Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
૨૭
અખૂટ પુસ્તક જૈન બંધુઓની જાગૃતિ-જૈન બંધુઓ પણ જાગ્રત થયા છે, અને પોતાના ભંડારોની કીંમત સમજતા થયા છે. જેન કામના નેતાઓને બેઘડી મુશ્કેલી વચ્ચે કામ લેવું પડે છે. એક તે એ કેમના મોટા ભાગે કેળવણીના ફલ ચાખ્યાં નથી, એટલે તેને સાહિત્યનો રસ લાગ્યો નથી. બીજું એ કે એ કામનો સાક્ષરતા પામેલે વર્ગ સાધુ, યતિ, મુનિજી વગેરેના, તે પણ અમુક અપવાદો સિવાય ભારેમાં ભરાઈ રહેલી સામગ્રીને બહાર લાવવાની વિરુદ્ધ છે. આવી. મુશ્કેલીઓ છતાં ધન્ય છે તેઓશ્રીને જેઓએ પ્રાચીન ભંડારોમાં અંધકાર સેવતાં લાખો ગ્રન્થમાંથી થોડા પણ પ્રસિદ્ધિમાં આણી આપણા જુના. સાહિત્યપર, આપણું જૂની ભાષા રચના પર, આપણાં જૂનાં કાવ્યોની વસ્તુ પર પ્રકાશ નાખ્યો છે. સ્વર્ગસ્થ ભાઈ ચીમનલાલ દલાલ કે એવાજ કાર્યમાં ઘૂમી રહેલા ભાઈ મોહનલાલ દલીચંદ દેસાઈ કે જૈન ગૂર્જર સાહિત્યહારવાળી સંસ્થા તરફથી આનંદ કાવ્ય મહોદધિની મૌક્તિ માળ પવનારે ઝવેરીઓનો જેટલો આભાર માનીએ તેટલ શેડો. એવા એવા સાહિત્ય વિલાસીઓના પ્રયાસથી આપણે જોઈ શક્યા છીએ કે શું નરસિંહ મહેતાના સમયમાં કે. શું તેની પૂર્વે પણ જૈન તથા જૈનેતર લેખક અને કવિઓની ભાષામાં. કે કૃતિમાં માત્ર સામ્પ્રદાયિક ભેદ બાદ કરતાં બીજી કોઈ રીતે ભિન્નતા. જેવામાં આવતી નથી.”
આ મારા સંશોધન માટે સગત સાક્ષરવર્ય શ્રી મોહનલાલ: દલીચંદ દેસાઈનો જેટલો ઉપકાર માનું એટલો ઓછો છે. તેઓશ્રીના શ્રી જૈન ગૂર્જર કવિઓ ભાગ ૧-૨-૩ ખંડ ૨, તથા જન સાહિત્મનો સંક્ષિપ્ત ઈતિહાસ એ પુસ્તકના આધારે મુખ્યત્વે આ સામગ્રી ભેગી કરી શકાઈ છે. જુદા જુદા કવિવરની સાલવાર યાદિ તથા પ્રકાશનોની બેંધો તથા સામાન્ય જીવન પરિચય તયાર કરવામાં પણ તેમનાં પુસ્તકે બહુ ઉપયોગી નીવડ્યાં છે. આથી જ જુદા જુદા