________________
25
છૂટીમાં વડોદરા રાજ્ય પાંચમી પુસ્તકાલય પરિષદ પાટણ તરફથી આમં. ત્રણ આવતાં પુનઃ પાટણ જઈ તે પરિષદ તરફથી ભરાયેલા પ્રદર્શનને (જેનયુગ, વૈશાખ-જેઠ ૧૯૮૬ને અંકે પૃ. ૩૭૯-૩૮૨) અને ઉક્ત મુનિશ્રીની પાસેના ગ્રંથસંગ્રહને અનેકવિધ લાભ લીધો. ઉક્ત મુનિ જશવિજય અનેક પુસ્તકની શોધખોળ કરી સંગ્રહ કર્યો જાય છે અને તેના ખપીને આનંદપૂર્વક વિના સંકેચે સહાય આપતા રહે છે તે માટે તેમને ધન્યવાદ ઘટે છે. મારા પર તેમની ઘણુ કૃપા છે તેથી તેમના સંગ્રહને લાભ લઈ રહ્યો છું ને હજુ પણ ઠેઠ સુધી લઈ શકીશ. તેમનું ઋણ ભૂલી શકાય તેમ નથી.
આ ભાગમાં (પ્રસ્તાવના તરીકે) જેનો અને તેમનું સાહિત્ય” એ સંબંધી મારે લખેલે એક વિસ્તૃત નિબંધ પ્રથમ ભાગના નિવેદનમાં જણાવ્યા પ્રમાણે આપવાને વિચાર હતો પરંતુ તેને સપ્રમાણ સંશોધિત વર્ધિત આકારમાં પુનઃ લેખારૂઢ કરી મૂકવાને અને ખાસ કરી જૈન આગમ સાહિત્યનો ઈતિહાસ ઉમેરવાને મારા સહૃદય મિત્રો અને ખાસ કરી મારા સુહૃદ રા. મેહનલાલ ભગવાનદાસ ઝવેરીને આગ્રહ થતાં તેમ કરવાને અથાગ પરિશ્રમ આરંભે. તેનું નામ જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ” રાખી શ્રીમન મહાવીર પ્રભુના આગમસાહિત્યથી શરૂ કરી એકએક પ્રકરણ લખાતું ગયું, સાત સાત પ્રકરણોને એક વિભાગ કરવામાં આવ્યું, ને જેમ જેમ તૈયાર થાય તેમ તેમ પ૦-૧૦૦ પૃષ્ઠ છાપવા મોકલાતાં ગયાં ને તેનું કદ વધી પડયું. મૂળ ધારેલાં ત્રણથી ચાર પૃષ્ઠ, ને થઈ ગયાં તેથી લગભગ બમણું, એટલે છ વિભાગમાં હીરવિજયસૂરિના સમય સુધીનાં પ૬૦ પૃષ્ઠ છપાઈ ગયાં ત્યારે તે ઇતિહાસને જુદા જ પુસ્તક રૂપે બહાર પાડવા ગ્ય થશે એમ સમજતાં અઢારમી સદીના કવિઓને આ બીજો ભાગ કે જે કયારનો (સને ૧૯૨૮ના સપ્ટેબર પહેલાં) છપાઈ ગ હતો તે હાલ પુસ્તક રૂપે તુરત પ્રકટ કરી દેવામાં આવે છે. તેની ઉક્ત પ્રસ્તાવના – જૈન સાહિત્યનો ઈતિહાસ હવે પછી થોડા માસમાં જુદા પુસ્તક રૂપે બહાર પડશે; અને ત્યારે શ્વેતામ્બર જૈનએ આર્ય -સંસ્કૃતિની ભવ્ય ઇમારતમાં કેટલે સુન્દર ફાળો આપ્યો છે તે જણાશે.
ગુજરાતને ચરણે પ્રથમ ભાગ ધરતાં મેં જે આશા રાખી હતી તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org