Book Title: Jain Gurjar Kavio Part 01
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 6
________________ બીજી આવૃત્તિના સંપાદકનું નિવેદન સુદીર્ઘ સાહિત્યયજ્ઞ જૈન ગૂર્જર કવિઓ” એ મોહનલાલ દલીચંદ દેશાઈનું ગુજરાતી સાહિત્યને એક અનેરું ને યશકલગીરૂપ પ્રદાન છે. એક માણસ એકલે હાથે આટલી ગંજાવર સામગ્રી એકઠી કરી શકે અને આવી ચુસ્ત વૈજ્ઞાનિક વ્યવસ્થાથી ને વિષયની પોતાની સર્વ જાણુકારીને કામે લગાડીને રજૂ કરી શકે એ ઘટનાને ગુજરાતી સાહિત્યમાં તો જોટો જડવો મુશ્કેલ છે. ૧૯૨૬માં જૈન ગૂર્જર કવિઓને પ્રથમ ભાગ બહાર પડ્યો ત્યારે શ્રી દેશાઈ ૧૫ વર્ષથી આ વિષયમાં કામ કરી રહ્યા હતા. “જૈન ગૂજર કવિઓને ત્રીજો ભાગ ૧૯૪૪માં પ્રગટ થયો. એટલે શ્રી દેશાઈને આ સાહિત્યયજ્ઞ ૩૩ વર્ષ ચાલ્યો એમ કહેવાય. એમણે હસ્તપ્રતભંડારે, વ્યક્તિગત હસ્તપ્રતસંચ, સૂચિઓ, મુદ્રિત ગ્રંથ આદિ જે સાધનને અહીં ઉપયોગ કર્યો છે એની સંખ્યા ૨૦૦ કે વધારે થવા જાય છે. આ હકીકત શ્રી દેશાઈના અસાધારણ પરિશ્રમની ગવાહી પૂરે છે. આજથી ૫૦-૭૫ વર્ષ પહેલાં આ બધાં સાધનો સુધી પહોંચવામાં કેટલી અગવડ હશે એને વિચાર કરીએ ત્યારે શ્રી દેશાઈની સાહિત્યપ્રીતિ ને સંશોધનનિષ્ઠા વિશે પરમ આદર થયા વિના રહેતો નથી. સામગ્રીની પ્રચુરતા અને વૈવિધ્ય “જૈન ગૂર્જર કવિઓ' મુખ્યપણે છે એક સંકલિત હસ્તપ્રતયાદી. પરંતુ શ્રી દેશાઈએ એમાં કેટલીક પૂરક સામગ્રી પણ જેડી છે. ગ્રંથની સામગ્રી પર એક નજર નાખતાં જ પ્રભાવિત થઈ જવાય એવી એની સમૃદ્ધિ છે. એની પ્રથમવૃત્તિનાં કુલ ૪૦૬૧ પાનાંમાં નીચે મુજબની સામગ્રીને સમાવેશ થયેલ છે: ૧. એનાં ૨૯૯૯ પાનાંઓમાં શ્રી દેશાઈએ આપેલા ક્રમાંક મુજબ ૯૮૭ જૈન કવિઓ + ૧૪૧ જૈન ગદ્યકારે + ૯૦ જૈનેતર કવિઓની -તથા એમની અનુક્રમે ૨૦૫૫ + ૮૫૦ + ૯૦ કતિઓની નૈધ આપવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 575