________________
16
આ સર્વ સંગ્રહ કરવામાં અથાગ પરિશ્રમ, પ્રતો જોવા-તપાસવામાં ને તેમાંથી ઉતારા કરવામાં પુષ્કળ સમયને વ્યય મેં એક “ધૂળધોયા” તરીકે આનંદથી ભોગવ્યો છે. આ સંગ્રહ માટે બીજ સજજને પિકી. મુનિ મહારાજે, ભંડારના માલેકે – સં યા સંધના શેઠે, વિદ્વાનેએ પ્રતો. જેવા માટે થોડા સમય માટે મોકલવા રૂપે તેમજ જેઈ જવા માટે સગવડ કરી આપવા રૂપે તેમજ જુદી જુદી સહાય અને સલાહ રૂપે ટૂંકમાં આ સંગ્રહ માટે જે-જે અપેક્ષાઓ રહેતી તે પૂરી પાડવા રૂપે કૃપા બતાવી છે તે માટે તે દરેકનો ખરેખર મારા પર, સમાજ પર અને સાહિત્ય પર ઉપકાર થયો છે.
પહેલાં પ્રથમ જે મુદ્રિત રાસાઓ આદિ બહાર પડેલા તે એકઠા. કરી તેમાંથી તેમજ કોન્ફરન્સ પાસેની આવેલી ટીપ પરથી તૈયાર કરેલી સૂચિઓ પરથી, હકીકત નોંધી લીધી. પછી મેં જાતે પ્રવાસ શરૂ કર્યો. વડોદરા અને અમદાવાદ જઈ આવ્યો. વડોદરામાં પૂજ્ય પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી, મુનિ મહારાજ શ્રી ચતુરવિજયજિનવિજયાદિએ સર્વ પુસ્તકો જેવાની સગવડતા કરી આપી હતી, પરંતુ થોડા દિવસના ફાજલપણુથી પૂરું કામ નહેતું થયું તેથી મુનિશ્રી જિનવિજયજીએ. પ્રશસ્તિઓ લખી લખાવી મને મોકલાવી આપી હતી. અમદાવાદમાં મુરબ્બી ભાઈશ્રી કેશવલાલ પ્રેમચંદ મોદી વકીલની ભલામણથી મુનિ શ્રી ગુલાબવિજયજીએ કેટલાક રાસોની પ્રત જેવા આપી હતી તેમાંથી પ્રશસ્તિઓ, તેમની પાસે જ રહી કેટલાક દિવસે અખંડપણે ચારચાર કલાકે ગાળી લખી લીધી હતી. સને ૧૯૧૫માં ઉક્ત પ્રવર્તક શ્રી કાતિવિજયજીએ મારી દ્વારા સુરતની ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રદર્શનમાં લગભગ સવાસે ઉપરાંત પ્રતિ મોકલી હતી તેને ઉપયોગ પણ કર્યો. આ વખત સુધી છેવટની પ્રશસ્તિ જ નેંધવાનું લક્ષ રહ્યું હતું. ભાવનગર સંધ તરફથી મુરબ્બી શ્રી કુંવરજી આણંદજીએ પંદર રાસની પ્રતિ મોકલાવી હતી. ત્યાર પછી કૅફરન્સ દ્વારા બીજા કેટલાક સંઘને પ્રતા ઉછીની ઍકલવા માટે વિનંતિપત્ર લખતાં મોરબીના સંધ તરફથી કાનજી સંઘવીએ, ગારિયાધરના સંધે, ધોરાજીમાંના માણેકચંદજીના સંગૃહીત ભંડારના સેક્રેટરી રા. વનેચંદ પટે, ભરૂચના સંઘ તરફથી શેઠ અને પચંદ મલુકચંદે પ્રતિ મોકલાવી હતી. આ બધી પ્રતા જોવાઈ ગયા પછી તે-તે સ્થળે મોકલાવી દીધી, પછી અમૃતસર કોંગ્રેસથી આવતાં આગ્રામાં શ્રીયુત દાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org