Book Title: Jain Gurjar Kavio Part 01 Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari Publisher: Mahavir Jain VidyalayPage 21
________________ 20 રચનાલય, ૫. તે સાથે તે રચનાનું સ્થલ, ૬. તેની નીચે તે કૃતિને આદિભાગ, ૭. તે કૃતિને અંત ભાગ – કવિની પ્રશસ્તિવાળે, ૮, તે. પ્રશસ્તિ નીચે તે જે પ્રતમાંથી લીધેલ હોય તે પ્રતના લેખકની પ્રશસ્તિ લખ્યા સાલ લખ્યા ગામ વગેરે, ૯. તે પ્રતિનાં પાનાં અને પંક્તિની સંખ્યા, ૧૦. તે પ્રતિ કયા ભંડારમાં મળે છે તે, ૧૧. પ્રસિદ્ધ થયેલ હોય તો તે ક્યાં પ્રસિદ્ધ થયેલ છે તે. (તે પ્રસિદ્ધ થયાનું બતાવવા માટે, + આ ચિહને ઉપયોગ કૃતિ પાસે કર્યો છે.) આ ચિહ્ન સિવાય આ પુસ્તકમાં વાપરેલાં બીજાં ચિહ્નો અને ટૂંકા અક્ષરે સમજવા માટે “સાંકેતિક અક્ષરોની સમજ' આ પછી જદી. મૂકી છે. આવું પુસ્તક કે સંસ્થાના કે રાજયાશ્રય જેવા આશ્રય વગર પ્રકટ ન થઈ શકે, કારણકે આના ગ્રાહક અતિ અલપ જ હોય. તેથી મુંબઈની જૈન વેતામ્બર કંન્ફરન્સ ઑફિસે આ પ્રકટ કરવામાં બતાવેલી ઉદારતા અને કાર્યદક્ષતા માટે તેને ધન્યવાદ ઘટે છે. જૈન સાહિત્યના ઉત્કર્ષ માટેનું તેનું આ કાર્ય યશસ્વી રહેશે. આની પ્રથમ આવૃત્તિને કોપીરાઈટ મેં તેને આપી દીધેલ છે. બીજી આવૃત્તિ થાય કે નહીં એ -એક પ્રશ્ન છે. મેહનલાલ દલીચંદ દેસાઈ મુંબઈ, ૨૬-૬-૧૯૨૬ જયેષ્ઠ વદ ૧, શનિવાર, સં. ૧૯૮૨ [બીજા ભાગમાંથી! આ ગ્રંથને પ્રથમ ભાગ શ્રીમતી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ તરફથી વિ.સં.૧૯૮૨માં બહાર પડી ગયો તે માટે તેના કાર્યવાહકોને ધન્યવાદ ઘટે છે.તે સંબંધી જુદાજુદા વિદ્વાને અને પત્રકારના અભિપ્રાય આ બીજા ભાગના પરિશિષ્ટ પાંચમામાં આપવામાં આવેલા છે, તે પરથી તેની આંતરિક કિંમત જનતાને જણાશે. વિશેષમાં પ્રસિદ્ધ સાક્ષરવર્ય શ્રી આનંદશંકર બાપુભાઈ ધ્રુવે નડિયાદની ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકેના ભાષણમાં મારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 ... 575