SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ 19 એકલપંડે એક સાહિત્યસેવક બીજાઓની સહાય સામગ્રી વગર વિશેષ ન કરી શકે એ સ્વાભાવિક છે. એ સર્વ પુરુષોને મારા પ્રત્યેના તેમના સદ્ભાવભર્યા પ્રેમ અને વર્તન માટે હું ઋણું છું. એમનું અનુકરણ કરી અન્ય મહાશયે આવા સાહિત્યના કાર્યમાં પિતાથી બની શકે તે સહાય આપી સાહિત્યના ઉદ્ધારના પવિત્ર કાર્યમાં નિમિત્તભૂત બનશે. આવો સંગ્રહ ગમે તેટલી મહેનત છતાં સંપૂર્ણ બની શકે નહીં; છતાં તેને બને તેટલે સંપૂર્ણ કરવાની અને તે માટે સામગ્રી પૂરી પાડવાની દરેક સાહિત્યકષ ચિંતકની ફરજ છે. હજુ તે ઘણું ભંડારે જેવા બાકી છે. રાજપુતાનામાં જેસલમેર, વિકાનેર, જોધપુર આદિ, ને ગુજરાતમાં પાટણ, ખંભાત, અમદાવાદ આદિ તેમજ અન્ય જુદાં જુદાં ગામોમાં ત્યાં ત્યાંના સંધ હસ્તકના, કેટલાક યતિ અને શ્રી પૂજા પાસેના, સંવેગી મુનિમહારાજા પાસેના ભંડારો છે (કે જેની ટીપ માટે જઓ “મુદ્રિત જન ગ્રંથ નામાવલિ” એ પુસ્તકના પ્રથમના પૃ. LVથી LXII પર જ્ઞાનપુસ્તક ભંડારે). તેમને મારી ખાસ વિનંતી છે કે પોતાની પાસેનાં પુસ્તકો જેવા-તપાસવાની સગવડ કરી આપવા તેઓ કૃપાવંત થાય. પહેલાં આ સંગ્રહનું નામ “જૈન દેશી કવિ નામાવલિ – જૈન કવિ નામાવલિ આપવાનું મેં ધાર્યું હતું અને આ સંબંધીને ઉલેખ “જન વેતામ્બર કોન્ફરન્સ હેરૅલ્ડ'ના ફેબ્રુઆરી ૧૯૧૭ના (માધ સં. ૧૯૭૩ના) અંકમાં તેના તંત્રી તરીકે “તંત્રીની ધમાં પૃ.૩૯ અને ૪૦માં મૂકેલી નોંધમાં મેં કર્યો હતો, પરંતુ દેશી' નામને બદલે “ગૂજર' કે ગુજરાતી” મૂકવું ઠીક થઈ પડશે અને “નામાવલિ એ મૂકતાં આખું નામ લાંબુ થાય તે ઠીક નહીં તેથી તે કાઢી નાખી જૈન ગૂર્જર કવિઓ' (એટલે ગુજરાતી ભાષાના જેન કવિઓ) એ ટૂંકું અને અર્થપૂર્ણ નામ રાખવું એવી એક સાક્ષરની સૂચના થતાં તે ટૂંકું નામ સ્વીકાર્યું છે. પહેલાં તેની યોજના કવિઓના અક્ષરાનુક્રમ પ્રમાણે ગોઠવી હતી, પરંતુ શતકવાર તેમાંના રચનાસંવત પ્રમાણે કવિઓને ગોઠવવાની યેજના કરવાની એક -સજજને કરેલી સૂચના મહત્વની લાગતાં શતકવાર ગોઠવણ કરી છે. આ સંગ્રહની યોજના એ પ્રમાણે રાખી છે કે ૧. કર્તાનું નામ, ૨. તે કયા ગરછમાં કેની પરંપરામાં, તે પરંપરાથી કયા મુનિના શિષ્ય છે તે પરિચય, ૩. તેની નીચે રચના સમયાનુક્રમે કૃતિ, ૪. તે કૃતિને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy