________________
18
વિશેષમાં ખાસ બેંધી રાખવા યોગ્ય ઉપયોગી સંગ્રહ ગત વર્ષ એટલે સન ૧૯૨પમાં જોવા મળ્યા. તે વર્ષની મેની છૂટીમાં હું વડોદરા ગયે હતા ને ત્યાં પંડિત લાલચંદ ભગવાનદાસ ગાંધીના પ્રીતિપૂર્વક સહકારથી પ્રવર્તક શ્રી કાંતિવિજયજીને, મુનિશ્રી હંસવિજયજીને, અને વડેદરા સરકારની સેંટ્રલ લાયબ્રેરીને – એ ત્રણ સંગ્રહમાંનાં ભાષા પુસ્તકો જોવા મળ્યાં; અને ઑકટોબરની છૂટીમાં અમદાવાદ ગયે હતો ત્યાં વકીલ કેશવલાલ પ્રેમચંદ મોદીના તેવા જ પ્રીતિ પૂર્વક સહકારથી ડેડલાના અપાસરાના ભંડારે જોવાની સુંદર તક મળી હતી તેમજ ત્યાંની જેનશાલાને ના ભંડાર પણ જોય.
ત્યાર પછી આ વર્ષના એપ્રિલ માસમાં મુંબઈમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મકાનમાં ભરાયેલ આઠમી ગુજરાતી સાહિત્ય પરિષદના અંગેના પ્રદર્શનમાં મૂકવા માટે મેં “જૈનયુગ'ના તંત્રી તરીકે જન હસ્તલિખિત ભાષાનાં પુસ્તકે સર્વે સંધ, સાધુ, યતિ તેમજ ગૃહસ્થાને વિનંતિ કરતાં આવેલાં પુસ્તકે પિકી ખાનગામવાળા યતિવર્ય શ્રી બાલચંદ્રજીએ, મુંબઈના કચ્છી ગૃહસ્થ શો. વર્ધમાન રામજીએ તેમજ સુરતથી રા. લક્ષમીચંદ સુખલાલે મોકલેલા પુસ્તકોને પણ જોવાને લાભ મળ્યો. મુંબઈની વિલ્સન કોલેજના સંસ્કૃતના પ્રોફેસર વેલનકર કે જેઓ સર્વે જૈન પુસ્તકનું અંગ્રેજીમાં વર્ણનાત્મક કેટલેગ તૈયાર કરે છે તે પૈકી ભાષા-પુસ્તકોની તેમની નેધ રા. કેશવલાલ પ્રેમચંદ મોદી દ્વારા મળી તેને અને સિનેર ભંડારમાંનાં પુસ્તકના આદિ-અંતભાગો મુનિશ્રી અમરવિજયજીએ પોતાના વિદ્વાન શિષ્ય મુનિ ચતુરવિજય પાસે લખાવી મોકલ્યા તેને પણ લાભ લીધે. વળી આ વર્ષના મેની છૂટીમાં રાજકોટમાં રા. ગોકળદાસ નાનજી ગાંધી હસ્તકને મુનિ વિનયવિજયજીને પુસ્તકભંડાર પણુ જેવાની તક મળી હતી.
આ સર્વેમાંથી આ પુસ્તકને ઉપયોગી છે. જે મળ્યું તે નેંધી લીધું છે અને આ પુસ્તક છપાતું હતું તેથી તેમાં જેટલું ન આવી શક્યું તેટલું આ પુસ્તકના બીજા ભાગના પરિશિષ્ટમાં મૂકવામાં આવશે....
અનેક મદદથી આ પુસ્તકમાં સંગ્રહ એકત્રિત કરી શક્યો અને તેથી તેના યશના ભાગી તે સર્વ સજજનેને લેખું છું અને તેમને દરેકને અંતઃકરણપૂર્વક ઉપકાર માનું છું. આવા મહાભારત સંગ્રહકાર્યમાં ૧. જુઓ જૈનયુગ સં. ૧૯૮૨ના માઘનો અંક, પૃ. ૨૦૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org