Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
- બે બેલ. જૈન ધર્મમાં સર્વ શ્રેષ્ઠ સ્થાન જે કઈ વિભૂતિઓનું મનાઈ છે. તે-સર્વને અરિહંતદેવ રૂપે આલેખવામાં આવે છે. શાશ્વન એવા મહામંત્રી શ્રી નવકારમાં સર્વ પ્રથમ વંદન તેમનેજ કરાય છે, કારણકે તેઓને ઉપકાર ધર્મના પ્રણેતા તરીકે અગ્રપદ ભોગવે છે. વર્તમાન ચોવીશીમાં, આ ભારત વર્ષની નજરે એવા ચોવીશ અરહંત કિવા અરિહંતોના નામ આબાળ વૃદ્ધ પ્રસિદ્ધ છે. એ વિભૂતિઓ સ્વબળે, ચાર ઘાતી કર્મો ઉપર સંપૂર્ણ વિજ્ય મેળવે છે અને કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે. એવા વિશિષ્ઠ જ્ઞાનના આધારે આ ચૌદરાજ લેકના સર્વ બનાવ ભૂત-વર્તમાન અને ભવિષ્ય ૫ ત્રણ કાળની દૃષ્ટિએ હાથમાં રહેલ દર્પણ માફક તેઓ જોઈ શકે છે તે જાણી શકે છે. એટલે જ તેઓને સર્વજ્ઞ કહેવામાં આવે છે. આવી પ્રબળ શક્તિ મેળવ્યા પછી તેઓ ધર્મ પ્રવર્તાવે છે. પોતે જે માર્ગ દ્વારા કર્મો ઉપર કાબુ મેળવી આ સંસાર જમણનો કાયમને માટે અંત આણે એ જન સમૂહને દર્શાવે છે. એ રસ્તે શક્તિ અનુસાર ઉદ્યમવંત થવા ઉપદેશ આપે છે. જુદા જુદા સમયે તેઓ ઉત્પન્ન થતાં હોવાથી, અને ઉપર વર્ણવ્યું તેમ જાતે સાધના કરી કેવલ્ય પ્રાપ્ત કર્યા પછી જ ઉપદેશનું કાર્ય શરૂ કરતા હોવાથી એ દરેક વચ્ચે સમયનો ગાળો પડે છે. એટલે એ ક્રિયાને તીર્થ પ્રવર્તન કહેવામાં આવે છે અને ઉપદેષ્ટા પે તેઓ તીર્થંકર પે ઓળખાય છે. આવા ઉત્તમ કોટિના આત્માઓના જીવનને અભ્યાસ કરવાથી, તેઓના ગુણની સ્તવના કરવાથી એવું જીવન જીવવાને આપણને પણ અભ્યાસ પડે એથી આપણા ભાવિ જીવનને રાહ નકકી કરવાની સુગમતા થાય એ સ્તવન કીર્તન પાછળનો મૂખ્ય હેતુ છે. પ્રત્યેક આત્મા પિતાના સામર્થ્ય વડેજ કષાયો પર કાબુ મેળવી, સંસારને ફેરો ટાળી પિતાના આત્માને ટિક જેવો નિર્મળ બનાવવાની શક્તિ ધરાવે છે. એની અવરાઈ ગયેલી એ તાકાતને દેખાડવામાં તીર્થકર