________________
17
ચંદજી દ્વારા ત્યાંની અમુક કૃતિઓ મેં જોઈ તપાસી.
સન ૧૯૨૧માં એકબરની છૂટીમાં લીંબડીને મોટો ભંડાર હું જાતે જઈ જોઈ આવ્યું, અને ત્યાં રા. છોટાલાલ હરજીવન પારેખ અને રા. કેશવલાલ લગડીએ સારી મદદ તથા સગવડ મને કરી આપેલી. સન ૧૯૨૩-૨૪માં પૂનામાં જઈ, મુંબઈ સરકારે ખરીદેલી હસ્તલિખિત પ્રતને જે સંગ્રહ પહેલાં ડેક્કન કૉલેજના મકાનમાં રાખેલું હતું ને પછી સર ભાંડારકર ઇન્સ્ટિટયટમાં લઈ જવામાં આવેલો છે તે ત્યાંથી સાક્ષર મુનિશ્રી જિનવિજયજી દ્વારા જઈ આવ્યો; તેમજ તે મુનિશ્રીએ પાટણના હાલાભાઈ ભંડાર ને સાગર ભંડારમાંનાં પુસ્તકની પ્રશસ્તિઓ પોતે ઉતારેલી હતી તે પૂરી પાડી. આ દરમ્યાન વિજયધર્મસૂરિનું ચોમાસું મુંબઈમાં થતાં તેમના પ્રસિદ્ધ શિષ્યો મુનિશ્રી ઇદ્રવિજયજી તથા મુનિશ્રી વિદ્યાવિજયજીને મેં મારો સંગ્રહ જેવા આપ્યો, અને તેઓશ્રીએ પછી કૃપા કરી પોતાની પાસે તે વખતે જે હસ્તલિખિત પ્રતા હતી તે અને તે ઉપરાંત પંડિત હરગોવિન્દદાસ પાસે ઈડરની બાઈઓને ભંડાર તથા ઉદયપુરના ભંડારમાંનાં પુસ્તકોમાંથી તૈયાર કરાવેલ પ્રશસ્તિસંગ્રહ મને જોવા આપતાં તેને ઉપયોગ કર્યો. રાજકોટ શ્રીપૂજયના અપાસરામાં યતિ નાનચંદ્રજીએ પિતાની પાસેનાં પુસ્તકે બતાવ્યાં.
આ પછી ૧૯૨૪ના સપ્ટેમ્બરથી આ પુસ્તક અમદાવાદના ડાયમંડ જયુબિલિ પ્રિન્ટિંગ પ્રેસમાં છપાવા ગયું... આ પુસ્તક છપાતું ગયું અને સાથે સાથે બીજા ભંડારની તેમજ અન્યત્ર જોવા મળે જતી હસ્તલિખિત પ્રતોમાંથી વિશેષ નોંધ કરવાનું પણ ચાલુ રાખવામાં આવ્યું.
મુંબઈમાં માંડવી પરના શ્રી અનંતનાથજી મંદિરના ભંડાર હા. મેનેજર માસ્તર ખીમજી હીરજી લોડાયા, જૈન એસોસિએશન ઑફ ઇંડિયા તથા શ્રી મોહનલાલજી જૈન સેંટ્રલ લાયબ્રેરી હસ્તકને ભંડાર, સ્વ. યતિ નાનચંદજીના શિષ્ય મોહનલાલજી પાસેને મુંબઈમાં પાયધૂની પરના શ્રી શાંતિનાથજી મંદિરમાં રાખેલ સંગ્રહ તેમજ મુંબઈને ભુલેશ્વરમાંને દિગંબર પન્નાલાલ એક સરસ્વતી ભુવનને સંગ્રહ જોવા મળ્યા. શેઠ જીવણચંદ સાકરચંદ શેઠ દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર લાયબ્રેરી સુરતથી પ્રતો મંગાવી આપી. જાલોરથી મુનિશ્રી કલ્યાણવિજયજીએ રદી જેવાં છૂટક પાનાંઓ મોકલ્યાં. રાજકેટના દેરાસરમાં પણ તેવાં પાનાંઓ જોવા મળ્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org