________________
23
ઍટાબરની છૂટીમાં સુરતમાં શેઠ જીવણુંદ સાકરચંદ ઝવેરીના મિત્ર શેઠ ભુરાભાઈ નવલચંદ ઝવેરીતે ત્યાં રહી ત્યાંના જૈન ગ્રંથભડારા નામે શ્રી સીમ ંધર સ્વામીના મંદિરાંતત જૂના ભંડાર, વડા ચૌટાના ઉપાશ્રયના ભંડાર, વડા ચૌટાના બીજો મારા મિત્ર રા. ડાહ્યાભાઈ મેાતીચંદ વકીલ ખી,એ.એલએલ.બી. હસ્તકના ભંડાર, શ્રી માહનલાલજી જૈન શ્વે॰ જ્ઞાનભંડાર, જિનદત્તસૂરિ ભંડાર અને જૈનાનંદ પુસ્તકાલય ભંડાર જોયા. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ મંદિર તથા સગરામપુરાના ઉપાશ્રયમાંની ઘેાડી પ્રતા પણ જોઈ, આ જોવાકારવવામાં ઉક્ત શેડ ભુરાભાઈ, રા. ડાહ્યાભાઈ વકીલ, શેઠ ચુનીલાલ ગુલામચંદ્દાલિયા, રા. મગનલાલ બદામી વકીલ, શેઠ બાલુભાઈ ઉત્તમચંદ, રા. ઠાકારભાઈ, શેઠ પાનાભાઈ ભગુભાઈ, રા. પોપટલાલ પૂ`નભાઈ, શેડ રતનચંદ્ર ખીમચંદ આદિએ જે સહાય આપી છે તે માટે તે સર્વેના આભાર માનું છું. (વિશેષ માટે જુએ જૈનયુગ, ભાદ્રપદ આશ્વિન ૧૯૮૩ના અંક ‘પાટણ અને સુરતની જ્ઞાનયાત્રા' એ નામની મારી તંત્રી તરીકેની તેાંધ પૃ.૪-૫.)
સ.૧૯૮૪માં નાતાલની રજામાં અમદાવાદ જઈ શ્રી વીરવિજયના અપાસરાના ભંડાર રા. અમૃતલાલ ચુનીલાલ દ્વારા જોવાની સુપ્રસિદ્ધ આગેવાન રા. કેશવલાલ પ્રેમચંદ મેાદી ખી.એ,એલએલ,ખી, વકીલે ગાઠવણુ કરી આપી, તે તે ભંડારના સાચવનાર શેડ મણિલાલ ગેાકળદાસ જકાભાઈએ પૂરી સગવડતા કરી આપી તે માટે તે બધાને ઉપકાર, ત્યાં ચાર દિવસ કા કર્યા પછી પાલણપુરમાં શ્રી જિનવિજય અને પ... સુખલાલ સાથે જઈ ત્યાંના સુપ્રસિદ્ધ શેઠ (હાલ સ્વ૦) ચંદુલાલ કટારને ત્યાં ઊતરી ત્યાંના ડાયરાના અપાસરાને ભંડાર મુનિ ધીરવિજયની સહાયથી જોવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું તે પછી આરાસહુના ભવ્ય અને ઉત્તમ શિલ્પકલાની મૂર્તિ સમાં જૈનમદિરાની તી યાત્રા કરી ત્યાંના શિલાલેખા શ્રી જિનવિજયની મહત કૃપા અને વિદ્વત્તાના યાગથી ઉતારી લીધા. (વિશેષ માટે જુએ ‘જૈનયુગ'ના પોષ ૧૯૮૪ના અંક, તેમાં ‘અમારી જ્ઞાનયાત્રા તથા તીથ યાત્રા' એ નામની મારી તંત્રી તરીકેની નેાંધ પૃ. ૧૩૨-૧૩૪ તથા ‘અમારા પ્રવાસ' એ નામનેા ૫`ડિત સુખલાલજીના લેખ પૃ.૧૩૯થી ૧૪૫) આ વર્ષની મેની છૂટીમાં ખેડા જઈ શ્રીયુત રતિલાલ માહનલાલ દલાલને ત્યાં ઊતરી ત્યાંના અગ્રેસર શેડ બાલુભાઈ મોહનલાલ દ્વારા મોટા મ ંદિરમાં આવેલા પુસ્તકભંડાર (નં.૧), મુનિ ભાગ્યરત્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org