Book Title: Jain Gurjar Kavio Part 01 Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari Publisher: Mahavir Jain Vidyalay View full book textPage 9
________________ સામગ્રી રજૂ કરવાની પદ્ધતિમાં કેટલીક ઝીણવટ છે જે લક્ષ બહાર રહેવા સંભવ છે. એવી થોડીક બાબતો તરફ અભ્યાસીઓનું ધ્યાન દોરવું જોઈએ? - ૧, પ્રથમવૃત્તિમાં મૂળ સામગ્રીમાં બેત્રણ તબકકે પૂતિ થઈ છે તેમજ શુદ્ધિ પણ થઈ છે. વળી ગદ્યકૃતિઓ અને એમના કર્તાઓની અલગ નોંધ થઈ છે. આથી એક જ સૈકાનાં કર્તા-કૃતિઓ તેમ જ એક જ કર્તા-કતિ પણ એકથી વધુ સ્થાને બેંધાયેલાં છે. પૂરું ચિત્ર મેળવવા માટે આ બધાં સ્થાને જેવાં પડે, જે આપણે ત્યાં ઘણી વાર થયું નથી અને તેથી અપાયેલાં ચિત્રો અધૂરાં રહ્યાં છે. પાછળથી થયેલી શુદ્ધિ લક્ષમાં ન લેવાથી પહેલાંની પેટી માહિતી પણ ચાલુ રહી છે. (આ નવી આવૃત્તિમાં આ સ્થિતિને સુધારી લેવામાં આવી છે.) પિતાની સામગ્રી તપાસમાં સહજ રીતે પ્રાપ્ત થયેલાં જેનેતર કર્તાકૃતિઓની નોંધ પણ શ્રી દેશાઈએ પિતાના ગ્રંથમાં સમાવી છે. આ નોંધ પહેલાં જૈન ગ્રંથકારની ધની સાથે સમાવિષ્ટ હતી. પછી પરિશિષ્ટ રૂપે મુકાઈ. આમ એ નોંધ પણ બેવડાઈ. (આ આવૃત્તિમાં છેવટે પરિશિષ્ટ રૂપે જ એ સામગ્રી આપવાનું વિચાર્યું છે.) ૨. “જૈન ગૂર્જર કવિઓમાં સંપાદકે પોતે જોયેલી હસ્તપ્રતો ઉપરાંત બીજેથી મળેલી સામગ્રીને પણ ઉપયોગ કર્યો છે. અન્યત્રથી મળેલી સામગ્રીમાં ઘણી વાર આરંભ અંતના ભાગે ન મળ્યા હેય ને પુપિકા કે ભંડારને નિર્દેશ પણ ન મળ્યું હોય. એટલે કે એ કેવળ નામ યાદી હિય. આવી સામગ્રીની અધિકૃતતાના પ્રશ્નો સ્વાભાવિક રીતે જ રહેવાના. એ સામગ્રીને એ દષ્ટિએ જેવી જોઈએ. ૩. જૈન ગૂર્જર કવિઓ'માં માહિતી પૂર્તિનું કામ શબ્દાનુક્રમણિકાની કક્ષાએ પણ થયું છે. જેમકે, અજિતદેવસૂરિની કૃતિમાં ગચ્છને નિર્દેશ ન હોય પરંતુ પછી શ્રી દેશાઈને એ પલ્લીવાલગચ્છના હેવાનું જણાયું હોય તો શબ્દાનુક્રમણિકામાં અજિતદેવસૂરિના નામની બાજુમાં એ ગષ્ટને નિર્દેશ કરી દે છે. ૪. કૃતિને સમય અનુમાનથી નક્કી કર્યો હોય ત્યારે કેટલીક વાર આધાર અપાયો છે ને કેટલીક વાર આપવાનો રહી ગયો છે. આવાં સ્થાને કોઈ વિરોધી પ્રમાણ ન હોય તો સમયનિર્દેશને અધિકૃત માની ગુરુપરંપરા વગેરેમાંથી એને આધાર શોધવાનો પ્રયાસ કરવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 575