Book Title: Jain Narratna Bhamashah
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 269
________________ ૨૫૪ ભાગ્યવિધાયક ભામાશાહ. થયો. સંસારની ઘટમાળ આ પ્રમાણે જ ચાલી રહી છે. ઉદય અને અસ્તના ત્રિકાલાબાધનિયમનું સત્ય આ ઉપરથી આપણે સમજી શકીયે છીએ. મેવાડને પરાજય અને ત્યારબાદ તેને પુનરૂદ્ધાર એજ આ નિયમનું રહસ્ય છે. મંત્રીશ્વર ભામાશાહના સ્વાર્પણથી મેવાડને પુનરૂદ્ધાર થયે, એ પ્રત્યેક ઇતિહાસકાર સ્વીકારે છે અને તેથી તેની કીર્તિ મેવાડના ઉદ્ધારકર્તા તરીકે “Tiદ્ર ” બનવા પામી છે. એક જેનના હાથથી–તેના સ્વાર્પણથી મેવાડને પુનરૂદ્ધાર થયે તેની સ્વતંત્રતા સચવાણ, તેની પ્રજાનું રક્ષણ થયું, તેના ભાગ્યનું પરિવર્તન થયું અને રજપુતની આબરૂ ઉજજવળ રહેવા પામી, એ સમસ્ત જેનીઓને માટે કાંઈ જેવા તેવા ગેરવનો વિષય નથી. જે મેવાડ ધન-જનશૂન્ય બની ગયું હતું, તે પિતાના સ્વામીના આગમનથી પુન: મંગળમય બની ગયું અને જે મેવાડીઓ પ્રતાપસિંહના પરાજ્યથી દુખમાં દિવસે પસાર કરતા હતા, તેઓ તેના વિજયથી આનંદસાગરમાં ડેલવા તથા સુખપૂર્વક રહેવા લાગ્યા. પ્રબળ પ્રતાપી મેગલ સમ્રાટ શહેનશાહ અકબરના ચરણોમાં જ્યારે અન્ય રાજપુતે પિતાના મસ્તકને નમાવી રહ્યા હતા, ત્યારે મેવાડને મહારાણે પ્રતાપસિંહજ માત્ર પિતાનું મસ્તક ઉન્નત રાખી શકો હતે. પ્રકરણ ૨૯મું. પ્રમી યુગલ. “ અગાધ ભવ સિંધ તરન, ઓર ન કોઈ ઉપાય; પ્રેમ નાવ કે આશરે, પ્રેમી-જન તરે જાય.” વસંતરૂતુ ચાલતી હતી. હતુરાજ વસંતના આગમનથી જાઈ, જુઈ, ગુલાબ, મેંગો અને ચંપાદિ કુંલે ખીલી રહ્યાં હતાં, સરોવરમાં કમળનાં પુપે નૃત્ય કરી રહ્યાં હતાં, મધુર અને મંદ પવન વહેતો હતોદિવસ આનંદી જણાતા હતાં અને મનુષ્ય હર્ષમાં મેજથી વૈભવ માણતાં હતાં. વસંતરૂતુ એ પ્રેમક્રિીડાનું મુખ્ય સાધન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290