________________
20
રચનાલય, ૫. તે સાથે તે રચનાનું સ્થલ, ૬. તેની નીચે તે કૃતિને આદિભાગ, ૭. તે કૃતિને અંત ભાગ – કવિની પ્રશસ્તિવાળે, ૮, તે. પ્રશસ્તિ નીચે તે જે પ્રતમાંથી લીધેલ હોય તે પ્રતના લેખકની પ્રશસ્તિ લખ્યા સાલ લખ્યા ગામ વગેરે, ૯. તે પ્રતિનાં પાનાં અને પંક્તિની સંખ્યા, ૧૦. તે પ્રતિ કયા ભંડારમાં મળે છે તે, ૧૧. પ્રસિદ્ધ થયેલ હોય તો તે ક્યાં પ્રસિદ્ધ થયેલ છે તે. (તે પ્રસિદ્ધ થયાનું બતાવવા માટે, + આ ચિહને ઉપયોગ કૃતિ પાસે કર્યો છે.)
આ ચિહ્ન સિવાય આ પુસ્તકમાં વાપરેલાં બીજાં ચિહ્નો અને ટૂંકા અક્ષરે સમજવા માટે “સાંકેતિક અક્ષરોની સમજ' આ પછી જદી. મૂકી છે.
આવું પુસ્તક કે સંસ્થાના કે રાજયાશ્રય જેવા આશ્રય વગર પ્રકટ ન થઈ શકે, કારણકે આના ગ્રાહક અતિ અલપ જ હોય. તેથી મુંબઈની જૈન વેતામ્બર કંન્ફરન્સ ઑફિસે આ પ્રકટ કરવામાં બતાવેલી ઉદારતા અને કાર્યદક્ષતા માટે તેને ધન્યવાદ ઘટે છે. જૈન સાહિત્યના ઉત્કર્ષ માટેનું તેનું આ કાર્ય યશસ્વી રહેશે. આની પ્રથમ આવૃત્તિને કોપીરાઈટ મેં તેને આપી દીધેલ છે. બીજી આવૃત્તિ થાય કે નહીં એ -એક પ્રશ્ન છે.
મેહનલાલ દલીચંદ દેસાઈ
મુંબઈ, ૨૬-૬-૧૯૨૬ જયેષ્ઠ વદ ૧, શનિવાર, સં. ૧૯૮૨
[બીજા ભાગમાંથી! આ ગ્રંથને પ્રથમ ભાગ શ્રીમતી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ તરફથી વિ.સં.૧૯૮૨માં બહાર પડી ગયો તે માટે તેના કાર્યવાહકોને ધન્યવાદ ઘટે છે.તે સંબંધી જુદાજુદા વિદ્વાને અને પત્રકારના અભિપ્રાય આ બીજા ભાગના પરિશિષ્ટ પાંચમામાં આપવામાં આવેલા છે, તે પરથી તેની આંતરિક કિંમત જનતાને જણાશે.
વિશેષમાં પ્રસિદ્ધ સાક્ષરવર્ય શ્રી આનંદશંકર બાપુભાઈ ધ્રુવે નડિયાદની ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકેના ભાષણમાં મારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org