Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
૧૫
વિષયોથી ભરપૂર અને અનુભવથી પરિભૂત હોય છે. નય, નિક્ષેપ, પ્રભુને ઉપાલ, વેગ, પ્રભુના ગુણોનું મરણ પોતાની અને પ્રભુની આત્મભૂમિકાનું ભેદશાન. રાણsઠ્ઠમાંથી મોટું કેમ જલ્દી થઉં તેની તમન્ના, શ્રીમદ્દ દેવચંદ્રજીના વચનાનુસાર “જિનવરપૂજા તે નિજ પૂજના રે” ક્યારે–કેવી રીતે અનુભવાય તેના પારસ્પરિક સંબંધનું ઉન–વિગેરે અનેક બાબતે આત્મગુણને વિકસાવવામાં સહાય કરે છે. અને આત્મા મન વચન કાયાની એકાગ્રતાપૂર્વક તન્મયતા પ્રાપ્ત કરાવી માનવજન્મને સફળ . બનાવે છે.
પ્રસ્તુત કાવ્ય ગ્રંથમાં પ્રાચીન કવિરત્ન મુનિજનોની કાવ્ય પ્રસાદીને પ્રતિભાશય રસમય ચુંરણું વળે સંગ્રહ છે. તે સાથે સંપાદકશ્રીએ ઇતિહાસ દૃષ્ટિ પણ રજુ કરી છે. ગુર્જરભાષામાં જૈન મુનિનાં પ્રતિભાશાળી સર્જનાત્મક કાવ્યો નરસિંહ યુગથી ઘણાં પ્રાચીન છે એ દૃષ્ટાંત સાથે સાલવારી સાથે.સંપાદકશ્રીએ સિદ્ધ કર્યું છે. પ્રસ્તુત પુસ્તક જૈન સાહિત્યરત્નની કાવ્યપ્રસાદીના સંપાદક શ્રી ભાઈચંદભાઈ નગીનદાસ ઝવેરી કે જેઓ શ્રી ગોડીજીના મંદિરનાં અનેક વર્ષો થયાં ટ્રસ્ટી છે; સામાજિક બાબતોમાં અનેક પ્રસંગે આગળ પડતો ભાગ લે છે. એમનાં પિતાશ્રી પણ ટ્રસ્ટી હતા. એમના ધાર્મિક સંસ્કારે તેમનામાં વારસામાં ઉતર્યા છે. એમને પ્રાચીન સ્તવને ઉપર મૌલિક પ્રશસ્ત પ્રેમ છે. એમના પૂજ્ય પિતાશ્રીના સ્મરણાર્થે જૈન સાહિત્યદ્વારકુંડ' સ્થાપ્યું છે તેમાંથી ધાર્મિક પુસ્તકો અને કાવ્યગ્રંથનું પ્રકાશન કરતા રહ્યા છે. એમણે આ ગ્રંથમાં સ્તવનોના નિર્માતા કવિરત્નોની ગ્રંથરચનાનો તારીખવાર ઈતિહાસ કવિશ્રીઓને પરિચય સંશોધન સાથે રજુ કર્યો છે, જે એમની સંપાદક તરીકેની નેધમાં વાંચવાથી માલુમ પડશે. -
આધ્યાત્મિક કાવ્યો આ પ્રવૃત્તિમય જમાનામાં કમનીય અને કાંતિમાન કળા-પ્રકાર છે. પ્રભુભક્તિનાં કાવ્યો જે સંયમી જનની હૃદય ગુહામાંથી આત્મા અને પરમાત્માને અનુલક્ષીને અનુભવપૂર્વક પ્રકટેલ