હતું. આ સમયે ખુદ શહેન શાહ અકબરે જાતે હાજર રહીને તેમને અખુટ સંપત્તિથી નવાજ્યાં હતાં. લગ્ન થયા પછી વિષય અને ચંપાનું પ્રેમીયુગલ જેમને અનુભવ કરતું સુખમાં રિસે વ્યતિત કરતું હતું. આજે સુધી નવલકથાની અન્ય ઘટનાઓમાં આપણે ગુંથાયલા રહેવાથી તેમને વિસરી ગયા હતા, પરંતુ હવે તેની સમાપ્તિ થવાની હોઈ તેમનાં સુખી સંસારનું એકાદ ચિત્ર આલેખવાની અમારી તીવ્ર ઈચ્છાને અમે રોકી શકતા નથી. આ બધા સમય દરમ્યાન વિજય પોતાની પ્રિયતમા ચંપાના સુખભર્યો સહવાસમાં રહેવાથી શાહજાદી આરામબેગને સર્વથા વિસરી ગયે હતું, પરંતુ શાહજાદી તેને તેની પેઠે વિસરી ગઈ હતી. શહેનશાહ અકબરે શાહજાદીની પ્રત્યેક ચર્યા ઉપર સખ્ત દેખરેખ રાખેલી હોવાથી તે પુન: વિજયને કદાપી મળી શકી નહેતી, પરંતુ તેથી કરીને તેનાં હૃદયમાંથી વિયની સ્મૃતિ ભૂંસાઈ ગઈ નહોતી. તે પિતાના આવાસમાં અને તાતારિણે સ્ત્રીઓ અને હબસી ગુલામેના સખ્ત ચોકી પહેરામાં રહ્યા છતાં પણ વિજયને પ્રતિદિન સંભારતી હતી અને તેનું સદૈવ ધ્યાન ધરતી હતી. શાહજાદી આરામબેગમનાં હૃદયમાં વિજય પ્રતિ જે લાગણું અસ્તિત્વ ધરાવતી હતી, તેને શુદ્ધ અને નિર્મળ પ્રેમની ગણનામાં મૂકવી કે કેમ, તે અમે જાણતા નથી માટે તેને નિર્ણય કરવાનું કાર્ય અમે અમારા વાંચક મહાશયને જ મેંપીએ છીએ અમે ઉપર કહી ગયા તેમ વસંત રૂતુ તે ચાલતી જ હતી અને વળી વિશેષમાં જે સમયની ઘટનાને ઉલેખ કરવાને પ્રસંગ અત્રે ૩૩ : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290