Book Title: Jain Narratna Bhamashah
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 275
________________ ૨૬૦ ભાગ્યવિધાયક ભામાશાહ. તપાસીને જે તે તે એક બંધ કરેલું પરબીડિયું હતું. તેણે તુરતજ ઉપરનાં પરબીડીયાને ફાડી નાંખીને અંદરથી લાલ રંગને કાગળ કહાડ્યો અને તેને નીચે મુજબ વાંચવા માંડ્યો – વિજયકુમાર !" ઘણું દિવસે આ પત્ર લખું છું. તેથી તમને અજાયબી તે થશે, પરંતુ મારા હૃદયમાં તમારા માટે જે લાગણ રહેલી છે, તેને આપણું પુન: મીલનની અશકયતાને લઈ પત્ર દ્વારા તમને છેલ્લીવાર દર્શાવવાની આવશ્યક્તા મેં સ્વીકારી છે અને તેના પરિણમે ઈછાએ કે અનિચ્છાએ આ કાગળ તમારા તરફ લખી મોકલે છે. મારા મહાલયમાં તે રાત્રિએ જ્યારે આપણું મીલન થયું હતું, ત્યારે મેં તમને સ્પષ્ટતાથી કહ્યું હતું કે હું તમને ઘણા સમય પૂર્વેથી એટલે કે મારી સખી ચંપાના - આવાસમાં તમને મેં પ્રથમવાર જોયા, ત્યારથી ચાહતી આવી છું અને હજુ પણ કહું છું કે મારા હૃદયમાં તમારા તરફ જે ચાહના છે, તેમાં જરા પણ ન્યુનતા થયેલી નથી અને તેથી હું તમને પ્રથમ જે રીતે ચાહતી હતી, તેજ રીતે હાલ પણ ચાહું છું. સમસ્ત હિંદુસ્થાન જેનાં ચરણેમાં મસ્તક નમાવી રહ્યું છે, તેવા પ્રબળ પ્રતાપી સમ્રાટ અકબરશાહની હું અતિ વહાલી શાહજાદી છું, એ જાણવા છતાં પણ તમે મારા ખરા જીગરના પ્રેમને તિરસ્કારે છે, ત્યારે કાંઈ નહિ તે માત્ર સ્વમાની આંતર પણ મારે તમારી ઉપેક્ષા કરવી જોઈએ; પરંતુ કેણું કશાથીએ મારાથી તેમ થઈ શકતું નથી. મારા હૃદયમાં તમારી મનહન મૂરતિ એટલી બધી સચોટ રીતે અંકિત થયેલી છે કે તેને દૂર કરવાનો પ્રબળ પ્રયાસ કરવા છતાં પણ તેમ થઈ શકયું નથી. હું જાણું છું કે તમે હિંદુ છે, હું મુસલમાન છું અને તેથી તમારા પ્રત્યેની મારી ગમે તેવી અને ગમે તેટલી ચાહના છતાં પણ મારું અને તમારું એય થવું, એ સર્વથા અશક્ય છે. આ સ્પષ્ટ વાત જાણવા છતાં પણ મારે તમારા તરફ જે પ્રેમ છે, તેને તથા ખુદ તમને હું કઈ પણ રીતે વિસરી જઈ શકું તેમ નથી અને તેથી પાક પરવરદેગારને હાજર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290