Book Title: Jain Gurjar Kavio Part 01
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 7
________________ 6 આવી છે. જૈન કર્તા-કૃતિની તૈાંધમાં એક જ ક્રમાંકમાં ક, ખ વગેરે કર્યુ છે તા ખીજી બાજુથી ગદ્યકારા ને ગદ્યકૃતિની તૈાંધ કેટલેક સ્થાને બેવડાઈ છે તે જોતાં ૧૦૦૦ જેટલા જૈન ગ્રંથકારા અને એમની ૨૫૦૦ જેટલી લાંબી ગણનાપાત્ર કૃતિઓની નોંધ છે એમ કહેવાય. સ્તવનસઝાયાદિ લઘુ કૃતિ આ સિવાયની. ૨. ૨૨૬ પાનાંમાં ઉપરની સામગ્રીની અનુક્રમણિકાએ છે. જેમાં કર્તા, કૃતિ, ગદ્યકાર, ગદ્યકૃતિ, સ્થલસ્થાનાદિ તે રાજકર્તાઓનાં નામેાની શબ્દાનુક્રમણિકા (છેલ્લા ચાર પ્રકારની અનુક્રમણિકા ત્રીજા ભાગમાં જ છે) તથા કૃતિની સંવતવાર અનુક્રમણિકાને (આ પહેલા બે ભાગમાં જ છે) સમાવેશ થાય છે. ત્રીા ભાગમાં કૃતિઓની અનુક્રમણિકા પ્રકારવાર વીકૃત કરીને આપવામાં આવી છે. ૩, ૮૩૬ પાનાંની પૂરક સામગ્રીમાં આશરે ૫૦૦ જેટલાં કયાનામે (કથાનાયકાનાં નામેા)ની, અંતે માટેની મૂળ આધારસામગ્રીના નિર્દેશ સાથે નોંધ કરતા જૈન કથાનામાષ' (ર૨ પાનાં), ૨૫૦૦ જેટલી દેશીઆની, એ જ્યાંજ્યાં વપરાયેલી હેાય તે સ્થાનના નિર્દેશ સાથે નોંધ કરતી દૅશીએની અનુક્રમણિકા' (૨૭૨ પાનાં), વસ્તુત: ગુજરાતીની પૂર્વપરપરાને વર્ણવતા જૂની ગુજરાતી ભાષાને સક્ષિપ્ત ઇતિહાસ' (૩૨૦ પાનાં), જૈત ગચ્છાની ગુરુપટ્ટાવલી' (૨૧૪ પાનાં) અને રાજાવલી' (૮ પાનાં)નો સમાવેશ થાય છે. સામગ્રીની આ પ્રચુરતા અને વૈવિધ્ય ‘જૈન ગૂર્જર કવિએ'નું એક સંદર્ભાગ્રંથ તરીકે અસાધારણુ મૂલ્ય સ્થાપી આપે છે. વૈજ્ઞાનિક અભિગમ અને ચાક્કસ વ્યવસ્થા જૈન ગૂર્જર કવિએ'ની વિશેષતા એની પ્રચુર સામગ્રીમાં જ નથી, એ સામગ્રીની રજૂઆતમાં પ્રગટ થતાં ઝીણવટભરી ચોક્કસ વ્યવસ્થા ને આધુનિક વૈજ્ઞાનિક અભિગમમાં છે. આ સંદર્ભમાં કેટલાક મુદ્દાઓ તરફ લક્ષ ખેંચવું જોઈએ : ૧. આ હસ્તપ્રતાની સાદી યાદી નથી, વર્ણનાત્મક સૂચિ છે. એમાં કૃતિઓના આરંભ અંતના ભાગેા તથા લહિયાઓની પુષ્પિકાની પણ નોંધ લેવામાં આવી છે. આ સામગ્રીનું દસ્તાવેજી મૂલ્ય ઘણુ મેાટુ છે. એમાં માહિતીની વિશ્વસનીયતાના આધારે સાંપડે છે, ખાટું વાચન કે અર્થઘટન થયું હોય તા એ પકડવાની સગવડ રહે છે અને નાંધાયેલી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 575