________________
21
સંબંધે નીચેના ઉદ્દગાર કાઢયા હતા :
“જૂની ગુજરાતી અને અપભ્રંશના ગ્રંથને ઉદ્ધાર કરવામાં ચમનલાલ દલાલને વિદ્વત્તાભર્યો પરિશ્રમ જગજાહેર છે. તે ઉપરાંત મોહનલાલ દલીચંદ શાહે (? દેશાઈએ) પણ આ દિશામાં બહુ ઉપયોગી સેવા કરી છે.
મુનિ જિનવિજયજી, મોહનલાલ દલીચંદ વગેરે જૈન ભાઈઓ જૂની ગુજરાતી અને અપભ્રંશયુગના પડ ઉકેલવા મથી રહ્યા છે.”
રા. હીરાલાલ ત્રિભોવનદાસ પારેખ બી.એ.એ હમણું બહાર પડેલી “કવીશ્વર દલપતરામ હસ્તલિખિત પુસ્તકસંગ્રહ સૂચી તૈયાર કરી તેના પ્રવેશકમાં જણાવ્યું છે કેઃ
એમણે (દી.બા. કેશવલાલભાઈએ) તો ગુજરાતી ભાષાનું મૂળ છેક હેમચંદ્રના અપભ્રંશના સૂત્રોમાં લગભગ તેરમા સૈકા સુધી ખેળ્યું છે; અને એ અભિપ્રાય વજુદવાળે છે એમ, સ્વ. દલાલે ચૌદમા સિકાના પ્રાચીન ગૂજર કાવ્યોને સંગ્રહ ગા. ઓ. ગ્રંથમાળામાં છપાવ્યું છે તે પરથી, તેમજ
જન ગૂર્જર કવિઓ' ભા.૧માં રા. મેહનલાલ દલીચંદ દેસાઈએ સં. ૧૨૪૧ની ‘બાહુબળી (? ભરતેશ્વર બાહુબલિ) રાસની હાથપ્રત નોંધી છે તે આધારે, કહી શકાય.
અદ્યાપિ અન્યત્ર વિશાળ સાહિત્ય જન ભંડારમાં સુરક્ષિત પડેલું હશે. તે કેટલું સમૃદ્ધ, વિસ્તૃત, બહેળું ખેડાયેલું, અને એવું વિવિધ જતનું છે, કે જેને કંઈક ખ્યાલ આવવા અમે વાચકબંધુને શ્રીયુત મોહનલાલ દલીચંદ દેસાઈ સંપાદિત જૈન ગૂર્જર કવિઓ ભા.૧' એ નામની * હાથપ્રતાની યાદી જોવાની ભલામણ કરીશું.
આપણે જોઈ ગયા છીએ કે ગુજરાતી ભાષાનું મૂળ છેક વિક્રમના બારમા સૈકા સુધી ગયેલું છે, અને તેરમા સૈકાની કેટલીક જૈન કૃતિઓ મોજુદ છે, એમ રા. મોહનલાલ સંપાદિત જૈન ગૂર્જર કવિઓ ભાગ ૧માંની યાદી વાંચતાં જણાય છે. પ્રસ્તુત સંગ્રહમાંની હાથપ્રતોમાં પણ -નરસિંહ મહેતા પૂર્વેના જૈન ગ્રંથે નોંધાયેલા જણાશે.”
શ્રી અંબાલાલ બુલાખીરામ જાની બી.એ.એ પોતે સંપાદિત કરેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org