________________
માત્ર “સં.' સંજ્ઞાથી હતા ત્યાં “ર.સં.' સંજ્ઞા દાખલ કરી છે.
૭. હસ્તપ્રતાના એક જ પ્રાપ્તિસ્થાનને નિર્દેશ જુદીજુદી રીતે થયેલો જોવા મળ્યો તે શક્ય બન્યું ત્યાં એકસરખો કરી લીધો છે. કેટલેક ઠેકાણે સ્પષ્ટતાને અભાવે એમ ને એમ રહેવા દેવું પડ્યું છે, તો આ આવૃત્તિનું છપાઈકામ સંપાદનની સાથેસાથે ચાલતું હતું તેથી કેટલેક ઠેકાણે સુધારો કરવાનું શક્ય બન્યું નથી અને બેવડા પણું રહી ગયું છે.
૮હસ્તપ્રતોમાંથી ઉધૂન અંશ (કૃતિના આરંભ અંતના ભાગ કે પુષ્પિકા)ની જોડણી યથાવત રાખી છે. “રૂ હમેશાં દીર્ઘ લખાયું છે તે લેખનષ જ હેવા સંભવ છે, છતાં આ પ્રકારની ભૂલ સુધારી નથી; પણ બાકીના લખાણમાં જોડણું સુધારી લીધી છે. ઉદ્દધૃત અંશમાં વાચનદેવ કે છાપદેષ અર્થદષ્ટિએ સુધારવા જેવા લાગ્યા તે સુધારી લીધા છે, તેમ છતાં ભ્રષ્ટ પાઠ નિવારી શકાયા નથી કેમકે એમાં કેટલુંક સાહસ થઈ જવાને સંભવ હતો તેમજ એ કામ વધારે સૂઝ ને શ્રમ માગે એવું હતું.
૯. આ નવી આવૃત્તિમાં પ્રથમવૃત્તિની મૂળ સામગ્રીમાં બેત્રણ પ્રકારે શુદ્ધિ થઈ છે:
(1) પ્રથમવૃત્તિમાં પાછળથી જે સુધારા કરવામાં આવેલા તે અહીં મૂળ સામગ્રીમાં આમેજ કરી લેવામાં આવ્યા છે.
(૨) શ્રી દેશાઈથી પ્રાપ્ત સામગ્રીનાં છેટાં અર્થઘટન થઈ ગયાં હોય કે એ પરથી ખાટાં અનુમાન થઈ ગયાં હોય કે અન્ય સરતચૂકે ને છાપભૂલો થઈ ગઈ હોય તે બધું ધ્યાનમાં આવ્યું ત્યાં સુધારી લેવામાં આવ્યું છે.
(૩) ગુજરાતી સાહિત્યકેશને નિમિત્તે મધ્યકાલીન જૈન ગુજરાતી સાહિત્યની અન્ય ઘણું સામગ્રીમાં ને ઘણું પૂરક સાધનેના ઉપયોગમાં જવાનું થયું. એનાથી જૈન ગૂર્જર કવિઓની કેટલીક સામગ્રી ઉપર ન પ્રકાશ પડશે. એને પણ અહીં લાભ લેવામાં આવ્યું છે.
આ ત્રણે પ્રકારના મહત્ત્વના સુધારાઓને ખાસ નિર્દેશ દરેક કર્તાને અંતે આ નવી આવૃત્તિના સંપાદક તરફથી [ ] કૌંસમાં આપવામાં આવેલી નેંધમાં કરવામાં આવ્યો છે.
૧૦. આ નવી આવૃત્તિમાં કેટલીક વૃદ્ધિ કરવામાં આવી છે તે આ પ્રમાણે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org