Book Title: Jain Dharm Prakash 1918 Pustak 034 Ank 11
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિરોગી જીંદગીનું સર્વોત્તમ સાધન. ૩૩૯ બ્રહાચર્ય એ મનની શક્તિ વધારનારૂ તેમજ માનસિક ધર્મનું મુખ્ય સાધન છે. અને દરેક સ્ત્રી-પુરૂષની અખિલ સાંસારિક, ધાર્મિક અને આત્મિક ઉન્નતિનું મુખ્ય સાધન છે. બાળવયથી, આજના જમાનામાં વીશ વર્ષ સુધી સંપૂર્ણ રીતે તેનું સેવન કરવાથી સર્વ પ્રકારની ઉન્નતિ પ્રાપ્ત થઈ શકે છે. વીર્ય શરીરનો રાજા છે. જેવી રીતે દુધમાં માખણ રહેલું છે તેવી રીતે તે શરીરના સઘળા અવયમાં રહેલું છે. મગજની તાકાત, શરીરનું બળ, દષ્ટિની તિફણતા અને મુખની કાન્તિ એ સર્વ વિયેને આધીન છે. વીર્યની મદદથી વિશેષ વિચારશક્તિ અને પરિશ્રમ ઉઠાવવાની શક્તિ ઉત્પન્ન થાય છે, માટે એવી સારી ઉપયોગી અને અમૂલ્ય વસ્તુને કેઈએ વ્યર્થ ગુમાવવાને ચાહવું ન જોઈએ. સંસારીઓ સંતાનની આવશ્યકતાને સમયે યોગ્ય પ્રમાણમાં વીર્યને વ્યય કરે તે વાસ્તવિક છે, પરંતુ માત્ર વિષયના સ્વાદને વશ થઈને એવી અમૂલ્ય વસ્તુને આવશ્યક્તા વગર નકામી ગુમાવવી ન જોઈએ. અલંકાર રૂપે વર્ણન કરીએ તે શરીરરૂપી નગરમાં મન એ રાજાને સ્થાને છે, જ્ઞાનેન્દ્રિયે એના અધિકારી છે, કમેંદ્રિય સેવક છે અને સઘળી નાડીઓ તેનું રાજ્ય છે. તેમાં વીર્ય એ ધનનો અખુટ ભંડાર છે, માટે વય જેટલું વધારે હોય અને સંપૂર્ણ રીતે કારભારીઓ, નેકરો અને સૈન્યથી યથાર્થ કામ લઈને જેમ જેમ વીર્યરૂપી ધનથી પ્રસન્ન થાય તેમ તેમ અધિક અધિક રાજ્યની વૃદ્ધિ અને મજબુતી થાય. પરંતુ જે વીર્યરૂપી ધનને ભંડાર ઓછો હોય અને જે તેને વધારવાનો ઉપાય ન થાય તેમજ વીર્યને વૃથા અને વિપરીત રીતે વ્યય થાય તે મનરૂપી રાજાનું તેજ જતું રહે. કારભારી નિર્બળ અને નિરૂત્સાહી થઈ થાકી જાય અને દેહ નગરનું સઘળું રાજ્ય નષ્ટ થઈ જાય, શરીરમાં જેટલું અધિક અને ઘટ્ટ વીર્ય રહે એટલું શરીરમાં બળ, આરોગ્યતા અને મનને પ્રકાશ વગેરે સદગુણો ઉત્પન્ન થાય. જેના શરીરમાં વીર્ય પિતાની અસલ અવસ્થામાં નથી રહેતું તે નપુંસક (નામર્દ) અને કુકમી થઈ જાય છે. - બ્રહ્મચર્ય સેવન કરનારાઓના વિચાર શુદ્ધ હોય છે અને જે તેનું સેવન કરતા નથી તેના વિચાર અશુદ્ધ થઈ તે અધોગતિ પામે છે. અને જેવી રીતે અગ્નિમાં ઘી હોમવાથી અગ્નિ વધારે પ્રજ્વલિત થાય છે તેવી રીતે વિષયભેગમાં સુખની ઈરછા કરીને તેઓ અધિક લંપટ અને કામાંધ બની જાય છે. અને તેથી નિરંતર વૃદ્ધિ પામતી વિષયભેગની ઈચ્છા વધારે વેગથી ઉત્પન્ન થતી જાય છે. આવી રીતે અતિ વિષયી પુરૂષને પ્રથમ દરજજે સંતતિ થતી નથી અને કદાપિ થાય છે તો બહુજ નિર્બળ થાય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32