Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
સંપાદકીય
શ્રી ગાડી પાર્શ્વનાથાય નમ: વિ. સં. ૨૦૧૩માં શ્રી સંભવનાથ ભગવાનના ૯૬ છનું સ્તવનોમાં સંગ્રહરૂપે “શી સંભવનાથ જિન સ્તવનાવલિ” શ્રી નગીનભાઈ મંછુભાઈ જૈન સાહિત્યોદ્ધાર ફંડ સુરત તરફથી પુસ્તકરૂપે પ્રકટ કરવામાં આવી છે. તે સંગ્રહ કરતાં એવો જ એક સંગ્રહ પ્રથમ તથા અંતિમ તીર્થકર ભગવાન શ્રી ઋષભદેવ તથા ભગવાન શ્રી મહાવીર સ્વામીના સ્તવનોને કરવાની ભાવના થઈ. એમાં વળી કેટલાક સ્નેહીઓએ શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં સ્તવનો પણ સાથે સાથે લેવાની સૂચના કરી. આગળ વધતાં અખંડ બ્રહ્મચારી શ્રી નેમિનાથ ભગવાનનાં સ્તવનો પણ લેવામાં આવે તો વધુ સારું એવી ફુરણા થઈ. એમાં વળી એક પ્રસંગે કાશીવાળા પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિધર્મસરિઝના વયોવૃદ્ધ શિષ્ય ઇતિહાસ તત્ત્વ મહોદધિ આચાર્યશ્રી વિજયેન્દ્રસુરિજી–જેઓશ્રી ભાયખલા-મુંબઈમાં ચાતુર્માસ રહ્યા હતા, તેઓશ્રીએ કહ્યું કે–ભાઈ, પાંચ માંગલિક પરમાત્માઓમાં ભગવાન. શ્રી સાતિનાથજી રહી જાય છે માટે પાંચે પરમાત્માઓના સ્તવનોનો સંગ્રહ તૈયાર કરી પ્રકટ કરાવે, અને એ માટે “શ્રી કલ્યાણકદંબની. પ્રથમ સ્તુતિની યાદ આપી. અને આમ દરેક ચોવીસી કર્તાઓના ઉપર્યુક્ત પાંચે ભગવાનના સ્તવનો એકત્ર કરી છપાવવાનો નિર્ણય થયો.
સાથે સાથે દરેક ચોવીસીઓના કર્તાઓનો સંક્ષિપ્ત જીવન પરિચય અને તેઓની સાહિત્ય કૃતિઓનો પણ ઉલ્લેખ કરવો, જેથી વાચકે ને આપણા આ મુનિવરોના જીવનની અને એમણે કરેલી ગ્રન્થ– રચનાની પણ માહિતી મળી શકે.
જે સમયે સ્વતંત્ર ભારતમાં સ્વતંત્રતા મેળવ્યાને બાર વર્ષ પુરા થઈને તેરમું વર્ષ ચાલે છે જ્યારે દેશ ચૌદ પ્રાન્તમાં વહેંચાઈને