Book Title: Jain Dharm Prakash 1918 Pustak 034 Ank 11
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 31
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વેશ્યાને પરસ્ત્રી ગમન ત્યાગ. ૩પ૦ બહારના રૂપરંગ જોઈને મૂઢ જેને તેમાં પતંગીઆની જેમ ઝંપલાય છે, પણ અંતે ખુવાર ખુવાર થઈ જાય છે. જ્યારે નરકમાં ધગધગતી લેઢાની પૂતળીને આ લિંગન કરવા પરમાધામી ફરજ પાડે છે ત્યારે જ મૂર્ખ અને નફટ જીવને પિતાની ભારે ભૂલને માટે પારાવાર પસ્તા થાય છે. પણ તેથી વળે શું? ત્યાં કોઈ ત્રાણ, શિરણ કે આધારરૂપ થઈ શકતું નથી. એમ છતાં અજ્ઞાન જી એવાં કૃત્ય કરતાં અટકતા કે શરમાતા નથી. કુલટા નારી અથવા કુવેશ્યાના સંગથી થતા પારાવાર દોષો માટે (મનહર છંદની ચાલમાં) કહ્યું છે કેકાયાનું સુકૃત્ય જાય, ગાંઠનું ગરથ જાય, સ્વારીને સનેડ જાય, રૂપ જાય રંગથી; ઉત્તમ સહુ કર્મ જાય, કુળના સહુ ધર્મ જાય, ગુરૂજનની શર્મ જાય, કામના ઉમંગથી; ગુણાનુરાગ દૂર જાય, ધર્મ પ્રીતિ નાશ થાય, રાજાથી પ્રતીત જાય, આત્મબુદ્ધિ ભંગથી, જપજાયતા જાય, સંતાનની આશ જાય,શિવપુરને વાસ જાય, વેશ્યાના પ્રસંગથી.” - “આ ભવ મીઠા પરભવ કોણે દીઠાં” એમ નાસ્તિકની જેમ માનનારા, માતેલા સાંઢની જેમ મેકળા સ્વછંદપણે ફરે છે. આવાં ઉભયલક વિરૂદ્ધ કૃત્યેથી તે પામર જીવો પોતાના કુળને કલંકિત કરે છે, અને હરાયાં ઢોરની જેમ અહીં તહીં ફરી, જ્યાં ત્યાં દુનીયાને માર ખાઈને અંતે કમોતે મરીને દુર્ગતિમાં જાય છે. પરપુરૂષમાં લુબ્ધ થયેલી કુલટા નારીના પણ એવાજ બુરા હાલ થાય છે. - કહ્યું છે કે “પાપ બંધાયે રે અતિ ઘણાં, સુકૃત સકળ ક્ષય જાય; અબ્રહ્મચારીનું ચિંતવ્યું, કદીય સફળ નવિ થાય, પાપસ્થાનક શું વરજીએ.” એમ સમજી શાણું ભાઈ બહેને એ સીતા, રામતી, સુદર્શન શેઠ અને સ્થૂળભદ્રજીની પેરે બહાદુરીથી બ્રહ્મચર્ય કે શીલરત્નને પિતાના પ્રાણની જેમ ધનથી સાચવી રાખવું જોઈએ, જેથી મંત્ર ફળે જગ જશ વધે, દેવ કરે રે સાંનિધ્ય; બ્રહ્મચર્ય ધરે જે નરા, તે પામે નવનિધ. પાપ”ઇત્યાદિક કલ્યાણકારી બેધ પામી કલ્યાણકારી માર્ગે ચાલશે તેમનું અવશ્ય કલ્યાણ થશે. ઈતિશમ. સુષ કિં બહના ? - બ્રહ્મચર્ય અથવા સુશીલતા. શારિત્રના પ્રાણજીવન-આધારરૂપ અને શાશ્વતા મોક્ષસુખને અચુક મેળવી આપનાર એવા બ્રહ્નચર્યનું જે શુદ્ધ દીલથી સેવન કરે છે તે પવિત્ર આત્મા ઈન્દ્રા દિક દેવવડે પણ પૂજાય છે. બ્રહ્મચર્યના પ્રભાવથી માનવ લાંબા આયુષ્યવાળા, સુંદર આકૃતિવાળા, મજબુત બાંધાવાળા, પુન્ય પ્રતાપવાળા અને મહાવીય–પરાક્રમવાળા થાય છે, એમ સમજી સુજ્ઞ બંધુઓ અને બહેનેએ ઉત્તમ શીલ અલંકાર ધારીને સ્વમાનવદેહની સાર્થકતા કરી લેવા ચુકવું નહિ. કિ બહુના! એ ઉત્તમ ગુણના અભ્યાસથી તમે, તમારા સંતાન, કુટુંબ, જ્ઞાતિ અને સંઘ-સમાજ સહુ સુખી થઈ શકશે અને નિર્મળ જ્ઞાન-શ્રદ્ધા સહિત શુદ્ધ કરણીવડે આજ્ઞારાધક બની પરમ શાંતિ મેળવી શકશે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 29 30 31 32