________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છુટ નધિ અને ચર્ચા
૩૪૯ ના અનુભવને અભ્યાસને લાભ સર્વેએ આપ અને લેવું જરૂરી છે. એમાં દર દૂર રહી ટીકા કે અવલોકન કરવાની કેઈને સત્તા નથી, કે.તેદા કરી શકેજ નહિ એવી સ્થિતિ હોવી જોઈએ. કર્તવ્યને ભાર સર્વને માથે એક સરખે છે અને એ વિચારણા થશે-ત્યારેજ સમાજને ઉદયકાળ સમીપ દેખાશે.
સામાજિક સવાલે અનેક છે, બને તેટલા વિચારવા છે, પરંતુ પ્રસંગ કેન્ફરન્સની ચર્ચા ઉપરજ દોરાઈ ગયે તે હવે તે લીધેલ સવાલને સંપૂર્ણ ચર્ચ એવી ઈચ્છા થઈ છે અને આહવાન પણ તેમજ થયું છે. આથી કોન્ફરન્સની વર્તમાન સ્થિતિને અંગે મુદ્દામ કારણે ગયે પ્રસંગે અને આ પ્રસંગે વિચાર્યા. હવે ત્યાર પછી બીજા પણ કેટલાક મુખ્ય કારણે એ સવાલને અંગે ઉત્પન્ન થયેલાં છે તેની વિચારણ સાથે સાથે આવતે પ્રસંગે કરી લેશું. કોન્ફરન્સના સવાલની વિચારણાને આપણ સામાજિક સવાલોની સાથે નીકટને સંબંધ છે; એને ઉકેલવામાં ભવિષ્યના ઘણા સવાલોને ઉકેલ થઈ જ સંભવિત છે તેથી એ બાબતને ઉપાડી લેવી ગ્ય ધારી છે. ભવિષ્યમાં કદાચ આકાર ફેરવીને સામાજિક સંમેલન કરવાને પ્રસંગ આવે તો અત્યારને અનુભવ ઉપયોગી થાય તેમ લાગવાથી આ સવાલને વધારે વિસ્તૃત આકારમાં ચર્ચવાની જરૂર છે. લેખકના વિચાર સાથે સર્વ મળતા થઈ શકે એ સંભવિત હેયજ નહિ. પણ ચર્ચા ઉપસ્થિત કરવાનો પ્રસંગ હાથ ધર્યો છે તેને ઉપાડી લેવા સર્વને વિજ્ઞપ્તિ છે.
મે. શિ. કાપડીઆ
स्फुट नोंध अने चर्चा.
આગલા કાળમાં કાંઈક રાજ્યભયથી તથા કાંઈક જેના તાબામાં હોય તેની અજ્ઞાનતાથી જે શાસ્ત્રનાં લખેલા પુસ્તકે બહાર પાડવામાં આવતા નહોતા, પ્રકાશમાં લાવવામાં આવતા નહોતા, પુસ્તકે બતાવવાની પણ આનાકાની કરવામાં આવતી હતી તે પુસ્તકે હવે બહાર પડવા માંડયા છે, સંશોધાઈ-છપાઈને હવે તે પ્રગટ થવા માંડયા છે. આવાં પુસ્તકો પ્રગટ કરવાનો પ્રયાસ ઘણે સ્થળેથી શરૂ થયો છે, અને જે સતત પ્રવાહ રૂપે તે પુસ્તકે પ્રગટ થાય છે તે તરફ નિરીક્ષણ કરતાં થોડા વખતમાં ઘણા પુસ્તકે બહાર પડવાને સંભવ રહે છે. સાધુ મુનિરાજોને તે માટે ઉપદેશ છે, અને શ્રાવકવર્ગ તે ઉપદેશાનુસાર ધન વ્યય કરવા તૈયાર થતું જાય છે. આવાં પુસ્તકો સાધુઓ સંગ્રહે છે તેમ કઈ કઈ તરફથી આક્ષેપ થાય છે, પણ આ બાબતમાં વધારે વિચાર કરવાની અમને જરૂર જણાય છે. પુસ્તકે અત્યારે સારા
For Private And Personal Use Only